K U T C H U D A Y
Trending News

શાબાશ છે પૂર્વ કચ્છ ખાણખનિજ અધિકારી શ્રી પટેલની ટી...

Thursday, 03 April
ક્રાઈમ

લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સો ઝડપાયા

12 May



સ્થાનિક બાલાસર પોલીસે કાર્યવાહી કરી શરાબની મોટી હેરફેર અટકાવી 


ભુજ : વાગડ વિસ્તારમા અવાર-નવાર દારૂની રેલમછેલના બનાવો સામે આવતા હોય છે ત્યારે લોદ્રાણીમાં ૪.ર૦ લાખના શરાબ સાથે બે શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા.
 બાલાસર પોલીસને બાતમી મળી હતી કે, મહિન્દ્રા પીકઅપ ગાડીમાં શરાબ આવે છે જેથી બાતમીના આધારે વોચમાં રહી ગાડી નં.જીજે૧ર-બીવાય-૩૮૩૦ ના ઠાઠામાં તપાસ કરતા ગોદડાની નીચે છુપાવેલ શરાબની પેટીઓ મળી આવી હતી. ૭પ૦ એમએમની ૧૩ર બોટલ, ૩૭પ એમએલની ૯૬ બોટલ, ૧૮૦ એમએલના ૩પ૦૪ ક્વાર્ટરીયા અને બિયરના ૬૪ ટીન મળી ૪,ર૦,૭૬૦ નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો હતો. 
આ સાથે બે મોબાઈલ, રોકડા તેમજ ત્રણ લાખની પીકઅપ ગાડી પણ કબજે કરવામાં આવી હતી. પોલીસે દારૂ સાથે રાપર અયોધ્યા પુરીના મહાવીરસિંહ ઉર્ફે પીન્ટુ ભીખુભા વાઘેલા અને સ્વરૂપસિંહ સવાઈસિંહ સોઢાની અટકાયત કરી છે. જ્યારે રાપરનો અરવિંદસિંહ રાણુભા જાડેજા હાજર મળી આવ્યો નથી. બાલાસર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચૂંટણી દરમિયાન અને ચૂંટણી બાદ કટીંગ થયા  બાદનો દારૂનો જથ્થો પકડાયાના કિસ્સા પ્રકાશમાં આવ્યા છે પણ દારૂ મંગાવનાર અને દારૂ મોકલનાર શખ્સો સુધી સંકજો કસાયો હોય તેવા કિસ્સા નહીંવત છે. સરહદી વિસ્તારમાં સ્થાનિક બાલાસર પોલીસે રાતના સમયે કાર્યવાહી કરીને દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા ખરેખર દારૂ ક્યાં જતો હતો તે દિશામાં પણ પગલાં ભરવામાં આવે તે જરૂરી છે. સૂત્રોના મતે ટ્રેઈલર ભરીને એક સાથે શરાબનો મોટો જથ્થો સપ્લાય કરવાને બદલે અલગ અલગ વાહનોમાં થોડો થોડો દારૂ ભરી હેરફેર કરવામાં આવે છે. પ૦ લાખથી વધુની કિંમતના શરાબને દુર્ગમ વાડી વિસ્તારોમાં મંગાવી કટીંગ કરી હેરફેર કરવામાં આવતી હોય પોલીસને મોટો જથ્થો નહીં છુટાછવાયા દરોડામાં શરાબ મળે છે જ્યારે આખી દારૂની ખેપ હાઈવે પરથી પસાર થાય છે. 

Comments

COMMENT / REPLY FROM