K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

કંડલામાં શંકાસ્પદ ખાંડ-ચોખાની ગાડી-શખ્સો દબોચાયા, ૫ણ, ચોપડો હજુ’ય નીલ..! તોડનું સેટીંગ ચાલતું હોવાની ચર્ચા!

28 June




એકાદ અઠવાડીયા પહેલા આધાર-પુરાવા વિનાના ખાંડ અને ચોખાના જથ્થા સાથે ૧૦થી વધુ શખ્સોને પકડી પડાયા ઉપરાંત પણ પોલીસ ચોપડે ન દેખાડવામા આવતા ઉઠી રહ્યા છે તરેહ તરેહના સવાલો : શું ચોરાઉ મુદામાલની હેરફેર કરનારાઓને આધાર-પુરાવા રજુ કરવાની વ્યવસ્થાઓ માટેનો સમય અપાઈ રહ્યો છે? કે પછી મસમોટી રકમમાં મામલો રફેદફે કરવાની ચાલી રહી છે પેરવી?



ગાંધીધામ : દેશના મહાબંદર પેકીના એક એવા કંડલા પોર્ટ પર આવતી વિદેશી વસ્તુઓ કે પછી અહીથી જઈ રહેલી ચીજવસ્તુઓમાં આયોજનબદ્ધ રીતે મોટા મોટા ખાતરો પાડવા, ચોરીઓ કરવી અને તે ચોરાઉ વસ્તુઓની ગેરકાયદેસર હેરફેર કરવાની દીશામાં એક બંધ થાય અને બીજી મોટી ટોળકી સક્રીય બની જ જતી હોય છે. આવી ગેગને અહીના સ્થાનીક ખાખીધારીઓની રહેમનજર કે અમી દ્રષ્ટી  હોય તો જ આ પ્રકારના ચોરાઉ મુદામાલની હેરફેર કરી શકાતી હોય છે તે સૌ કોઈ જાણે છે. અને તેથી જ કેટલાક પલળેલા ખાખીધારીઓની ભુમિકા પણ આ મુજબની હેરફેરમાં સમયાંતરે શંકામાં આવતી જ રહેતી હોય છે. દરમ્યાન જ કંડલા પોલીસ મથકની હદમાં આ જ પ્રકારના શંકાસ્પદ અથવા તો આધારપુરાવા વિનાના ખાંડ અને ચોખાના મોટા જથ્થાને બરામદ કરી લેવામા આવયો હોવાનુ ચર્ચાય છે. કહેવાય છે કે, આ પ્રકારના જથ્થાની સાથે ૧૦થી વધુ જેટલા શખ્સોને પણ આજથી બે-પાંચ દીવસ પહેલા જ પકડી પાડવામા આવ્યા છે પરંતુ હજુ સુધી ન તો આવો આધાર પુરાવા વિનાનો જથ્થો પાલીસ ચોપડે દેખાડાયો છે કે ન તો ઝડપાયેલા શખ્સોને પણ અટક દેખાડવામા આવી? આમ થયુ હોવાથી વધુ એક વખત જાણકારોમાં તરેહ તરેહના સવાલો ઉભા થવા પામી રહ્યા છે. કેમ આવુ કરવામ અવ્યુ છ? જાગૃતી પૂર્વક ચોરાઉ ચીજવસ્તુનેી હેરફેર અટકાવાઈ છે તે તો સારી વાત છે પરંતુ હવે તેની સામે ધોરણસરના પગલા લેવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે? કે પછી ચોરાઉ વસ્તુઓની હેરફેર કરનારાઓને આધાર-પુરાવા રજુ કરવાની વ્યવસ્થાઓ કરી શકે અને મુદામાલ છોડાવી દે અને સબંધિત પલળેલા ખાખીધારીઓના મોઢે પણ ભ્રષ્ટ ડુચ્ચાઓ ભરાવી દે તેની ઈંતેજારી કરવામા આવી રહી છે?

Comments

COMMENT / REPLY FROM