K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
સ્થાનિક સમાચાર

અસગર ઉર્ફે કારા પર પૂર્વ કચ્છ પોલીસની તવાઈ : વધુ એક માથાભારે ઈસમને કરાયો તડીપાર

16 May



ગાંધીધામ : મીઠીરોહ૨ ગામના વધુ એક માથાભારે ઈશમને કચ્છ,મો૨બી,પાટણ તથા સુરેન્દ્રનગર જીલ્લાઓમાંથી એક વર્ષ માટે ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ દ્વારા તડીપાર કરવામા આવ્યો છે. આ અંગે જાહેર કરાયેલી યાદી અનુસાર મ્હે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોડીયા સાહેબ સરહદી રેન્જ-ભુજ નાઓ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગ૨ બાગમાર સાહેબનાઓ તરફથી જીલ્લામાં અવાર નવાર શરીર સંબધી ગુનાઓ આચરતા ઈશમો ઉ૫૨ જરૂરી પગલાઓ લેવા સુચના આપેલ હોય અને આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ ત૨ફથી ૫ણ જરૂરી સુચના તેમજ અટકાયતી પગલા લેવા જણાવવામાં આવેલ હોય જે અનવ્યે પોલીસ 
ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી નાઓ દ્વારા ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવા૨ ગંભી૨ પ્રકારના શ૨ી૨ સંબધી ગુનાઓ કરતા હોય અને જેના કા૨ણે સમાજની અંદ૨ અસામાજીક પ્રવુતી ફેલાતી હોય તેવા ગુનાહીત માનસિક્તા વાળા ઈસમોની પ્રવુતીને અંકુશમાં લાવવા અને કાયદો વ્યવસ્થા જાળવવા સારૂ મીઠીરોહરગામના ઇશમ વિરૂધ્ધ તેના ગુનાહીત ઇતીહાસ આધારે અત્રેના કચ્છ જીલ્લા માથી તેને તડીપાર કરવા સારૂ દરખાસ્ત તૈયા૨ ક૨ી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ સાહેબ અંજાર નાઓ ત૨ફ મોકલી આપવામા આવેલ જે તડીપાર દરખાસ્ત મંજુર થતા મજકુ૨ ઇસમને હુકમની બજવણી કરી કચ્છ જીલ્લા તથા કચ્છ જીલ્લાને અડીને આવેલ મોરબી,પાટણ તથા સુરેન્દ્રનગર જીલ્લાઓની હદ માથી એક વર્ષ માટે તેને તડીપા૨ ક૨વામાં આવેલ છે. તડીપાર થયેલ ઇસમ અસગર ઉર્ફે કારો ઓસ્માણ કકલ ઉ.વ.૨૪ રહે- મીઠીરોહર તા-ગાંધીધામના ગુનાહિત
ઇતિહાસની વાત કરીએ તો ગાંધીધામ બી ડીવી પો.સ્ટે..ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૭૨ ૨૦૬૮૭/૨૦૨૨ ઈ.પી.કો ૬-૩૨૩, ૨૯૪(ખ), ૫૦૬(૨) તથા જી.પી.એક્ટ ક- ૧૩૫, ગાંધીધામ બી ડીવી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦ ૭૨૨૧૦૬૭/૨૦૨૨ ઇ.પી.કો ક - ૩૨૪,૨૯૪(૫) તથા જી.પી.એક્ટ - ૧૩૫, ગાંધીધામ બી ડીવી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૯૯૩૦૦ ૭૨૩૦૦૩૮/૨૦૨૩ ઇ.પી.કો ૬- ૩૮૦, ૪૫૪, ૪૧૧, ૧૧૪, ગાંધીધામ બી ડીવી પો.સ્ટે.ગુ.૨.નં. ૧૧૯૯ ૩૦૦૭૨૩૧૪૬૨/ ૨૦૨૩ ઈ.પી.કો ક - ૩૨૩, ૫૦૬(૨) સહીતના તળે ગુનાઓ નોધાયેલા છે. આ સફળ કામગી૨ી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેકટર શ્રી એમ.ડી.ચૌધરી તથા પો.સબ ઇન્સ. શ્રી એલ.એન.વાઢીયા તથા સર્વેલન્સ સ્ટાફના 
પોલીસ કર્મચારીઓ દ્વા૨ા ક૨વામા આવેલ છે.

 

Comments

COMMENT / REPLY FROM