K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

ભુજ ફલાઈંગ સ્કવોર્ડની સતર્કતા સરાહનીય : મુરચબાણમાં સુજલામ સુફલામ નામે ખનીજચોરીમાં ફટકાર્યો દંડ.!

25 May

સુજલામ સુફલામ યોજના તળે તળાવો-જળાશયો ઉંડા કરવાના નામે રોયલ્ટી પાસ-પરવાના વિના જ ખનીજ ઉપાડનારાઓને ભુજ ફલાઈંગ સ્કવોર્ડના શ્રી શાહની ટીમે પકડી લીધા બાદ આગળ ધપાવાઈ કાર્યવાહી 

મુરચબાણ વાળા કેસમાં પાર્ટીને ૪ લાખનો દંડ ફટકારાોય છે, જે પાર્ટીએ ભરી દીધો છે, ઉપરાંતની વર્ક ઓર્ડર સહિતની ક્રોસ વેરીફીકશેનની કાર્યવાહી ચાલી રહી છે : શ્રી શાહ(ભુજ ફલાઈંગ સ્કવોર્ડ, ખાણખનઝ વિભાગ)


ગાંધીધામ : સુજલામ સુફલામ યોજનાના નામે જગ્યાઓ મંજુર કરાવી અને જળાશયો ઉંડા કરવાના પ્રમાણમાં ખનીજ ચોરી આયોજનબદ્ધ રીતે કરવામા આવી રહી હોવાની વધતી ફરીયાદ બાદ તંત્ર હરકતમાં આવવા પામ્યુ હતુ અને તે અંતર્ગત જ થોડા સમય પહેલા ભુજ ખાણખનિજ વિભાગની ફલાઈંગ સ્કવોર્ડના શ્રી મેહુલ શાહના માર્ગદર્શન હેઠળ તેઓની ટીમે લખપત પટ્ટાના મુરચબાણમાંથી ચાર જેટલા વાહનો આધાર-પુરાવા કે રોયલ્ટી પાસ પરવાના વિના ખનન કરી રહેલા ચાર જેટલા વાહનો-સાધનો જપ્ત કરી અને દયાપાર પોલીસને સોપ્યા હતા. અને હવે આ કામ સબબ ભુજ ફલાીંગ સ્કવોર્ડ ખાણખનિજ વિભાગ દ્વારા સબધિત પાર્ટીને ગેરકાયદેસર ખનન બદલ ચાર લાખનો દંડ ફટકારી અને તેની રિકવરી પણ કરી હોવાનુ જાણવા મળ્યું છે. 
બીજીતરફ આ બાબતે સમયસુચકતા દાખવી અને કાર્યવાહી કરનાર ભુજ ફલાઈંગ સ્કવોર્ડ ખાણખનીજ વિભાગના શ્રી મેહુલ શાહને પુછતા તેઓએ કહ્યુ હતુ કે, ફરીયાદ ધ્યાને આવતા અમારી ટીમે સ્થળ પર આકસ્મીક ચકાસણીઓ કરી હતી અને તે વખતે ખનન ચાલુ હતુ જેના આધાર-પુરાવાઓ માંગતા મળી આવ્યા ન હોવાથી ચાર જેટલા વાહનો કબ્જે કરી અને દયાપાર પોલીસ મથકે જમા કરાવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ખનીજ ખનન જે કરવામા અવ્યુ હતુ તેના આધાર પુરાવાઓ -રોયલ્ટી પાસ પરવાનાઅ ન મળવા પામતા નિયમ આધારીત સેવ-માપણી સીટ બનાવવાની કામગીરી કરી અને ખનન કરનારને ચાર લાખનો દંડ ફટકારી અને તેની રીકવરી કરેલી છે. સુજલામ સુફલામ યોજના તળે તળાવ ઉંડા કરવાની આડમાં ખનીજ ઉપાડાતુ હતુ કે કેમ? તે મામલે વધુ તપાસ ચાલી રહી છે, જેમાં પાર્ટીના આધાર-પુરાવાઓ નિવેદનો સામે આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે તેવુ શ્રી શાહે જણાવ્યુ હતુ. 



......................




કલેકટરશ્રી કેમ ન આવે એકશનમાં? લખપત પટ્ટામાં 
૧૦થી વધુ મશીનોથી થાય છે બેફામ ખનીજચોરી?



ગાંધીધામ : ચોમાસા પહેલા જળાશયો અને તળાવોને ઉડા કરી અને તેમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાના શુભ ઉદેશ્ય સાથે સુજલામ સુફલામ યોજના સરકારે કાર્યાન્વિત કરી છે પરંતુ કચ્છના છેવાડાના લખપત પટ્ટામાં આ યોજનાની આડમાં ધુમ ખનીજચોરીઓ તંત્રના પલળેલા તત્વોની મીલીભગતથી જ આચરવામાં આવી રહી હોવાની સ્થિતી સર્જાઈ છે. હાલમાં મુરચબાણ વિસ્તારમાં એક કેસ થયો અને તેમાં દંડ પણ ફટકારી દેવાયુ છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, લખપત પટ્ટામાં આવા તો ૧૦થી વધુ જેટલા મશીનો હાલના સમયમાં કાર્યરત રહેલા છે. અને ધુમ ખનીજચોરી કરવમાા આવી રહી છે.


......................



પશ્ચીમ કચ્છ એસપીશ્રી પણ કેમ ન કરે વક્રદ્રષ્ટી? 
મશીનદીઠ ભ્રષ્ટ ખાખાધારીઓને મળે છે હપ્તા!



ગાંધીધામ : અબડાસા પટ્ટામાં ખનીજચોરો પર એક પછી એક મોટી તવાઈઓ બોલાવવામા આવી રહી છે અને તેથી જ અહી કેટલાક ચમરબધી ખનીજચોરો આ માટીની બેનામી આવકનો સ્વાદ ચાખી ચુકયા છે તેઓનો મોહ છુટતો જ ન હોય તેવી રીતે હવે અમુક માથાભારે અને ખનીજચોરીમાં ચકચારી રહેતા માફીયાઓ હવે લખપત પટ્ટા બાજુ વળી ગયા છે. લખપત પટ્ટામાં હાલમાં સુજલામ સુફલા યોજના તળે વર્ક ઓર્ડર મેળવી અને અહીથી ધુમ ખનીજચોરી આચરવામા આવી રહી છે. કલેકટરશ્રી રેવેન્યુની દ્રષ્ટીએ સબંધીત વિભાગોના સંકલન કરાવી અને આ ભોપાળાને અટકાવે તો પશ્ચીમ કચ્છ એસપીશ્રી મહેન્દ્ર બગડીયા પણ ચાંપતી નજર રખાવી અને અહી ૧૦થી વધુ જેટલા મોટા મોટા મશીનો લગાડી અને જે ખચીજચોરી આદરવામાં આવી રહી છે તેમાં કયા કયા પલળેલા ખાખીધારીઓને લાખોનામસમોટા તગડા હપ્તા મળી રહ્યા છે? કયા ખાખીધારીઓની મીઠીનજર અથવા તો રાહબરી હેઠળ અહી ધુમ ખનીજચોરી ચાલી રહી છે તેઓને પણ સીધા દોર કરવા ઘટે.
 

Comments

COMMENT / REPLY FROM