K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

પૂર્વ કચ્છ એસપીશ્રી કરે જાત તપાસ : અંજાર પટ્ટામાં  તેલચોર ભરત કોના જોરે બિનધાસ્ત તેલચોરી કરે છે!

28 May




પૂર્વ્‌ કચ્છ એસપીશ્રી કચ્છના ટેન્કરોમાં રાજસ્થાનમાં થતી તેલચોરીને ડામી દીધી છે, તો પછી 
આ ભરત અંજાર પટ્ટામાં કેમ બેખોફીથી લાંબા સમયથી તેલચોરીનું ધમધમાવી રહ્યો છે નેટવર્ક? 



આ ભરત લાંબા સમયથી તેલચોરીને આપી રહ્યો છે અંજામ, બહારની એજન્સીઓ, આઈજી સાહેબની ટુકડીઓ સહિતનાઓ આ ભરતના અડ્ડાઓ પર ત્રાટકી ચુકી છે, છતા ફરી ફરીને ભરત તેલચોરીમાં સત્તાવાર ચોપડે પર ચડતો જ રહેવા પાછળનુ રહસ્ય શું છેઃ આ ભરતની સામે હકીકતમાં પાસા તળે જ કરવી જોઈએ કાર્યવાહી 



ગાંધીધામ : પૂર્વ કચ્છમાં અંજાર પાસે તાજેતરમાં જ એલસીબીની ટીમે સીપીયુ તેલના જથ્થો પકડી પાડયો છે અને તેમાં ભરત નામનો શખ્સ પણ ચર્ચામા આવી ગયો છે. 
ત્યારે જાણકારો કહી રહ્યા છે કે પૂર્વ કચ્છ એસપીશ્રીએ આ બાબતે જાત તપાસ કરવી જોઈએ કે આ ભરત ફરી ફરીને તેલચોરીના ધંધામાં લીપ્ત થાય છે તો કોના ખીલે અને જોરે કુદાકુદ કરી રહ્યો છે.? વિવિધ એજન્સીઓ આ ભરતના તેલચોરીના અડ્ડાઓ પર ત્રાટકી ચૂકી છે ઉપરાંત પણ ફરી ફરીને ભરત અહી કેમ  તેલચોરી બેખોફીથી કરી રહ્યો છે?આ બાબતે જાણકારો કહી રહ્યા છે કે, તાજેતરમા જ પૂર્વ કચ્છ એલસીબીની ટીમ દ્વારા અંજારના મેઘપર બોરીચી વિસ્તરામાં મહાદેવના મંદીર સમીપે આવેલા દાડમદાદા લોજીસ્ટીકની બાજુમાં બાવડની જાડીમાથી સીપીયુ તેલનો ચોરાઉ અને આધાર પુરાવા વિનાનો જથ્થો પકડી પાડયો છે. અને તેમાં ભરતનુ નામ ખુલવા પામ્યુ છે. અહી સવાલ થવા પામી રહ્યો છે કે, ભરત નામનો તેલચોરી આટલો બિનધાસ્ત બનીને તેલચોરીના ધંધાઓને ધમધમાવી રહ્યો છે કેવી રીતે? કોના જોરે અને કયા રાજકારણીના પીઠબળથી ભરત ફાટીને ફુલેકે ગયો છે.? આવુ એટલા માટે કહેવાય છે કે, પૂર્વ કચ્છના વર્તમાન એસપીશ્રી સાગર બાગમાર દ્વારા તો ચેમ્બરભવમાં યોજાયેલી બેઠકમાં છેડાયેલ મુદો કે, અહીના ઓઈલના ટેન્કરોની રાજસ્થાનમાં ચોરીઓ થાય છે તે મુદાને ગંભીરતાથી લઈ અને રાજસ્થાન પોલીસ સાથે સંકલન સાંધી અને ત્યા કચ્છના ટેન્કરોમા ચાલતી લુટ-ચોરીઓને ડામી દીધી છે, પરંતુ કચ્છમાં જ અંજાર પટ્ટામાં બિનધાસ્ત રીતે તેલચોરીને અંજામ આપી રહ્યો છે? તેનો ધંધો અંજારમાં કોઈ અટકાવી શકતુ નથી? એસપીશ્રીએ તપાસ કરવાની જરૂર છે કે આ ભરત કોના ખીલે કુદી રહ્યો છે? આ ભરતના તેલના અડ્ડાઓ પર અગાઉ બહારની એજન્સીઓ, વિજિલન્સ, આઈજીશ્રીની ટીમો સહિતનાઓ અલગ અલગ સમયે રેઈડ કરી ગઈ છે, પરંતુ આ ભરત છે કે, જેનો ધંધો બંધ જ નથી 
થતો.

Comments

COMMENT / REPLY FROM