કનૈયાબે પાસે ગ્રીલ તોડી કંપનીના ગોડાઉનમાંથી ત્રણ લાખના કેબલ ચોરાયા

0
25

પાંચ શખસો રાત્રે પ્રવેશયા હોવાનું સીસીટીવી ફૂટેજમાં કેદ થયું : પદ્ધર પોલીસે તપાસ હાથ ધરી

ભુજ : તાલુકાના કનૈયાબે ગામે એ.એમ.ડબ્લ્યુ. કંપનીની અંદર આઈનોક્ષ કંપનીના એસેમ્બલી એરીયામાં કેન્ટીન પાસેથી બારી તોડી પાંચ જણા અંદર પ્રવેશી કંટ્રોલ કેબલના પાંચ ડ્રમ કિંમત રુપીયા ત્રણ લાખની ચોરી કરી ગયા હોવાનો બનાવ પદ્ધર પોલીસ મથકે નોંધાયો છે. ગઈકાલે આવેલા પાંચ ચોરો સી.સી.ટી.વી. ફુટેજમાં પણ કેદ થઈ ગયા હતા.આ અંગે પદ્ધર પોલીસ મથકે જૈનેશ બશીષ્ઠ શર્મા (રહે. માધાપર નવાવાસ)વાળાએ અજાણયા ઈસમો સામે ફરિયાદ નોંધાવી હતી.આઈનોક્ષ કંપનીના એસેમ્બલ એરીયામાં કેન્ટીનની બાજુમાં દિવાલમાં લાગેલા ગ્રીલ તુટેલી હાલતમાં હોવાનું સ્થાનિકે સિકયુરીટી ગાર્ડે ફોન કરી જાણ કરી હતી. ફરિયાદી અન્ય સ્ટાફ સાથે ત્યાં પહોંચી અંદર જઈ તપાસ કરતા કંટ્રોલ કેબલના પાંચ ડ્રમ ર૦૪પ મીટર કેબલ વાયર અંદાજે કિંમત ત્રણ લાખ રુપીયાની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું હતું. સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરતા રાત્રીના ૩.૧પ કલાકે પાંચ જણા ગ્રીલ તોડી અંદર પ્રવેશીને ૪.૪પ વાગ્યે બહાર નિકળતા દેખાયા હતા, આ પાંચેય જણા ઓળખ થઈ શકી નથી. પોલીસને સી.સી.ટી.વી. ફૂટેજ આપી ત્રણ લાખ રુપીયાની ચોરી થયાની ફરિયાદ નોંધાવતા પદ્ધર પોલીસે આગળની તજવીજ હાથ ધરી હતી