K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કંડલામાં ઝડપાયેલી ૧.૮૦ કરોડની સોપારી  કેસમાં પાંચ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ

22 July


આ કેસમાં પોલીસ કસ્ટમની કેમ મદદ નથી લેતું ?

આ પ્રકરણમાં ટ્રાન્સપોટ પર કેમ મીઠી નજર ?



રોકસોલ્ટને બદલે દુબઈથી ઈમ્પોર્ટેડ સોપારીની ગેરકાયદે આયાત કરી 
સરકારને ટેકસ ન ભરી ખોટા દસ્તાવેજો ઉભા કરી કાવતરૂં રચાયું





ગાંધીધામ : કચ્છમાં પોર્ટ મારફતે સોપારીની ગેરકાયદે હેરફેર અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. ભૂતકાળમાં મુન્દ્રામાં સોપારીના નામે મોટો તોડકાંડ થયો હતો. જેમાં બે પોલીસ કર્મચારી હજુય ફરાર છે. તેવામાં કંડલા મરીન પોલીસે બાતમીના આધારે સીંધા નમકની આડમાં સોપારીની ગેરકાયદે હેરફેર પકડી પાડી હતી. ૧.૮૦ કરોડની સોપારી અને કન્ટેઈનર ટ્રક સહિત ૧.૮પ કરોડનો મુદ્દામાલ કબજે કરી તે સમયે બે શખ્સોની અટકાયત કરાઈ હતી, જેની તપાસમાં સરકાર સાથે છેતરપિંડી થયાનું ધ્યાને આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પૂર્વ કચ્છ પોલીસવડા સાગર બાગમારની સુચનાથી મિલ્કત સબંધી ગુનાઓ શોધવા માટે કંડલા મરીન પોલીસ પેટ્રોલીંગમાં હતી એ દરમ્યાન કંડલા મરીન પોલીસના હેડ કોન્સ્ટેબલ મહેશભાઈ અને કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહને બાતમી મળી હતી કે, શંકાસ્પદ કન્ટેઈનરમાં સોપારી કાઢી લઈ તેની જગ્યાએ સીંધા નમકની બોરીઓ ભરી છળકપટ કરી હેરફેર થવાની છે, જેથી પીઆઈ એ. એમ. વાળાના નેતૃત્વમાં પીએસઆઈ વાય. પી. ગોહિલ તથા કંડલા મરીન પોલીસ સ્ટાફના કર્મચારીઓ દ્વારા એલ.એમ.જી. ગોડાઉન નંબર ૧૪ ખાતે આવી તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ કન્ટેઈનરમાં સોપારીના ટુકડા ભરેલા હતા. જેથી ૧.૮૦ કરોડની સોપારી સાથે જી.જે.૧ર વાય ૭પ૯૧ નંબરનું ટ્રક કન્ટેઈનર કબજે કરવામાં આવ્યું હતું. ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૬/૧ હેઠળ તપાસ માટે મુદ્દામાલ કબજે કરાયો છે. આ સાથે રાધનપુરના મોટી પીપડીના અનીલ છગનભાઈ બારોટ અને આદીપુરના અરૂણ ગોવિંદભાઈ આહિરની અટક કરી તપાસ વેગવાન બનાવાઈ હતી. જેમાં સરકાર સાથે વિશ્વાસઘાત થયાનું સામે આવ્યું છે. મામ ટ્રેડીંગ કંપની મુંબઈના કાળુરામ દ્વારા રોકસોલ્ટના બદલે દુબઈથી ઈમ્પોર્ટેડ સોપારીની વેચાણના હેતુ માટે આયાત કરવામાં આવી હતી. આ ગેરકાયદેસર આયાતના કારણે સરકારમાં ટેકસની રકમ ભરપાઈ ન થતા સરકારને આર્થિક નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું. તેમજ ખોટા બીલ, ખોટા ઈલેકટ્રોનિક રેકોર્ડ તેમજ અન્ય જરૂરી દસ્તાવેજી પુરાવા બોગસ ઉભા કરી તેનો ખરા તરીકે ઉપયોગ કરી કાવતરૂં ઘડવામાં આવ્યું હતું. જેથી કાળુરામ ઉપરાંત વરસામેડીના અનીલ છગનભાઈ બારોટ, મેઘપર બોરીચીના કરણ ગોવિંદભાઈ કાનગડ, આદીપુરના અરૂણ ગોવિંદભાઈ કાનગડ, આદીપુરના વરૂણ રમેશ મોહન (મુળ દિલ્હી), તેમજ તપાસમાં નીકળે તે ઈસમો સામે કંડલા મરીન પોલીસમાં ગુનો દાખલ કરાયો છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ વિગતો એકઠી કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.



........................





કચ્છઉદયના અહેવાલને સમર્થન : 
હજુ’ય મુંબઈના કાળુના લ્યો કડક રીમાન્ડ





રોકસોલ્ટની આડમાં સોપારીની હેરફેરના પર્દાફાશ પોલીસે કર્યા બાદ તરત જ આ પ્લેટફોર્મ પરથી તા.૨૦-૭-૨૪ના પાના ન. ૮ પર અહેવાલ ઉજાગર કરાયો હતો અને તેમાં સંજયસિહ ઉર્ફે કાળુને ઝડપો તો ઘણુ બધુ બહાર આવશે તેવી સુચક ટકોર કરાઈ હતી જે બાદ થયેલી કાર્યવાહીમાં મુંબઈના કાળુરામના કડક રીમાન્ડ લેવાની જરૂર છે. 

Comments

COMMENT / REPLY FROM