બોર્ડ પરીક્ષા : ધો. ૧૦-૧રની ફીનું માળખું જાહેર કરાયું

0
66

ધો.૧૦ માટે રૂા.૩પપ અને ધો.૧ર સામાન્ય પ્રવાહ માટે રૂા.૪૮૦ અને સાયન્સમાં રૂા.૬૦પ ફી લેવામાં આવશે : આ વર્ષે પણ ફીના માળખામાં કોઈ વધારો ન કરાતા વિદ્યાર્થી-વાલીઓને રાહત

ભુજ : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી માર્ચ ર૦ર૩માં લેવાનારી ધો.૧૦ અને ૧રની પરીક્ષા માટેની ફીનું માળખું જાહેર  કરાયુંું છે. ચાલુ વર્ષે પણ ફીના માળખામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી.

માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧૦ અને ૧રની પરીક્ષા માટે હાલમાં ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ દરમ્યાન બોર્ડ દ્વારા ફીના દરો જાહેર કરી દેવામાં આવ્યા છે. જેમાં ધો.૧૦માં નિયમિત વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપનારા વિદ્યાર્થીએ રૂા.૩પપ ફી ભરવાની રહેશે. આજ રીતે નિયમિત રિપીટર એક વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીએ રૂા.૧૩૦ ફી ભરવાની રહેશે. બે વિષયની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓએ રૂા.૧૮પ અને ત્રણ વિષયમાં પરીક્ષા આપવા ઈચ્છતા હોય તો રૂા.ર૪૦ ફી ભરવાની રહેશે. ત્રણ વિષયથી વધારે વિષયની પરીક્ષા આપવાની હોય તો રૂા.૩૪પ ફી ભરવાની રહેશે. ખાનગી વિદ્યાર્થી નિયમિત રીતે પરીક્ષા આપવાની હોય તો રૂા.૭૩૦, એક વિષયમાં પરીક્ષા આપવાની હોય તો રૂા.૧૩૦, બે વિષયમાં રૂા.૧૮પ અને ત્રણ વિષયમાં રૂા.ર૪૦ ઉપરાંત ત્રણ કરતા વધારે વિષયમાં ખાનગી ઉમેદવાર તરીકે પરીક્ષા આપવાની હોય તો રૂા.૩૪પ ફી ભરવાની રહેશે.

ધો.૧ર સામાન્ય પ્રવાહમાં નિયમિત વિદ્યાર્થી તરીકે રૂા.૪૮૦, નિયમિત રિપીટર એક વિષયમાં રૂા.૧૪૦, બે વિષયમાં રૂા.રર૦, ત્રણ વિષયમાં રૂા.ર૮પ અને ત્રણ કરતા વધારે વિષયમાં પરીક્ષા આપવાની હોય તો રૂા.૪૯૦ ફી ભરવાની રહેશે. જયારે ધો.૧ર સાયન્સ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટે નિયમિત વિદ્યાર્થી તરીકે રૂા.૬૦પ, નિયમિત રિપીટર એક વિષયની પરીક્ષા માટે રૂા.૧૮૦, બે વિષય માટે રૂા.૩૦૦, ત્રણ વિષય માટે રૂા.૪ર૦ અને ત્રણ વિષય કરતા વધારે વિષયની પરીક્ષા આપવાની હોય તો રૂા.૬૦પ ફી ભરવાની રહેશે. આ ફીમાં પ્રાયોગિક વિષયની ફી વિષય દીઠ રૂા.૧૧૦ અલગથી લેવામાં આવશે. દિવ્યાંગ અને વિદ્યાર્થિનીઓને પરીક્ષા ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ધો.૧ર સાયન્સની પરીક્ષાના ફોર્મ ભરવાનું આજથી શરૂ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાનારી ધો.૧ર વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માટેના ફોર્મ આજે તા.૧૦ ના બપોરે બે વાગ્યાથી ભરવાના શરૂ થયા છે. આગામી તા.૯મી ડિસેમ્બર રાત્રે ૧ર વાગ્યા સુધી બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન ભરી શકાશે. ધો.૧ર વિજ્ઞાન પ્રવાહના નિયમિત અને રિપીટર વિદ્યાર્થીઓએ પણ ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.