K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

૨૪,૭૦૦થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની સરકારની જાહેરાત

03 July


મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં શિક્ષકોની ભરતીના આયોજન માટે ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડરને આખરી ઓપ અપાયો : ટેટ-ટાટ પાસ સહિતના યુવાઓના વિશાળ હિતમાં રાજ્ય સરકારનો ઉદ્દાત અભિગમ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે. શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડીંડોર તેમજ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાના માર્ગદર્શન હેઠળ આ સૂચિત ભરતી કેલેન્ડરનાં સમયબદ્ધ અમલીકરણ થકી આગામી ઓગષ્ટથી ડિસેમ્બર - ૨૦૨૪ દરમિયાન અંદાજે ૨૪,૭૦૦થી વધુ શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટેની જાહેરાત પ્રસિદ્ધ કરીને ભરતીની પ્રક્રિયા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની વર્તમાન સરકારે રાજ્યના યુવાઓના વિશાળ હિતમાં કરેલા આ મહત્વપૂર્ણ આયોજનની વિસ્તૃત વિગતો આપી હતી.ભરતી પ્રક્રિયાના સૂચિત કેલેન્ડર અનુસાર ગ્રાન્ટેડ શાળાઓમાં આચાર્યની ૧૨૦૦ જેટલી અંદાજિત સંખ્યા અને ગ્રાન્ટેડ શાળાઓમાં જુના શિક્ષકની અંદાજિત ૨૨૦૦ જેટલી જગ્યાઓ ભરવા માટે સંભવિત જાહેરાતની તા. ૧-૮-૨૪ રહેશે. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ મળીને અંદાજે ૪૦૦૦ જેટલી જગ્યાઓ માટે ૭૫૦ અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સહાયક માટે ૩૨૫૦ જગ્યાઓનો સમાવેશ થાય છે તેની સંભવિત જાહેરાતની તા. ૧-૯-૨૪ ૨હેશે. ઉપરાંત સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયકની કુલ ૩૫૦૦ જગ્યાઓ માટેની જાહેરાતની સંભવિત તા.૧-૧૦-૨૪ રહેશે. સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-૨ પાસ ઉમેદવારો માટેની અંદાજે ૭૦૦૦
જગ્યાઓ માટેની સંભવિત ભરતી જાહેરાતની તા. ૧-૧૧-૨૪ ૨હેશે. વિદ્યાસહાયક (અન્ય માધ્યમ) ટેટ-૨ પાસ ઉમેદવારોની અંદાજે ૬૦૦ જેટલી જગ્યાઓ માટે સંભવતઃ તા. ૧-૧૧-૨૪ના રોજ જાહેરાત કરાશે. ગુજરાતી માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટ-૧ પાસ ઉમેદવારો માટેની અંદ જે પ૦૦૦ જગ્યાઓ માટે તેમજ સરકારી પ્રાથમિક શાળાઓમાં અન્ય માધ્યમમાં વિદ્યાસહાયક તરીકે ટેટૂ-૧ પાસ ઉમેદવારો માટેની અંદાજે ૧૨૦૦ જગ્યાઓ માટે ભરતી માટે સંભવતઃ તા. ૧-૧૨ના જાહેરાત થશે. રાજ્ય સરકારના તા. ૨૯-૦૪-૨૦૨૩ના ઠરાવ પ્રમાણે સ૨કારી અને અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ભરતી માટે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકના ઉમેદવારો માટે વર્ષ ૨૦૨૩માં લેવાયેલ દ્વિસ્તરીય શિક્ષક અભિરૂચી કસોટીના પરિણામને જ ધ્યાને લેવામાં આવશે.

Comments

COMMENT / REPLY FROM