રક્તદાનથી લોકોને નવું જીવન મળી શકે છે : બાબુભાઇ હુંબલ

0
31

ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહા રક્તદાન કેમ્પ યોજાયો

અંજારઃ દેશ ના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૨માં જન્મદિનની ઉજવણી નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત ગાંધીધામ ના પંડિત દિનદયાલ ભવન-ગુરુકુળ મધ્યે શ્રી ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરી. ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટના પ્રમુખ બાબુભાઇ હુંબલ ના અધ્યક્ષસ્થાને મહા રક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૬૫ કરતા વધારે રક્તની બોટલો એકત્રિત કરવામાં આવેલ હતી.આ કેમ્પ માં તબીબો દ્વારા લોકોને રક્તદાન ના ફાયદાઓ વિશે પણ માહિતીગાર કરવામાં આવેલ હતા.આ પ્રસંગે ભીમાભાઈ હમીરભાઇ હુંબલ ટ્રસ્ટના અધ્યક્ષ બાબુભાઈ હુંબલે જણાવેલ કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૨ માં જન્મદિવસની ઉજવણી નિમિત્તે સેવાકીય પખવાડિયામાં સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે, જેમાં  ભીમાભાઈ હમીરભાઇ હુંબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલ મહા રક્તદાન કેમ્પમાં લોકોએ ભારે ઉત્સાહભેર ભાગ લેતા ૨૬૫ રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી છે જે અત્યંત પ્રસંશનીય બાબત છે, શ્રી બાબુભાઇ એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ને જન્મદિવસ ની શુભેચ્છાઓ પાઠવી હતી,

તેમજ રક્તદાનથી અનેક જરૂરિયાત મંદ લોકો ને નવજીવન પ્રાપ્ત થાય છે એવું જણાવેલ હતું,તેમજ ભવિષ્યમાં પણ લોકો વધુ ને વધુ રક્તદાન કરી ને લોકોને ઉપયોગી બને એવી  અપીલ પણ કરી હતી.આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત ના પુર્વ મંત્રી અને અંજાર વિભાગ ના ધારાસભ્ય વાસણભાઇ એ જણાવેલ કે આઝાદીના

અમૃત મહોત્સવ અને દેશ ના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી ના જન્મદિવસની ઊજવણી વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ અને લોકઉપયોગી કાર્યો કરીને ઉજવવામાં આવે એવા ઉમદા હેતુને સાર્થક કરવા  ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા યોજવામાં આવેલ મહારક્ત દાન કેમ્પના આયોજન ને બિરદાવેલ હતું.શ્રી આહિરે વિશેષ માં જણાવેલ કે ગુજરાત માં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી અને મુખ્યમંત્રી શ્રી

ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની ડબલ એન્જીનની સરકાર ગુજરાતના નાગરિકો માટે સતત ચિંતા સેવી ને વિવિધ આરોગ્યલક્ષી અને કલ્યાણલક્ષી યોજનાઓ દ્વારા અનેક રીતે ઉપયોગી બની છે.ઉલ્લેખનીય છે કે ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગત ૧૭ નવેમ્બર વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે અંજાર મધ્યે મેગા મેડિકલ કેમ્પ નું આયોજન કરેલ હતું જેમાં ૧૧૦૦ કરતા વધારે દર્દીઓ એ લાભ લીધેલ હતું, તેમજ ભુજાેડી મધ્યે આવેલ આહીર કન્યા છાત્રાલય મધ્યે ભીમાભાઇ હમીરભાઈ હુંબલ ચેરીટેબલ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી બાબુભાઈ હુંબલ દ્વારા દિલીપભાઇ દેશમુખના વડપણ હેઠળ અંગદાનની જાગૃતિ અંગેનો ભવ્ય કાર્યક્રમ રાખવામાં આવેલ હતો, જ્યાં મોટી સંખ્યા માં લોકો એ અંગદાન કરવાનો સંકલ્પ કર્યો હતો.

આ મહારક્ત દાન કાર્યક્રમ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન અને કચ્છ જીલ્લા ભાજપના મહામંત્રી વલમજીભાઇ હુંબલ ,જીલ્લા પંચાયત સભ્ય નવીનભાઈ જરું, જીલ્લા પંચાયત સભ્ય ધનજીભાઈ હુંબલ, જીલ્લા પંચાયત સભ્ય ઘેલાભાઈ ચાવડા , અંજાર તાલુકા ભાજપ ના પ્રમુખ શંભુભાઈ મ્યાત્રા ,અંજાર તાલુકા ભાજપના મંત્રી કાનજીભાઈ જીવાભાઈ શેઠ, કલ્પેશભાઈ આહીર,ગાંધીધામ શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ ઠક્કર, ગાંધીધામ તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ગુજરિયા,ભારત વિકાસ પરિષદ ગાંધીધામ પ્રમુખ સુરેશ ઠક્કર, જખાભાઈ હુંબલ ,જયેશભાઈ રાજદે ,પ્રકાશભાઈ ઠક્કર, ડૉ.નીતિનભાઈ ઠક્કર, દીપકભાઈ વોરા, રાજુભાઈ રાઠી, મુળજીભાઈ મ્યાત્રા,બાબુભાઈ ડાંગર, ઘેલાભાઈ આહીર , કિરણભાઈ આહીર, રમેશભાઈ મ્યાત્રા ,જયદીપસિંહ જાડેજા ,દિનેશભાઈ લાલવાની ,અંજાર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ રચનાબેન જાેશી  તેમજ વિવિધ સામાજિક શૈક્ષણિક સંસ્થાઓ ના વિવિધ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ એ સેવાઓ આપેલ હતી.