સંતોના આશિષ- કચ્છવાસીઓનો સ્નેહ સત્કાર્યોની પ્રેરણા : વાસણભાઈ આહિર

0
49

  • રતનાલના સ્નેહમિલનમાં કુટુંબ મેળાવડાના દર્શન

રતનાલના નૂતનવર્ષ સ્નેહમિલનમાં રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો અને સમર્થકો બહોળી સંખ્યામાં ઉમટ્યા : સુપ્રસિદ્ધ લોક કલાકારોએ જમાવી લોકડાયરાની રમઝટ

ભુજ : કચ્છની ધરાના પૂજ્યસંતો અને કચ્છવાસીઓનો અપાર સ્નેહ મને હંમેશા સત્કર્મો માટે પ્રેરણા આપતો રહે છે તેવી લાગણી રતનાલના ગુરૂકૃપા ફાર્મહાઉસ ખાતે લાભપાંચમના સપરમાં દિવસે આયોજીત નૂતનવર્ષ સ્નેહમિલન વખતે અંજાર વિસ્તારના ધારાસભ્ય વાસણભાઈ આહિરે વ્યકત કરી હતી. પોતાના પ્રાસંગીકમાં તેમણે કાર્યક્રમમાં પધારેલા તમામ આગેવાનો, સાધુ – સંતો અને સમર્થકોનો હૃદય પૂર્વક આભાર માની લોકોનો આવોને આવો સ્નેહ અવિરત જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરી હતી.વર્ષ ૧૯૯પમાં વાસણભાઈ આહિર જયારે પ્રથમ વખત ધારાસભ્ય બન્યા ત્યારથી દર વર્ષે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ રતનાલ ખાતે યોજવાની પરંપરા શરૂ કરી હતી. પ્રતિવર્ષ બહોળી સંખ્યામાં શુભેચ્છકો વાસણભાઈ આહિર અને સમસ્ત ભોજાણી પરિવારના આત્થિયને માણવા તેમજ વિક્રમ સંવતના નવા વર્ષની શુભેચ્છાઓની આપ-લે કરવા પહોંચતા હોય છે. હજારો લોકોની માનવ મેદની અને તેમનો વાસણભાઈ પ્રત્યેનો સ્નેહ આ સ્નેહમિલનની ખાસ વિશેષતા ગણી શકાય કારણ કે, હજારો લોકો વાસણભાઈને મળે છે તે બધાને નામજોગ બોલાવી વાસણભાઈ તેમના ખબર અંતર પુછે છેે. એક લોકપ્રિય જનપ્રતિનિધિ હોવાના નાતે આ પ્રકારના આયોજન શકય બને છે. ૪૦થી ૪પ હજાર લોકો પ્રસાદ લે છે અને એકબીજાને નૂતનવર્ષની શુભેચ્છાઓ પાઠવે છે.આ વર્ષે વાર્ષિક પરંપરા અનુસાર આયોજીત સ્નેહમિલન કાર્યક્રમ અંતર્ગત ગુરૂકૃપા ફાર્મ હાઉસના વિશાળ મેદાનમાં લોકડાયરાનું આયોજન કરાયું હતું. સુપ્રસિદ્ધ ભજનીક કીર્તિદાનભાઈ ગઢવી, લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, નિલેશભાઈ ગઢવી, તૃપ્તીબેન ગઢવી અને પિયૂષ મારાજે લોકડાયરામાં ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી ઉપસ્થિતોને ભાવવિભોર કર્યા હતા. મહેમાનોએ પરંપરાગત કચ્છી ભોજનનો સ્વાદ પણ માણ્યો હતો.
વિધાનસભા અધ્યક્ષા ડો. નિમાબેન આચાર્યે સમગ્ર આયોજનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ર૭ વર્ષથી ભોજાણી પરિવાર લોકોની સાચા હૃદયથી સેવા કરી રહ્યું છે. જેના સાક્ષાત દર્શન સ્નેહમિલનના કાર્યક્રમમાં થાય છે.મોરબીના માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, એક સ્નેહમિલનમાં આટલી રેકોર્ડ બ્રેક વિશાળ સંખ્ય અન્ય કયાંય જોઈ નથી.નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં માંડવી વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, અબડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રધ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ત્રિકમભાઈ છાંગા, અખિલ ભારતીય ભાનુશાલી મહાજનના અધ્યક્ષ ગંગારામભાઈ ભાનુશાલી, ભુજના નગરપતિ ઘનશ્યામ ઠક્કર, ડો. મુકેશભાઈ ચંદે, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, અંજાર નગરપાલિકાના પ્રમુખ લીલાવંતીબેન પ્રજાપતિ, વણવીરભાઈ સોલંકી, તેજાભાઈ રામાભાઈ, જીગરભાઈ છેડા, રૂપાભાઈ ચાડ, બળદેવભાઈ પટેલ, ચેતનસિંહ રાઠોડ, બાબુભાઈ સુરા, દિલીપભાઈ દેશમુખ, કલ્પેશ ગોસ્વામી, અરજણભાઈ સધા, દિલીપભાઈ ત્રિવેદી, કિરીટ સોમપુરા, પ્રવીણ પીંડોરિયા, જીવાભાઈ શેઠ, રાજીબેન હુંબલ, વસંત ઠક્કર, નિમેષભાઈ ફડકે, નિખિલભાઈ છાયા, વાઘજીભાઈ છાંગા, જનકસિંહ જાડેજા, હરિભાઈ જાટિયા, સતીષભાઈ છાંગા, વાઘજીભાઈ માતા, ભૂમિતભાઈ વાઢેર, પરમભાઈ પટેલ, મશરૂભાઈ રબારી, આંબાભાઇ રબારી, છાયાબેન ગઢવી, ચેરમેન દેવરાજ ગઢવી, પ્રવિણસિંહ વાઢેર, મનુભા જાડેજા, ડેની શાહ, દીગંત ધોળકિયા, અશ્વિનભાઈ સોરઠીયા, અનવરભાઈ નોડે, રાજસ્થાનથી પ્રેમજીભાઈ હોડ, મદનસિંહ રાઠોડ, માવજીભાઈ ડોડીયા રાજકોટ, ગાંધીધામના મહેશભાઈ પુંજ, વિમલભાઈ ગુજરાલ, સુરેશ નૈલાણી, પરમાનંદ પીપલાણી, હરેશ મૂળચંદાણી, રમેશ ધનવાણી, દિવ્યબા જાડેજા, રત્નાબેન જોશી,હર્પીતસિંહ ધનોતા, વિજયસિંહ જાડેજા, ડો.નાયક, હેમંતભાઈ, ખોડાભાઈ રબારી, ભીમશી ખોડભાયા ગાંધીનગર, જગત વ્યાસ, ડાયા ગોપાલ, ડાયા ભૂરા રબારી, પ્રશાંત કેલા, વાસા નારણ, શામજી સધા કાનગડ, દેવજી ભીમજી, બચુ દેવજી, બાબુ ધમા, સુરૂભા જાડેજા માતાનામઢ, રાજુ સરદાર, કીર્તિ ગોર, દગાભાઈ રાવલીયા જામનગર, ભીમજીભાઇ ભરવાડ સુરેન્દ્રનગર, જયદેવભાઈ મુંબઈ, કાનજીભાઈ શેઠ, પપ્પુભાઈ વિરડા, દિનેશ ઠક્કર, બાબુભાઈ ગોરાણી, બાલુભાઈ ગઢવી, તાપશ શાહ, રાહુલભાઈ ગોર, મનજીભાઈ મેમા, બાબુભાઈ મરંડ, ડોક્ટર જ્ઞાનેશ્વર રાવ, કનકભાઈ ડેર, ડોક્ટર ભાદરકા, ડોક્ટર શ્યામ સુંદર, મેહુલ દેસાઈ, નાયબ કલેકટર, પીજીવીસીએલ એ.સી. ઝાલાવાડીયા, મામલતદાર શ્રી યાદવ, ડીવાયએસપી શ્રી ચૌધરી, શંકર ગોવિદભાઈ કોઠારી, સચદેવભાઈ ગઢવી, બાબુભાઈ વસતા, શામજીભાઈ આશા, નારણભાઈ અજયભાઈ ગઢવી, નારણભાઈ બકુત્રા, હર્ષદ ઠક્કર, ક્રિપાલસિંહજી, સંજયભાઈ દાવડા, કલ્પેશ આહીર, જીગર ગઢવી, ગોવિંદભાઈ આહીર ગાંધીનગર, વૈશાલી સોરઠીયા, તેજસ મહેતા, બલરામભાઈ જેઠવા, આશિષ ગોસ્વામી, ભોજાણી પરિવારના સૌ મુરબ્બીઓ અરજણભાઈ રૂપા, વાસણભાઇ રૂપા, વાલાભાઈ રૂપા, પાંચાભાઇ રૂપા, શામજીભાઈ બીજલ, બચુભાઈ બીજલ, ભગવાનજી સાગર, કાનાભાઈ અરજણ, રણછોડભાઈ અરજણ, રૂડાભાઈ અરજણ, જસાભાઇ અરજણભાઈ, હીરા અરજણ, કારા કિસાન સંઘ રાધેશ્યામ ત્રીકમ, નંદલાલ, રણછોડ, વિકાસભાઈ છાંગા, નંદલાલ કાનજી, ભરતભાઈ વાસણ, મકનજી કાનજી દેવાણી, કાના ગોપાલ, ભચુભાઈ રવા, જીવાભાઇ હીરા, ભચુભાઈ ગોપાલભાઈ, રૂપા શેઠ, રામા વેરા, નથુ કાના, ભચુ વિરાણી, પ્રેમજીભાઈ ઠક્કર, દિલીપભાઈ ડુંગરિયા, ગોપાલભાઈ માતા, માદેવાભાઈ આહીર, શક્તિસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકાથી સગાભાઈ રાવલિયા, મુળુભાઈ વાઢેર, દાળુભાઈ અંબાડિયા (સમાજ કલ્યાણ વિભાગ), કનુભાઈ કામડીયા, ગોગણભાઈ સરપંચ વગેરે ઉપરાંત સામાજિક અને રાજકીય ક્ષેત્રના આગેવાનો, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના લોકપ્રતિનિધિઓ, ભુજ અને અંજાર આહિર પંથકના આગેવાનો, ઉદ્યોગપતિઓ, પાર્ટી સંગઠનના હોદ્દેદારો – કાર્યકરો અને શુભેચ્છકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.અંજાર સચ્ચિદાનંદ મંદિરના ત્રિકમદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ, નવલશંકર શાસ્ત્રી, મૂળજીરાજા (ધ્રંગ), ભરતદાદા (મોરજર), લક્ષ્મણગિરિ બાપુ (હબાય), ભરતદાદા કાપડી (ભારાપર), સ્વામી હરિહરાનંદજી (ઝરૂ), અનવરશાબાપુ, રાધેશ્યામદાસજી (ભચાઉ), સ્વામિનારાયણ સંપ્રદાયના સંતશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત સંતો – મહંતોએ આશીર્વચન પાઠવ્યા હતા. કચ્છ પાટણ આહિર મંડળના પ્રમુખ ત્રિકમભાઈ વાસણભાઈ આહિર, અંજાર ખરીદ વેચાણ સંઘના ઉપપ્રમુખ રણછોડભાઈ વાસણભાઈ આહિર, કચ્છ જિલ્લા ટ્રક ઓનર્સ એસોશિએશનના પ્રમુખ ડો. નવધણભાઈ વાસણભાઈ આહિર અને સમસ્ત ભોજાણી પરિવારના સભ્યોએ આયોજન સંભાળ્યું હતું. પૂર્વ રાજ્યમંત્રી અને અંજાર વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય વાસણભાઈ આહિર પરિવારના આત્થિય – સત્કારથી સ્નેહમિલન પ્રસંગે દેશ – દેશાવરથી પધારેલા મહેમાનો અભિભૂત થયા હતા.