K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કંડલા-મુંદરામાં કસ્ટમના બદલીના ઓર્ડરમાં ‘વહીવટ’ની ગંધ અમદાવાદમાં સ્મગલર્સ ટોળકીના સાગરીત મુંદરા મુકાયા..!

27 July

ભુત ગયાને પલિત જાગ્યા.! : ચોરના ભાઈ ઘંટી ચોર મુકી દેવાયા કે કેમ?




રાજયભરના સુપ્રીટેન્ડેન્ટ રેન્જ તથા ઈન્સપેકટર કક્ષાના રપપ અધિકારીઓના બદલીના ગઈકાલે વછુટેલા આદેશોમાં નગદ નારાયણની જ બોલબોલા રહી હોવાની કસ્ટમવિભાગના રાજયના વડાને પહોંચી લેખિત નામજોગ ફરીયાદ

અજીતને મુંદરા મુકવામાં આવ્યો છે, હવે કયા કયા ખોટા ધંધાઓને નહી મળે છુટ : આ અજીતનો કચ્છનો ભુતકાળ ચકાસી તો લ્યો? કેટલો ટાઈમ અહી સેવારત હતો? કયા કયા હતો? કેવા કેવા કારનામાઓમાં અજીતનું ઉછળી ચુકયુ હતુ નામ ? આ અજીત જેવઓ જ દાણચોર ટોકળીને મીસડીકલેરેશન કરવાના નવા નવા રસ્તાઓ-કીમીયાઓ શીખવાડી ગયા હોવાની થઈ હતી ચર્ચા : અજીત એ તો જામનગરના 
નરેન્દ્ર જેવા સીગારેટ સ્મગર્લસને ફુલ્યોફાલ્યો કરી દીધો હતો અને અજીતે આ નરેન્દ્ર સાથે પોતાના સબંધીને ભળાવીને મોટો વેરહાઉસ ખડકી દીધા હતા, ઝોનમાં ૧૦ લાખની સિગારેટ જે યુનિટમાં આવતી એક જાબાંજ અધિકારીએ પકડી પાડી હતી તે 
લાસ્પીરીટ યુનિટ પર પણ કયા ભ્રષ્ટ બાબુના ૪ હાથ હતા?


બદલીના જાહેર થયેલા નામોના ૬૯ નંબર પછીના નામોની ચકાસણીઓ જો કોઈ મોટી એજન્સી કરશે તો આ અધિકારીઓની બદલી કસ્ટમની નીતી-નિયમોનો ભંગ કરીને કરવામાં આવી હોવાનુ ફલિત થશે : ફરીયાદીનો મોટો અંગુલીનિર્દેશ : ભ્રષ્ટાચાર-લાંચ અને વ્હાલા-દવલાની નીતીઓ પણ થશે છત્તી : આ પ્રકારની બદલીઓમાં જો ખરેખર વહીવટ થયો હોય તો હવાલાકૌભાંડો પણ સામે આવી શકે, આ મુજબની બદલીઓથી પારદર્શીતાના માપદંડોનો પણ થયો છડેચોક ભંગ



ગાંધીધામ : ગુજરાત રાજયના કસ્ટમવિભાગના ચીફ કમિશ્નરશ્રી દ્વારા ગત રોજ અમદાવાદ ઝોન તથા વડોદરા ઝોન સહિતમાંથી રાજયના એસપી કક્ષાના અને સુપ્રિટેન્ડેન્ટ સ્તરના અધિકારીઓની સામુહીક બદલીનો ઘાણવો વછુટી ગયો છે. લાંબા સમય બાદ રાજય કસ્ટમ કમિશ્નરશ્રી દ્વારા એક સાથે આટલા બધા અધિકારીઓની સાગમટે બદલી કરવામા અવી છે તે સરકાર અને ટ્રેડના હિતમાં કરવામંઆવી હોવાનુ ચિત્ર એકચોટ ઉપસતુ હતુ પરંતુ હકીકતમાં તો બદલીમાં મોટા પ્રમાણમાં વહીવટ કરાયો હોય તેવા નામોનો સમાવેશ થવા પામ્યો છે તેમાં પણ ખાસ કરીને કંડલા-મુંદરા બાજુ જેમને મુકવામા આવ્યા છે તે ક્રીમ પોસ્ટીંગમાં મોટી આર્થિક લેવડદેવડ કરવામા આવી હોવાનુ આ ફરીયાદમાં સ્પષ્ટ પણે જણાવી દેવામા આવ્યું છે. જે નામોની વિગતવાર માહીતી આપવામાં આવી છે તેમાં કેટલાક નામો કસ્ટમની ટ્રાન્સફર પોલીસી-નીતી નિયમોને નેવે મુકીને અપાઈ છે જેનો નામજોગ ઉલ્લેખ કરાયો છે તો વળી અમુક તત્વો તો અમદાવાદ એરપોર્ટ પર પકડાયેલા દાણચોરી યુકત સોનાના જથ્થામાં પણ ઈન્વોલવમેન્ટ ધરાવતા હોવાનુ ખાતાકીય તપાસમાં ખુલી ચુકયુ હતુ અને તેવાઓને મુંદરા જેવા ક્રીમ પોસ્ટીંગ આી દેવામાં આવી હોવાનું આ ફરીયાદમાં સ્પષ્ટ રીતે જણાવાયું છે. કસ્ટમ કમિશ્નર ગુજરાત રાજયને લેખિતમાં કરવામાં આવેલી ફરીયાદની જો વાત માંડીએ તો પ્રધાનમંત્રી કાર્યાલય સુધી થયેલી ફરીયાદમાં કહેવાયુ છે કે, અમદાવાદ ઝોનલ કમિશ્નર ગુજરાત રાજય દ્વારા જે બદલીના ઓર્ડર કરવામા આવ્યા છે તેમાં મોટી રકમના આર્થિક વ્યહવારો થયા છે. વિભાગ દ્વારા કસ્ટમના અધિકારીઓની બદલીને માટે ચોકકસ ગાઈડલાઈન-પોલીસી બનાવવામા 
અવી છે.



....................




ઉચ્ચ એજન્સી કરે તપાસ : બદલીના ઓર્ડર એડીશ્નલના બદલે
ડેપ્યુટી કમિશ્નરની સહીથી કેમ? ચીફ કમિશ્નર અંધારામાં કે...?


ગાંધીધામ : કંડલા-મુંદરા સહિતમાં ક્રીમ પોસ્ટીંગના ધીંગા રૂપીયા લેવાયા હોવાની ફરીયાદ કરાઈ છે તેની સાથોસાથ જ કોઈ ઉચ્ચ એજન્સી જો આ બદલીના આદેશોની તપાસ કરશે તો ઘણુ બધુ બાહરા આવશે અને તેમાં અધિકારીઓની ભુમીકાઓ સામે પણ સવાલ કરેલા છે. ફરીયાદીએ સવાલો ઉઠાવ્યા છે કે, અમદાવાદ ઝોનના ચીફ કસ્ટમ કમિશ્નર શ્રી દીપશેખરજી આગામી ૩૧મી જુલાઈના રોજ થાય છે રીટાયર્ડ, એટલે જ અધિકારીઓની બદલીઓ તેમના મનગમતા સ્થળોએ પણ કસ્ટમની પોલીસીને નેવે મુકીને રોકડ વ્યહવારથી કરવામાં તો નથી આવીને? આવો સવાલ એટલે પણ થવા પામી રહ્યો છે કે, ડે.કમિશ્નર મહેન્દ્ર કુમારની પણ મોટી આ લેવડદેવડમાં  સંડોવણી હોવાનુ દર્શાય છે. ટ્રાન્સફર ઓર્ડર રાબેતામુજબના એડી.કમિશ્નર શ્રી નીતીન નાગોરીની સહીના બદલે આ વખતે ડે.કમિશ્નર મહેન્દ્ર કુમારની સહીથી કેમ કરવામાં અવ્યા? પાછલા અમુક વરસોના બદલીના ઓર્ડરની ચકાણસી કોઈ મોટી એજન્સી કરશે તો તે બધાય એડી.કમિશ્નરની સહીથી જ થયેલા જોવાશે તો આ વખતે ડે.કમિશ્નરની સહીથી કેમ ઓર્ડર વછુટયા?



................



સ્મગલીંગકૌભાંડમાં એરપોર્ટથી ખસેડી દેવાયેલ ગૌરીશંકર
મીનાને મુંદરા મુકી દેવાયા? છે ને..રૂપીયાની બોલબોલા..
!


ડે.કમિશ્નર મહેન્દ્રકુમારના ઓડીયો કોલ રેકોર્ડસ તપાસ થશે તો નાણાકીય લેવડદેવડ ખુલશે : ભ્રષ્ટાચારી અધિકારીઓને રીવોર્ડ આપી દેવો તે કસ્ટમ વિભાગની કોઈ જ પોલીસીમાં લખાયેલું નથી



શ્રી મહેન્દ્રકુમર અને ગૌરીકંરની સાંઠગાંઠ જુની છે, સુરેન્દ્રનગર જીલ્લામાં સીજીએસટીમાં શ્રી મહેન્દ્રકુમાર આસી.કમીશ્નર તરીકે હતા તે વખતે ગૌરીશંકર ત્યાં ઈન્સ્પેકટર સ્તરે ફરજ બજાવી ચૂકયા છે



ગાંધીધામ : કંડલા-મુંદરામાં મુકાયેલા કસ્ટમ અધિકારીઓ સહીતનાઓમં પોલીસીનો ભંગ, ભ્રષ્ટચારીઓ તથા ગંભીર પ્રકારના ગુનામાં પણ રહેલા છે તેવાઓની સામે ખાતાકીય તપાસ કરવાના બદલે તેમને મુંદરા જેવા ક્રીમ પોસ્ટીગ આપી દેવાયાની જે ફરીયાદ થઈ છે તેમાં નામજોગ થયેલી ફરીયાદમાં ગૌરીશંકર મીનાનુ નામ પણ દર્શાવાયું છે. આ ગૌરીશંકર મીના જામનગરથી પ્રમોશન આપી અને અમદાવાદ ઝોનલમાં થોડા સમય પહેલા મુકવામા આવ્યા હતા. તેઓને અમદાવાદ એરપોર્ટ પર નિમણુક આપવામા આવી હતી. તે વખતે ચેન્નઈ તથા અમદાવાદ ડીઆરઆઈના સંયુકત ઓપરેશનમાં સ્મગલર્સ સાથે કસ્ટમના કેટલાક અધીકારીઓના નામો ખુલ્યા હતા જેઓને એરપોર્ટથી ખસેડી દેવામા આવ્યા હતા અને તે યાદીમાં આ ગૌરીશંકર મીનાનો પણ સમાવેશ હતો.આ ગૌરીશંકરની સામે પગલા લેવાના બદલે તેને મુંદરા જેવુ ક્રીમ પોસ્ટીગ આપી દેવાયું છે.ખરેખર તે કસ્ટમની બદલીની પોલીસીને અનુરૂપ નથી.ફરીયાદીએ આ બદલી પૈસાની લેતીદેતીથી થયાનો આક્ષેપ કર્યો છે અને તે રકમની લેવડદેવડ પણ ડે.કમિ.શ્રી મહેન્દ્રકુમાર મારફતે જ કરાઈ હોવાનો પણ આરોપ લગાવાયો છે.


...................


વિનોદકુમાર-મોહમ્મદ જુબેર-સુજીતકુમારની મુંદરામાં  ક્રીમ પોસ્ટીંગ નિયમોને નેવે મુકીને કરાઈ

ગાંધીધામ : ફરીયાદીએ જે ફરીયાદ કરી છે તેમાં અન્ય અધિકારીઓના નામો પણ લખેલા છે અને કહ્યુ છે કે, વિનોદકુમાર, મોહમ્મદ જુબેર, સુજીતકુમારની જે બદલીઓ કરાઈ છે તેમાં પણ કસ્ટમ વિભાગની બદલીના નિયમો અનુસાર કોઈ અધીકારી એક જ કમિશ્નરેટમાં ચાર વર્ષ માટે નિયુકત કરવામાં આવતો હોય છે, તેને ચાર વર્ષનો સમયકાળ ત્યા જ પુરો કરવાનો હોય છે સિવાય કે કોઈ મેાટા કારણો અથવા તો પર્સનલ કોઈ એવી મોટી સમસ્યાઓ આવી પડી હોય. ફરીયાદીએ જે ફરીયાદ કરી છે તેમાં દર્શાવ્યુ છે કે, આવી કોઈ પોલીસ કસ્ટમની છે કે નહી તે પણ અહી તપાસનો વિષય બની રહ્યો છે. જો કસટ્‌મની નીતીનો ઉલ્લઘન ફરીયાદી દેખાડ છે તો તે અનુસાર તપાસ થવી જોઈએ અને કોઈ જ પોલીસીના અહી ભંગ થવા પામ્યા ન હોય તો આ અધિકારીઓને રાબેતામુબજ પોસ્ટીંગ આપવુ જોઈએ. 

 

Comments

COMMENT / REPLY FROM