કાસેઝ લા-સ્પીરીટ સિગારેટ દાણચોરીકાંડ : મોબાઈલના રહસ્યો પર પડદો પાડવા મોટનવાલાના અધમપછાડા

0
53

તપાસનીશ એજન્સીએ સિગારેટના જથ્થા સાથે એક મોબાઈલ પણ કર્યો હતો કબ્જે : આ મોબાઈલમાં કઈક હાઈપ્રોફાઈલ ચહેરાઓના રહસ્યો છુપાયેલા હેાવાની છે ગંધ : મોબાઈલમાં જે ચેટ બહાર આવી છે તેમાં ગાંધીધામ સંકુલના વિનોદ ફાયનાન્સર, કસ્ટમના અજીત નામના અધિકારી તથા પોલીસના આઈડીની ચેટ કઈકના પગ તળે રેલો લાવી જાય તેમ હોવાથી મોબાઈલ સગેવગે કરવા સમગ્ર કૌભાંડનો સુત્રધાર દ્વારા શામ-દામ-દંડ-ભેદની અપનાવાઈ રહી છે નીતી

આ મોબાઈલની ત૫ાસ માટે પોલીસે પણ આગળ આવવું જાેઈએ ! : તપાસ કરવી જાેઈએ કે, દેશહિતને  જાેખમ ઉભુ કરે તેવી વિગતો તો નથી ને ? કારણ કે, મોબાઈલ પરત મેળવવા માટે ધમપછાડા  થઈ રહ્યા છે.દેશને નુકસાન પહોંચાડતી વિગતો ન હોય તો પોલીસે તપાસ કરીને મોબાઈલ પરત આપવો, પણ એકચોટ કબજાે તો લેવો જ જાેઈએ…!

લા-સ્પીરીટના સુત્રધારે મોબાઈલ મારો નથી, વેરહાઉસ પણ અન્ય કોઈ સંચાલિત કરી રહ્યા છે, મે તો માત્ર ચલાવવા આપ્યું છે તેમ કહી અને હાથ કાઢી લેનારા મુખ્ય સુત્રધાર સામે એટીએસ-એનઆઈએ ત્રાટકીને વર્તમાન સમયે કડક કાર્યવાહી કરે, ક્રોસ એકઝામિનેશન હાથ ધરે તો કયાંક ને કયાંક દેશહિતને લગતા અહી પણ મોટા ખુલાસાઓ થવા પામી શકે તેમ છ

લાસ્પિરીટ વાળો મોટનવાલા કેન્દ્રીય મંત્રી અને દિલ્હીના નામે સૌ કોઈને ડરાવતો-ધમકાવતો ફરતો રહે છે, પરંતુ આ વખતે તેને કસ્ટમના અધિકારી પણ શેરને માથે સવાસેર સમાન જ મળી ગયા હોવાથી જરા સહેજ પણ નથી આપતા મચક

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં તાજેતરમાં જ  મસમોટા સિગારેટ દાણચોરીકાંડનો પર્દાફાશ થવા પામ્યો હતો. કસ્ટમવિભાગની નીડર અને જાગૃત અધિકારીની સમયસુચકતાથી  તુર્કી કમ્બોડીયાથી આવેલ અને મુંદરા બંદરથી કાસેઝમાં પહોચે તે પહેલા સિગારેટના જથ્થામાં મોટાપાયે ફેરફાર થયા હોવાના આયોજનબદ્ધ ષડયંત્રનો ખુલાસો થવા પામ્યો હતો. વિદેશથી પપપ બ્રાન્ડની સીગારેટ ડિકલેર કરેલી હતી પરંતુ જયારે કન્ટેઈનરને ખોલવામાં આવ્યુ તો તેમાંથી ભારતીય બનાવટની ગોલ્ડફલેકનો પણ મોટો જથ્થો મળી આવવા પામ્યો હતો અને કાસેજના લા સ્પીરીટ યુનિટની સામે સત્તાવાર રીતે કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર લા સ્પીરીટ યુનિટ પાસે તપાસ કરતા ત્યા ઉભેલા એક વ્યકિત પાસેથી મોબાઈલ ફોન પણ હાથ લાગી જવા પામ્યો હતો અને તે મોબાઈલમાં સિગારેટ કન્સાઈન્મેન્ટ ઉપરાંતની મહત્વપૂૃણ ચેટ એજન્સીને હાથ લાગી ગઈ હતી. આ ચેટમાં કહેવાય છે કે, ગાંધીધામ સંકુલનો વિનોદ નામનો ફાયનાન્સર, કસ્ટમના અજીત નામધારી અધિકારી તથા પોલીસના નામે આઈડી બનાવાયેલી હતી અને મહત્વપૂર્ણ લેણ-દેડની માહીતીઓ એ ચેટમાં આવી જવા પામી છે.

પરંતુ હવે આ ચેટ નહી પરંતુ મોબાઈલ જ સગેવગે થાય, તપાસમાં તેને લેવામાં જ  આવે તે માટે લાસ્પીરીટનો સુત્રધાર મોટનવાલા શામ-દામ-દંડ-ભેદની નીતીરીતીઓ તપાસનીશ અધિકારી પર ચલાવી રહ્યો હોવાનુ કહેવાય છે. મોટનવાલા દિલ્હી દરબારમાં પહોચી જઈ અને ત્યાંથી તમામ પ્રકારના પ્રેસર કરાવી રહ્યો હોવાનુ મનાય છે. પૈસાના કોથળાઓ પણ ખોલી નાખ્યા છે. ગમે તેમ કરીને મોબાઈલમાથી રહસ્યો બહાર ન આવે તે માટેની ગોઠવણીઓ કરવા માટે મોટનવાલા મોટાપાયે અધમપછાડા કરી રહ્યો હોવાનુ કહેવાય છે. તપાસનીશ અધિકારીઓને પણ મોટનવાલા ધાકધમકીઓ કરી રહ્યો છે પરંતુ આ અધિકારી મોટનવાલાને જરા સહેજ પણ મચક ન આપતા હોવાની સ્થીતી લા સ્પીરીટ સિગારેટ દાણચોરી કાંડવાળી ટોળકીની ઉંઘ હરામ જ કરી રહયા હોય તેવી સ્થિતી ઉભી થવા પામી ગઈ છે.