મુંદરામાં કસ્ટમના કાળાધોળા બેફામ : સિગારેટ દાણચોરો સદતંર બેખોફ..!

0
36

  • આમીયાચંદ્રની બલિહારી..! સીબીઆઈ-ઈડી ત્રાટકે

વધુ એક વખત અમદાવાદ ડીઆરઆઈ ત્રાટકીને બંદર પરથી ૩૩ કરોડની પ્રતિબંધિત વિદેશી સીગારેટ ઝડપી ગઈ : અમદાવાદની એજન્સીઓ મુંદરા પર આવીને ત્રાટકે છે પરંતુ સ્થાનિક કસ્ટમતંત્રને હજુય ગંધ શુદ્ધા નથી આવતી? કસ્ટમતંત્રની ઈચ્છા અને મીલીભગત વિના દરીયાઈ ક્ષેત્રે સુકુ પાંદડું પણ ન હાલી શકે, તો કરોડોની સિગારેટ આવી જાય છે કયાંથી? એક જ માસમાં બીજીવખત વિદેશી સિગારેટનો જથ્થો બહારની એજન્સીએએ પકડી પાડયો..!

મુન્દ્રા કસ્ટમમાં ઉપરથી નીચે સુધીની સાફ સફાઈની જરૂર છે, આ હપ્તા ખાઉ અધિકારીઓનું મુન્દ્રા સ્ટમ હશે તો કઈ પણ આવી શકે છે અને કંઈ પણ જઈ શકે છે ? મુન્દ્રા કસ્ટમમાં પૈસાનું છે. સામ્રાજ્ય ભાવ પ્રમાણે નાણા આપો અને કલયરીંગ લઈ જાવ !

ગાંધીધામ : મુંદરામાં કસ્ટમવિભાગની લાપરીવાહી કહો કે આંખમિચામણા બેફામ બની રહ્યા છે અને હદ જ વટાવી રહ્યા હોય તેવી સ્થીતી બની રહી છે. પાછલા ચારથી પાંચ માસમાં મુંદરા બંદર પરથી કરોડોની પ્રતિબંધિત સિગોરટ પકડાવવાના સિલસિલા ચાલી રહ્યા છે. અહી જથ્થો પકડાયા છે તે સારી વાત છે પરંતુ સ્થાનિકના કસ્ટમવિભાગે પકડયો હોય તેવુ નામ પુરતુ જ છે બાકી બહારની એજન્સી તેમાં પણ ખાસ કરીને ડીઆરઆઈ જ દરોડા પાડી રહી છે. તો કસ્ટમતંત્ર અહી શું કરી રહ્યુ છે? જાણકારો કહી રહ્યા છે કે, અહી મુંદરા સૈજના આમીયાચંદ્રની ટોળકી અને કસ્ટમ ડીસીની રહેમરાહે જ મોટા પાયે કસ્ટમવિભાગ ભ્રષ્ટાચારમાં ગળાડુબ જ રહેવા પામી ગયો હોવાથી આ બધા જ કૃત્યોને અંજામ અપાઈ રહ્યો છે. ફરીથી અહી અમદાવાદ ડીઆરઆઈએ ત્રાટકીને ૩૩ કરોડની વિદેશી સિગારેટ ઝડપી અને કસ્ટમ-મુંદરાના જવાબદારોને નાક વાઢી નાખ્યુ છે. નોધનીય છે કે, મુંદરા બંદરે પાછલા પાંચ માસથી વધુના સમયમાં રેકર્ડ પર જ જોવા જઈએ તો ૧પ૦ કરોડથી વધુની પ્રતિબંધિત સીગારેટનો જથ્થો પકડાઈ જવા પામ્યો છે. આ તો પકડાયો તેવો જથ્થો છે પરંતુ જે નહી પકડાતો હોય તેનો આંક કયા જતો હશે? તે પણ અહી સવાલ થવા પામી રહ્યો છે. મુંદરા બંદર પર ઈ સિગારેટનો જ્થથો હોય કે પછી વિદેશી પ્રતબંધિત સિગારેટનો જથથો અવિરત રીતે ઝડપાવવા પામી રહ્યો છે અને તે ચિંતાનો વિષય જ કહી શકાય તેમ છે. નેાધનીય છે કે, ઈ સીગારેટનો પ્રથમ જથ્થો તો મુંદરા સેઝમાથી રવાના થયો હોવાનુ બહાર આવ્યા બાદ સીએફએસમાં તપાસ હાથ ધરવામાં આવતા એક પછી એક વિદેશી પ્રતિબંધિત સિગારેટના જથ્થા પકડાવવા પામી રહ્યા છે.અને આ જ કડીના ભાગરપે તાજેતરમા જ અમદાવાદ ડીઆરઆઈ દ્વારા મુંદરા પોર્ટ પરથી માન્ચેસ્ટર અને મેઈન આઈસ બ્રાન્ડસનુ કન્ટેઈનર ઝડપી પાડયુ છે. કપડાની આડમાં આવેલ આ સીગારેટનો જ્થ્થાની કિમંત ૩૩ કરોડ જેટલી થવા પામી રહી છે. આવી જ રીતે અઠવાડીયા પહેલા જ ૧૭ કરોડની વિદેશી સિગારેટનો જથ્થો પકડી પાડવામા આવ્યો છે. હાલમ પકડાયેલ સિગારેટમાં ૭૭ર કાર્ટુન લગભગ ૭૭ હજાર સ્ટીકી સાથે મળી આવી હતી. મેક આઈસ બ્રાન્ડ સિગારેટના ૩ર૮ કાર્ટુન જેમા ૩ર હજાર જેટલી સ્ટીકસ મળી આવવા પામી હતી. આ ઉપરાંત રોયલ રેડ સિગારેટના પ૦ કાર્ટુન જેમા પાંચ લાખ સ્ટીકસ ઝડપી પાડી છે.જાણકારો કહી રહ્યા છે કે, હવે અહી સીબીઆઈ તથા એનઆઈએ અને ઈડી જેવી એજન્સી ત્રાટકે અને આમીયાચંદ્ર તથા તેના ટોળકીના સાગરીતો પર તવાઈ બોલાવી ધાક બેસાડતી લાલઆંખ કરે તે જ સમયનો તકાજો બની રહ્યો છે.

મુંદરા-કંડલા કસ્ટમના ભ્રષ્ટબાબુઓનો આ રહ્યો ભાવપત્રક : કોણ કેટલા લે છે?

ગાંધીધામ : મુંદરા અને કંડલા કસ્ટમમાં કયા તબક્કેથી કયા કક્ષાના અધિકારી સુધી કેવા કેવા કામ પેટેના ફિક્ષ ભાવો શુ લેવાઈ રહ્યા છે? એટલે કે, પાર્ટી પાસેથી કટકી નાનાથી લઈ અને ઉપર સુધીના અધિકારીઓ શુ ભાવની સ્વીકારી રહ્યા છે તે ભાવો પણ ચર્ચાય છે તે નીચે મુજબ છે.
• એસેસમેન્ટ સુપ્રીટેન્ડેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• ડે.કમિ.એસેસમેન્ટ : ૩૦૦ થી પ૦૦.
• એકઝામિનેશન સુપ્રી. : રપ૦ થી ૪૦૦
• એકઝામીનેશન ઈન્સપેકટર : રપ૦ થી ૪૦૦
• ફેસલેશ અસેસમેન્ટમાં અપ્રેઈઝર : પ૦૦થી ૭૦૦ અને ડીસી : પ૦૦થી ૭૦૦.
• (રીએકઝામીનેશન) સુપ્રીટેન્ડેન્ટ : ૫૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• (રીએકઝામીનેશન) ઓફિસર :૨૦૦૦ ( પ્રતિ કન્ટેનર)
• કસ્ટમ ગેટપર નવા સીલ પેટે : ૧૦૦૦ (પ્રતિ સીલ)

વિચારતો કરો, હવે ફેશલેશ સિસ્ટમમાં પણ મંગાય છે સલીયાણાં…! : આ સિસ્ટમ ભ્રષ્ટાચાર ડામવા છે કે, વધારવા ?

  • દેશનુ ગૃહમંત્રાલય ગંભીર બને : કચ્છની અજન્સીઓ ચેતે
    ૩૦૦ કરોડથી વધુની સિગારેટ ઝડપી પડાઈ :તો મુંદરામાં વિસ્ફોટકો નહી ઠલવાઈ જાય.?
    ગાંધીધામ : મુંદરા બંદર પર હજારો કરોડોના ડ્રગ્સનો સામાન તો પકડાઈ ચૂકયો છે, તે બાદ ગૃહવિભાગે કેન્દ્રીય સ્તરથી કડકાઈ દાખવી અને એનઆઈએ તથા એનસીબીને મેદાનમાં ઉતરતા અહી ડ્રગ્સની હેરફેર કરનારાઓ અટકયા છે. પરંતુ અહી પાછલા ત્રણેક માસથી પ્રતિબંધિત વિદેશી સીગારેટના એક પછી એક મોટા જથ્થાઓ પકડાઈ રહ્યા છે તે ચિંતાનો વિષય જ કહી શકાય. જે રીતે અહીથી ડ્રગ્સ હજારો કરોડોના અને સિગારેટનો જથ્થો પણ અવિરત રીતે ઝડપાઈ જ રહ્યો છે તે જોતા જાણકારો સવાલ કરી રહ્યા છે કે, કાલ સવારે દેશની સલામતી સામે જોખમ ઉભા કરતા વિસ્ફોટકોનો જથ્થો પણ કન્ટેઈનર મારફતે કસ્ટમ સહિતની એજન્સીઓની લાપરવાહી થકી નહી ઘુસી જાય તેની શું ખાત્રી?