K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
ક્રાઈમ

ધ્રબ જીઆઈડીસીના ગોડાઉનમાંથી ૭.૬પ લાખના પીવીસી પાવડરની ચોરી

12 August


શકદાર ટ્રક ચાલક સામે નોંધાઈ ફરિયાદ


મુંદરા : તાલુકાના ધ્રબ જીઆઈડીસી ખાતે આવેલા ગોડાઉનમાંથી ચોરી થઈ હતી. જે અંગે ફરિયાદ નોધાઈ છે. મુળ બનાસકાંઠાના હાલે નાના કપાયામાં રહેતા વિજયભાઈ હરજીભાઈ ચૌધરીના જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ ભાડા પટ્ટે રાખેલ ગોડાઉન નં. ૧૦૧ માં પીવીસી પાવડરનો જથ્થો સ્ટોર કરીને રાખ્યો હતો. આશરે ૧૦ ટન જેટલો માલ રાખવામાં આવ્યો હતો. રપ કિલોની એક એવી ૪રપ બેગ કુલ્લ રૂા. ૭.૬પ લાખના મુદ્દામાલની ચોરી થઈ હતી. કોઈ ચોર અજાણ્યા ઈસમે ગોડાઉનનું લોક ખોલી ગેરકાયદે પ્રવેશ કરી ગોડાઉનમાંથી મુદ્દામાલની ચોરી કરી હતી. જે અંગે શકદાર તરીકે ટ્રક નંબર જી.જે.૧ર. એટી ૬૬ર૬ ના ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે. મુંદરા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Comments

COMMENT / REPLY FROM