કેમ્પ એરીયામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, એક પકડાયો

0
38

પોલીસે પ૦ હજારની સોનાની ચેઈન અને એક વિવો કંપનીનો મોબાઈલ કબજે કર્યો

ભુજ : શહેરના કેમ્પ એરીયામાં ડી.પી. ચોકમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ બી ડિવિજન પોલીસે ઉકેલી લઈ એક આરોપીની અટકાયત કરી તેના પાસેથી સોનાની ચેઈન અને એક મોબાઈલ કબજે કર્યો હતો. બી ડિવિજન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ડી પી ચોકમાં થયેલી ઘરફોડ ચોરીને અંજામ આપનારો ઈસમ પેરેડાઈઝ હોટેલ પાસે હોવાની બાતમી આધારે તુરંત વર્કઆઉટ કરી અસ્પાક અયુબ ચૌહાણ (ઉ.વ. રર), (રહે. રાજગોર ફળીયા, કેમ્પ એરીયા ભુજ)વાળાની અટકાયત કરી પુછપરછ કરતા તે ભાંગી પડયો હતો. પોલીસે સોનાની ચેઈન કિંમત પ૦ હજાર અને એક મોબાઈલ કિંમત રુપીયા પ હજાર મળી કુલ પપ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો, જયારે આ ગુનામાં સંડોવાયેલા રીઝવાન રમજુ ઓઢેજા (રહે. ડી પી ચોક, કેમ્પ એરીયા)વાળો હાજર મળી ન આવતા તેની શોધખોળ કરવા ચક્રો ગતીમાન કરાયા હતા.