K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

આદીપુરમાં એસએમસીએ દારૂ પકડયો પણ આરોપી ન મળ્યો

27 July




સ્થાનીક પોલીસે પણ નાક બચાવવા દારૂ શોધ્યો


એસઅમેસી ત્રાટકી ગઈ છે તો આદિપુર પોલીસ મથકે આ વિસ્તારમાં બીટ જમાદાર કોઈ નથી મુકાયા? જો બીટ જમાદાર મુકાયા છે તો એ કોણ છે? સ્ટેટ મોનીટરીંગ સેલને ખબર પડે છે કે, લાલો બુટલેગર દારૂનો ધંધો કરે છે, તે કેસ કરી શકે છે તો પછી આદીપુરના આ વિસ્તારના બીટ જમાદારને કેમ લાલાના ધંધાની ખબર ન પડી? : ઉચ્ચ અધિકારી અહીના બીટ જમાદારને પાઠ ભણાવશે ખરા?



ગાંધીધામ : સ્થાનીક પોલીસને અંધારામાં રાખી રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે આદીપુરના મકાનમાં દરોડો પાડયો હતો. જનતા હાઉસ મકાન નંબર ૬/૧૪પમાં દરોડો પાડવામાં આવતા દારૂની ૧૦૩ બોટલ મળી આવી હતી. જેની કિંમત રૂા. ૮૯,૬૮પ આંકવામાં આવી છે. રેડ દરમ્યાન 
આરોપી વોન્ટેડ પૃથ્વી ઉર્ફે લાલો ભરતભાઈ ઠક્કર અને દારૂનો જથ્થો પુરો પાડનાર હાજર ન મળી આવતા ગુનો દાખલ કરાયો હતો. સ્થાનીક પોલીસને અંધારામાં રાખી એસએમસીએ દરોડો પાડતા પંથકમાં ચર્ચાઓ તેજ બની હતી.  દરમ્યાન સ્થાનીક પોલીસે કામગીરી બતાવવા માટે દારૂ પકડયો હતો. જેમાં દુબઈ સિંધુનગરમાં આરોપી મનીષ વિનોદભાઈ મુલચંદાણીના કબજાના ઘરમાંથી વોડકા, વ્હિસ્કીની અલગ અલગ બોટલો મળી કુલ્લ ૪૪,૮૮૦ નો શરાબ ઝડપી લેવામાં આવ્યો હતો.
 જ્યારે ચિરાગ મનોહરલાલ દેવનાણીને પકડી તેની પાસેથી દારૂની બે બોટલ કબજે કરવામાં આવી હતી.

Comments

COMMENT / REPLY FROM