BREAKING / ધોરણ 10નું પરિણામ જાહેર, 8.60 લાખ વિદ્યાર્થીઓ પાસ

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10નું પરિણામ જાહેર કરી દીધું છે. રાજ્યના કુલ 8.10 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. GSEBની વેબસાઇટ પર પરિણામ જાહેર કરાયુ છે. જોકે વિદ્યાર્થીઓ આ પરીણામ નહીં જોઇ શકે. ફક્ત શાળાઓ જ વેબસાઈટ પર પરિણામ જોઈ શકશે. વિદ્યાર્થીઓએ શાળામાંથી પરિણામ મેળવવાનું રહેશે. વિદ્યાર્થીઓને પરિણામ પહોંચાડવાની જવાબદારી શાળાઓની રહેશે.

ફક્ત શાળાઓ જ બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકશે આ પરિણામ

  • ધોરણ 10 નું પરિણામ આજે રાત્રે 8 વાગ્યે જાહેર કરવામાં આવશે
  • જીએસઈબીની વેબસાઈટ પર જોવા મળશે આ પરિણામ
  • ફક્ત શાળાઓ જ બોર્ડની વેબસાઈટ પરથી મેળવી શકશે આ પરિણામ
  • છાત્રોની પરિણામ પહોંચાડવાની રહેશે જવાબદાર
  • કોરોનાના કારણે છાત્રોને અપાયું છે માસ પ્રમોશન

આજે રાત્રે ધોરણ 10નું પરિણામ જાહેર કરાશે. વેબસાઈટ પર શાળાઓ પરિણામ જોઈ શકે તે રીતે આજે જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓને સીધું પરિણામ જોઈ શકશે નહીં. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશનનું પરિણામ હાલ પૂરતું સ્થગિત રાખવા અને આ પરિણામ ઓપન સ્કૂલ તેમજ રિપીટર વિદ્યાર્થીઓના પરિણામ સાથે જાહેર કરવા માગણી કરતી રિટ ગુજરાત હાઇકોર્ટમાં કરવામાં આવી છે. કોર્ટે રાજ્ય સરકારના પક્ષકારોને નોટિસ પાઠવી આગામી સુનાવણી પાંચમી જુલાઇના રોજ નિયત કરી છે. આ પહેલાં જ આજે પરિણામ જાહેર થઈ ગયું છે. અરજદારની રજૂઆત કરી હતી કે ધોરણ-10માં માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો, માસ પ્રમોશન મેળવનારા રેગ્યુલર વિદ્યાર્થીઓના પરિણામ પહેલાં જાહેર કરવામાં આવશે અને ત્યારબાદ રિપીટર અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓના પરિણામ જાહેર કરવામાં આવશે. માસ પ્રમોશન મેળવનારા અંદાજે 10 લાખ વિદ્યાર્થીઓ પાસ થશે અને તેના કારણે ધોરણ 11ની તમામ બેઠકો ભરાઇ જશે. જેના કારણે રિપીટર અને ઓપન સ્કૂલના વિદ્યાર્થીઓને અન્યાય થશે. જેથી આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ સાથે જાહેર કરવા માગણી કરવામાં આવી હતી. એડવાન્સમાં જ સરકારે જાહેરાત કરી હતી કે ધો.૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓ આ વર્ષે થઈ જ નથી જેથી વિદ્યાર્થી પાસે પોતાનો સીટ નંબર જ નથી.સીટ નંબર જ ન હોવાથી વિદ્યાર્થી આ વર્ષે પોતાનું પરિણામ ઓનલાઈન નહી જોઈ શકે પરંતુ વિદ્યાર્થીને સ્કૂલ મારફતે જ પરિણામ મળશે. ધો.૧૦-૧૨ની બોર્ડ પરીક્ષા બાદ બોર્ડ દ્વારા વર્ષે ઓનલાઈન પરિણામ જાહેર કરવામા આવે છે અને જેમાં વિદ્યાર્થી પોતાના પરીક્ષાના સીટ નંબરથી ઓનલાઈન પરિણામ જોઈ શકે છે પરંતુ આ વર્ષે પરીક્ષા જ થઈ ન હોવાથી વિદ્યાર્થી પાસે સીટ નંબર જ નથી.જેથી બોર્ડ દ્વારા પણ દરેક વિદ્યાર્થીનું પરિણામ ઓનલાઈન જાહેર નહી કરવામા આવે અને વિદ્યાર્થી પોતાનું પરિણામ ઓનલાઈન નહી જોઈ શકે. જે તે સ્કૂલને પોતાના વિદ્યાર્થીઓના પરિણામ ઓનલાઈન આપી દેવાશે અને જે તે સ્કૂલ પોતાના લોગઈન આઈડીથી પોતાના ધો.૧૦-૧૨ના વિદ્યાર્થીઓના પરિણામ એક સાથે મેળવી વિદ્યાર્થીઓને આપશે. બોર્ડ દ્વારા ઓનલાઈન પરિણામની જાહેરાત થયા બાદ જે તે સ્કૂલ પરિણામ મેળવશે અને વિદ્યાર્થીએ પોતાની સ્કૂલમાં જઈને પરિણામ જોવાનું રહેશે. જો કે આ વર્ષે બોર્ડનું પરિણામ માત્ર નામ પુરતુ જ છે. કારણકે સ્કૂલોએ જ તૈયાર કરેલુ પરિણામ બોર્ડ ઓનલાઈન મુકશે અને ઘણી સ્કૂલોએ પોતાના વિદ્યાર્થીઓને પહેલીથી આપી જ દીધુ છે.