હરામીનાળામાં બીએસએફનો સપાટો : ડ્રોન સર્વેની મદદથી પાકિસ્તાનના બે માછીમારો ઝડપાયા

0
36

નલિયા એરફોર્સ દ્વારા કરવામાં આવેલા યુએવી સર્વેમાં પાકિસ્તાની શખ્સો સાથે છ બોટોની હિલચાલ જણાતા બીએસએફ દ્વારા તપાસ કરીને પાર પડાયું ઓપરેશન : હજુ પણ સર્ચ જારી હોઈ વધુ શખ્સો પકડાવાની શક્યતા

ભુજ : તાજેતરમાં ક્રીક વિસ્તારમાંથી પાકિસ્તાની બોટ પકડાઈ હતી, તેના ગણતરીના દિવસોમાં જ હરામીનાળામાંથી બે પાકિસ્તાની માછીમારો ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે. એરફોર્સ દ્વારા કરવામાં આવેલા ડ્રોન સર્વેમાં પાકિસ્તાની શખ્સોની હીલચાલ જાેવા મળ્યા બાદ બીએસએફને ઈનપુટ અપાતા તેના આધારે કરવામાં આવેલા સર્ચમાં પાકિસ્તાનના બે માછીમારો પકડાયા છે. જાે કે સર્વેમાં જાેવા મળેલી છ પાકિસ્તાની બોટોનો પતો લાગ્યો નથી.

બીએસએફના ગુજરાત ફ્રન્ટીયરના જનસંપર્ક અધિકારીના જણાવ્યા પ્રમાણે ગઈકાલે સવારે ૧૧.૪૦ કલાકે એરફોર્સ નલિયા દ્વારા શરૂ કરવામાં આવેલા યુએવી સર્વેમાં હરામીનાળા વિસ્તારમાં કેટલાક માછીમારો સાથે છ માછીમારોની હોડીઓ જાેવા મળી હતી. સતત પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી અને ઓપરેશન બાબતે ભુજ બીએસએફને જાણ કરવામાં આવતા જવાનોએ ૯૦૦ કિલોમીટરમાં ફેલાયેલા વિશાળ હરામીનાળા વિસ્તારમાં એક વિશેષ અભિયાન શરૂ કર્યું અને આજે સવાર સુધીમાં બે પાકિસ્તાની માછીમારોને ઝ૯પી લેવાયા હતા, જેમાં ઝીરો પોઈન્ટના ૩પ વર્ષિય યાસીન શેખો અને રપ વર્ષિય મોહમ્મદ શેખનો સમાવેશ થાય છે. હજુ પણ સર્ચ જારી હોઈ વધુ શખ્સો પકડાય તેવી શક્યતા જાેવામાં આવી છે.