BSF આર્ટિલરીમાં દુશ્મનને નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા : જી.એસ.મલીક

પ૦ વર્ષ પૂર્ણ થતાં ભુજમાં મેડીકલ કેમ્પ, રમતગમત,સાંસ્કૃતિક કાર્યક્રમોનું કરાયું આયોજન : ૧પ સાયકલવીરોને ભુજથી સ્ટાર્ટઅપ અપાયું, ૧પમી ઓગષ્ટના રપ૦૦ કિ.મી.નું અંતર કાપી પહોંચશે અટારી બોર્ડર

ભુજ : સરહદે રખોપા કરતા ભારતીય સીમા સુરક્ષા દળના જવાનોની બીએસએફ આર્ટિલરીને લઈને આજ રોજ બીએસએફના રાજયના વડા શ્રી મલ્લીકે કહ્યુ હતુ કે, બીએસએફ આર્ટિલરીમાં દુશ્મનોને નેસ્તનાબુદ કરવાની ક્ષમતા રહેલી છે.બીએસએફ આર્ટિલરીએ ૧ઓકટોબર ૨૦ર૦ના ૫૦ વર્ષમાં પ્રવેશ કર્યો હતો અને તેના સુવર્ણ જ્યુબિલી વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત શહેરના મુન્દ્રા રોડ સ્થિત બીએસએફ કેમ્પસ મધ્યે બીએસએફ આર્ટીલરી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. જેમાં સાયકલ રેલીને સ્ટાર્ટઅપ અપાયું હતું. આ સાઈકલ રેલી રપ૦૦ કિલોમીટરનું અંતર કાપીને ૧પમી ઓગષ્ટના અટારી બોર્ડર પહોંચશે.બીએસએફ ગુજરાતના ફ્રન્ટીયર હેડ ક્વાર્ટરના ઈન્સ્પેક્ટર જનરલ
આઈપીએસ શ્રી જી.એસ. મલિક દ્વારા ભુજના મુન્દ્રા રોડ સ્થિત બીએસએફ કેમ્પસથી બીએસએફ આર્ટિલરીની ગોલ્ડન જ્યુબીલી સાયકલ રેલીને લીલી ઝંડી આપીને શરૂ કરાવી હતી. આ તકે શ્રી મલિકે જણાવ્યું હતું કે, બીએસએફ આર્ટીલરીની ૧૯૭૧માં સ્થાપના કરવામાં આવી છે, જેને પ૦ વર્ષ પૂર્ણ થતાં સાઈકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેને ભુજથી શરૂ કરવામાં આવી છે. આ સાઈકલ રેલી દ્વારા વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત, ફીટ ઈન્ડિયા મુવમેન્ટ, એક ભારત શ્રેષ્ઠ ભારત, બેટી પઢાવો- બેટી બચાવોના સંદેશાઓ લોકોને પહોંચાડવામાં આવશે. બીએસએફ આર્ટીલરી દુશ્મનને નેસ્ત નાબૂદ કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં કહ્યું કે, બીએસએફ આર્ટિ કર્મચારીઓની સહનશક્તિ અને શારીરિક તંદુરસ્તીના ધોરણોની ચકાસણી કરવા ઉપરાંત ૧૯૭૧થી આર્ટિલરી એ બીએસએફનો અભિન્ન અને મહત્વપૂર્ણ ભાગ છે અને આ સાયકલ રેલી દ્વારા બીએસએફ આર્ટિલરીનો ઇતિહાસ, ભૂમિકા, સિદ્ધિઓ અને તાલીમ પ્રવૃત્તિઓ વિશે પણ જાગૃતિ ફેલાવવાનો છે.દાંતિવાડા બીએસએફ આર્ટીલરીના ડેપ્યુટી કમાન્ડર મનીષસિંઘે જણાવ્યું હતું કે, પ૦ વર્ષ બીએસએફ આર્ટીલરીને પૂર્ણ થતાં ભુજ ખાતેથી અટારી બોર્ડર સુધીની સાઈકલ રેલીનું આયોજન કરાયું છે. જેમાં ભુજથી, દાંતિવાડા, દાંતિવાડાથી જેસલમેર, જેસલમેરથી બિકાનેર, બીકાનેરથી ફરીદકોટ, ફરીદકોટથી અટારી બોર્ડર સુધી સાઈકલ વીરો પહોંચશે. આ સાથે જમ્મુ કાશ્મીરના બારામુલાથી પણ સાઈકવીરો નિકળી ચુકયા છે, તેઓ પણ ૧પમી ઓગષ્ટના અટારી બોર્ડર ખાતે પહોંચશે.બીએસએફ આર્ટિલરીના ૧૫ સાયકલ સવારોએ ભુજથી રેલીની શરૂઆત કરી હતી. આ રેલી ૧૫ ઓગસ્ટ, ૨૦૨૧ સુધી પંજાબના અમૃતસરમાં ભારત અને પાકિસ્તાનના પ્રખ્યાત જોઇન્ટ ચેક પોસ્ટ (જેસીપી) અટારી સુધી આશરે ૨૫૦૦ કિલોમીટરની અંતર આવરી લેવામાં આવશે. આ રેલીમાં બીએસએફ આર્ટિલરીના ગુજરાત, રાજસ્થાન, જમ્મુ કાશ્મીર, પંજાબના અન્ય સાયકલસવારો પણ જોડાશે અને કુલ ૫૦ જેટલા જવાનો અટારી બોર્ડર ખાતે આ રેલીનું સમાપન કરશે.આ ઉપરાંત મેડિકલ કેમ્પ, રમતગમત તેમજ સાંસ્કૃતિક વગેરે કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમોનો ઉદ્દેશ બીએસએફ આર્ટિલરી કર્મચારીઓ દ્વારા આપવામાં આવતી સમર્પણ અને નિસ્વાર્થ સેવાઓ વિશે જાગૃતિ ફેલાવવાનું છે, યુવાનોને સંરક્ષણની પ્રથમ પંક્તિમાં રાષ્ટ્રની સેવા આપવા માટે બીએસએફમાં જોડાવા પ્રેરાય છે અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ યોજનાઓ આગળ ધપાવવી છે.