કાસેઝમાં મોંઘીદાટ ગાડીના વહીવટથી પડદો પાડવાની વેતરણ કરનાર કાર્ગો-યુનિ. નામધારી કોણ? કઈ કંપનીનું છે કૌભાંડ?

0
37

  • કપડાના મીસડીકલેરેશનકાંડ સહેજમાં થતાં અટકયું!

અગાઉના અધિકારીઓ સાથે સેટીંગ હેાવાથી કાસેઝમાં મિસડીકલેરેશન સાથેના કપડા મંગાવી લેવાયા, પરંતુ વર્તમાન અધીકારીઓ છે કડક-તટસ્થ અને પ્રમાણિક, ધ્યાને આવતા જ આ કન્સાઈન્મેન્ટને અટકાવી દેવાયુ હોવાની ચર્ચા : આ જ કન્સાઈનમેન્ટમાંથી સબંધિત વેપારીઓએ ત્રણ-ત્રણ આલીશાન મોટરકારો છોડાવી લીધી , હવે માલ મંગાવનારા ગાંધીધામના બની બેઠેલા ડયુટીચોર તત્વો અધિકારને ત્રણ પૈકીની એક કાર ભેટ ધરવા પણ તૈયાર, અધિકારીઓ મચક આપવાના મુડમાં ન હોવાની ચર્ચા

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમિક ઝોનમાં કપડા-યુજડ કલોથસના કાળા ધોળા ચાલતા જ રહે છે અને તેને લઈને સમયાંતરે મોટી ચર્ચાઓ પણ સામે આવતી રહેતી હોય છે. દરમ્યાન જ આવા જ એક કપડાના મિસડીકલેરેશનનું કૌભાંડ હાલના સમયે ભારે ચર્ચાનુ આવરણ બની ગયુ હોવાનુ કહેવાય છે.આ બાબતે સંકુલમાં ચર્ચાતી વીગતોની વાત કરીએ તો કાસેઝમાં અગાઉના જવાબદાર અધિકારીઓ, કસ્ટમ સહિતનાઓની સાથે સેટીંગ કરી અને આડેધડ ડયુટીચોરી યુકિત માલ મંગાવાતો જ હતો અને તે જ અધિકારીઓની ભીલીમગતથી કાસેજમાં કપડાનુ એક કન્સાઈનમેન્ટ મિસડીકલેરેશન સાથે મંગાવી તો લેવાયુ પરંતુ યોગાનુયોગ અહી અધિકારીઓ બદલાઈ ગયા અને વર્તમાનના કસ્ટમના જવાબાદરો તો ખુબ જ કડક અને તટસ્થ તથા નખશીખ પ્રમાણિક હોવાથી આવી કોઈ જ ગોઠવણને દાદ આપતા જ નથી. એટલે કાસેજની એક કંપનીમાં આવેલ આ મિસડીકલેરેશનયુકત કપડાનુ કન્સાઈનમેન્ટ પાર પડતા અટકાવી દેવાયુ હોવાનુ કહેવાય છે. કસ્ટમના વર્તમાન અધિકારીઓની જાગૃતતાથી આ કૌભાંડને અંજામ અપાતા અટકી ગયુ છે. કપડાના આ કારનામાથી જ સબંધિત વેપારીઓ ત્રણ-ત્રણ નવી ગાડીઓ છોડાવી લેવામાં આવી હોય ત્યારે હવે બીજીતરફ ચર્ચા એવી થઈ રહી છે કે,કપડાના આ મીસડીકલેરેશનકાંડમાં અધિકારીઓથી પીછો છોડાવવા તથા આ કન્સાઈનમેન્ટને હેમખેમ કાઢી લેવા અને કાર્યવાહીથી બચી જવાની દીશામાં ગોઠવણો કરી રહ્યા હોવાનુ ચર્ચાય છે. એટલે સુધી કે પ્રમાણિક અધિકારીને એક નવી ગાડી ભેટ ધરી અને વહીવટ કરવાની પણ તૈયારીઓ કરી લેવાઈ છે ત્યારે અહી સવાલ થઈ રહ્યો છે કે, કાર્ગો-યુનિ.ના નામધારી આ શખ્સો કોણ છે? મજાની વાત તો એ છે કે, નવી નકોર ગાડીની ભેટની ઓફર કરી હોવા છતા પણ પ્રમાણિક અધિકારી જરા સહેજ પણ મચક આપતા નથી અને હવે આ બની બેઠેલા ગાંધીધામના વેપારીઓની બકરી ડબ્બામાં આવી રહી હોવાની સ્થીતી સર્જાવવા પામી હોવાનો વર્તારો સામે આવ્યો છે.

રાતોરાત કરોડપતિ બનવા કંડલા સંકુલનો કયો બની બેઠેલા પત્રકાર ઝોનમાં ઘુસ્યો?
ઉંચા કપડા મંગાવી હલ્કુ દેખાડે, ૧૦૦ મીટર મંગાવે તો તાકા ૧૦ મીટરના જ દેખાડીને કરોડોની ગોબાચોરી આચરનારી ટોળકી છે કોણ?

ગાંધીધામ : કપડાના એક મિસડીકલેરેશનકાંડની તપાસ કાસેજમાં હાલમાં બરાબરની ચાલી રહી છે ત્યારે જાણકારો કહી રહ્યા છે કે, રાતોરાત કરોડપતી બની જવા માટે આવા કૌભાંડો આચરવા માટે કંડલા સંકુલનો કયો બની બેઠેલ પત્રકાર ઝોનમાં ઘુસ્યો છે? કાલનો આવેલો આ શખ્સ આજે કેટલો ફાટીને ફુલેકે ગયો હશે કે, તે કસ્ટમના અધિકારીઓને મોઘીદાટ નવી નકોર ગાડીઓ ભેંટ ધરવાની પણ હિમત કરી રહ્યો છે? કહેવાય છે કે, કપડામાં તે બે રીતે ગોબાચોરી આચરે છે. એક તો મોંઘુદાટ કાપડ આયાત કરે છે અને ડીકલેર હલ્કુ બતાવે છે એટલે ડયુટી ફેર આવે અને બીજુ ૧૦૦ મીટરના તાકા મંગાવ્યા હોય તો માત્ર ૧૦ મીટરના તાકા જ દેખાડે છે એટલે તે પણ ડયુટીની રકમમાં મોટો ફેર આવી જાય