કાસેઝ સોપારી કાંડ : કંપની હજુ કેમ ચૂપ? ફરિયાદમાં વિલંબથી રહસ્યના આટાપાટા

0
42

પૂર્વ કચ્છ એલસીબીની ટીમની કડકાઈ સરાહનીય

કંપની દ્વારા સ્ટોકની ગણતરી બાદ ફરિયાદ નોંધાવાનું ગવાતું ગાણું : એલસીબીએ ૯૦૦ કિલો સોપારી ઝડપ્યાને દિવસો વિત્યા બાદ પણ હજુય કંપનીના જવાબદારો કાર્યવાહીથી કેમ કરી રહ્યા છે પાછીપાની ?

કાસેઝ પ્રશાસન આવા કિસ્સામાં ખુદ આવે હરકતમાં : પોલીસતંત્રને મદદ કરે : જે-તે કંપનીના કાળા-ધોળા ખુલ્લા પાડે : મયુર આણી ગેંગ સુધી સમગ્ર પ્રકરણનો રેલો જાય તે ખુબજ જરૂરી

(ક્રાઈમ પ્રતિનિધિ દ્વારા)ગાંધીધામ : પૂર્વ કચ્છ એસપીશ્રીના માર્ગદર્શન તળે અહીની એલસીબી પીઆઈ શ્રી જાડેજાની ટીમે કિડાણા પાસેથી કાસેઝમાથી સંભવત ચોરી તસ્કરી કરીને નીકળેલા તસ્કરોને પકડી પાડતા હવે અહીની સોપારી ગેંગમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. સામાન્ય રીતે આવી સોપારીના જથ્થાઓની સામે માત્ર ૪૧-વન ડી નોધી દઈ અને તસ્કરો તથા સોપારી ચોરતા તત્વો અને ગેંગનુ મોરલ જ વધારાતુ હતુ પરંતુ વર્તમાન એલસીબીના અધિકારીઓ દ્વારા આ કેસમાં કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી હોવાથી હવે આ આખીય ગેંગમા ફફડાટ વ્યાપેલો છે. જો કે, આ કેસમાં હજુય તપાસ મુદ્દે કાસેઝની કઈ કંપનીમાંથી આ સોપારીનો જથ્થો બહાર નીકળી ગયો છે તે વાત નામજોગ બહાર આવે, કંપની ફરીયાદી બને તે દીશામાં વેળાસર કાર્યવાહી થાય તે ખુબજ અનિવાર્ય બની રહ્યુ છે.
કિડાણામાં આવેલી કંપનીમાં ગેરકાયદે ઘૂસીને સોપારીની તસ્કરી થતી હોવાની જાણ થતા એલસીબીએ કાર્યવાહી કરીને ચાર દિવસ પૂર્વે છોટાહાથીમાંથી ૯૦૦ કિલો સોપારી સાથે બે શખ્સોને પકડયા હતા. જે કેસમાં ભોગ બનનાર કંપનીને ફરિયાદ નોંધાવવા માટે કહેવાયું હતું. પરંતુ સ્ટોકની ગણતરીનું ગાણું ગાતી કંપની કાયદેસર ફરિયાદ નોંધાવવા માટે પીછેહટ કરી રહી હોય તેવું ચિત્ર ઉપસવા પામ્યું છે.આ અંગેની વિગતો મુજબ કંપનીમાંથી છોટાહાથીમાં સોપારીની બોરીઓ ભરી આ તસ્કરો પલાયન થાય તે પહેલા જ ફિલ્મી ઢબે ગાંધીધામ લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડી આવી પહોંચી અને તાત્કાલિક બાતમીવાળા છોટાહાથીને રોકાવી તપાસ કરવામાં આવી હતી.આ સમગ્ર કારસ્તાન પાછળ મયુર અને તેની ગેંગનો હાથ હોવાની બાબત પણ સામે આવી છે. અલબત કંપની દ્વારા સત્તાવાર ફરિયાદ નોંધાવાઈ નથી, જેના કારણે અનેક તર્ક વિતર્ક વહેતા થવા પામ્યા છે. કંપની દ્વારા ફરિયાદ નોંધાયા બાદ જ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.