મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા ગાઝીયાબાદમાં કાર્યક્રમ યોજાયો


ભુજ : મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી નજીક ગાઝીયાબાદમાં એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં ડો. ખ્વાજા ઈફતીયાર અહમદ દ્વારા લખવામાં આવેલ પુસ્તકનું રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે વિમોચન કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે બધા જ ભારતીયોનું ડીએેનએ એક જ છે. ભલે તેઓ કોઈપણ ધર્મના હોય. ટોળા હિંસાને તેમણે હિન્દુત્વ વિરોધી ગણાવી હતી.આ પ્રસંગે યોજાયેલા વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ૦૦ જણા ઝુમ ઉપર જોડાયા હતા. જયારે પ૦૦૦ જણા યુ-ટ્યુબ, ટ્‌વીટર, વોટસઅપ, ફેસબુક, ટેલીગ્રામ વિગેરે મારફતે દેશભરમાંથી જોડાયા હતા. આ કાર્યક્રમમાં કચ્છમાંથી મુસ્લિમ રાષ્ટ્રીય મંચના કન્વીનર અમીરફૈઝલ મુતવા પણ જોડાયા હતા. આ કાર્યક્રમમાં ફક્ત ખાસ આમંત્રિતો, પત્રકારો સહિત પચીસેક જણા જ ઉપસ્થિત રહ્યા હતા. બાકીના વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા.