અંજારમાં ભાજપનો ભગવો લહેરાશે : વાસણભાઈ આહિર

0
48

અંજાર બેઠકના ભાજપના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગાએ નામાંકન પત્ર કર્યું દાખલ : અંજારમાં ચૂંટણી મધ્યસ્થ કાર્યાલયને વાસણભાઈ આહિરના હસ્તે ખૂલ્લું મૂકાયું : અંજારની જંગી જાહેરસભામાં વિજયનો વ્યક્ત કર્યો વિશ્વાસ

અંજારમાં ભાજપની જીત રહેશે અણનમ : વાસણભાઈ આહીરનો હુંકાર

ભાજપે મારા પર મુકેલ વિશ્વાસને સાર્થક કરવા સંકલ્પબદ્ધ છું : ત્રિકમભાઈ છાંગા

ત્રિકમભાઈ સનિષ્ઠ ઉમેદવાર છે : બાબુભાઈ હુબંલઃ કોંગ્રેસે હમેશા કાંટા જ વાવ્યા છે, વિકાસની રાજનીતી તેને આવડતી જ નથી : શંભુભાઈ આહિર : કચ્છ સાથે ગુજરાતમા ભાજપનુ કમળ બમણા જોરે ખીલશે : માવજીભાઈ સોરઠીયા

અંજાર : છેલ્લા અઢી દાયકામાં પાર્ટીના શાસનમાં થયેલા વિકાસનું ભાથું લઈ આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવારો વિજય તરફ અગ્રેસર થયા છે ત્યારે ઐતિહાસિક અંજારની બેઠક પર પણ ત્રિકમભાઈ છાંગા અભૂતપૂર્વ બહુમતિથી વિજયી થશે તેવો વિશ્વાસ અંજાર ખાતે જંગી જાહેરસભાને સંબોધતા વાસણભાઈ આહિરે વ્યક્ત કર્યો હતો. અંજાર વિસ્તારમાં વિકાસને આગળ ધપાવવા પાર્ટી હાઈકમાન્ડે હવે ત્રિકમભાઈ છાંગાને મેન્ડેટ આપ્યું છે ત્યારે ભાજપના તમામ કાર્યકરોને ઉત્સાહભેર ચૂંટણી પ્રચારમાં લાગી જવા શ્રી વાસણભાઈએ આહ્‌વાન કર્યું હતું.આજે સવારે અંજાર બેઠકના ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યાલયને ધારાસભ્ય વાસણભાઈ આહિરે ખૂલ્લું મૂક્યું હતું. આ પ્રસંગે સંતો-મહંતોના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. અંજારના ગંગા નાકા બહાર વિસ્તારમાં કાર્યકર્તાઓની બહોળી ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રચાર કાર્યાલયનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ કચ્છી ગુર્જર ક્ષત્રિય સમાજવાડી, ગઢવાઢી પાસે જાહેરસભા યોજાઈ હતી. જહેરસભામાં ધારાસભ્ય વાસણભાઈ આહિર, ભાજપના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગા સહિતના આગેવાનોએ જનમેદનીને સંબોધન કર્યું હતું. અંજાર પંથકમાં ભારતીય જનતા પાર્ટીને મળી રહેલા અભૂતપૂર્વ સમર્થનથી આગામી ચૂંટણીમાં ભાજપના શિસ્ત અને સાદગીપ્રેમી ઉમેદવાર ત્રિકમભાઈ છાંગા અભૂતપૂર્વ લીડથી વિજયી બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.આજ રોજ ભાજપના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગાએ ઉમેદવારી પત્ર નોંધાવ્યો તે પહેલા શહેરમાં એક વિશાળ કાર્યકર્તા મિલન સમોરાહ રાખવામાં આવ્યો હતો. પૂર્વ મંત્રીશ્રી અને અંજારના ધારાસભ્ય વાસણભાઈ આહિર, પુષ્પદાનભાઈ ગઢવી સહિતના અનેકવીધ અગ્રણીઓની હાજરીમાં આ સમારોહ યોજાયો હતો જેમાં વાસણભાઈ આહીરે ખુદે કરેલા વિકાસકામો, અંજારમાં ભાજપને સતત મળતા સ્નેહની વાત કરી અને તેઓને પણ ગામના સરપંચ પદથી લઈ અને રાજય સરકારમાં મંત્રી બનવા સુધીની જે તકો અપાઈ તેનો આભાર વ્યકત કરી અને ત્રિકમભાઈ છાંગા ઐતિહાસક માર્જીનથી વિજયી થઈ અને આ બેઠક પર ભાજપની જીત અણનમ જ રાખશે તેવો વિશ્વાસ વ્યકત કર્યોહતો. તો વળી ત્રીકમભાઈ છાંગાએ ખુદ પાર્ટી સહિતના દિગ્ગજ નેતાઓનો ટિકિટ આપવા બદલ આભાર વ્યકત કર્યો હતો તથા જાહેરસભામાં હાજર મોટી સંખ્યામાં લોકોએ તેમનો ઉત્સાહ વર્ધાયો હોવાનો સુર દર્શાવી અને પ્રજાસેવાને તેઓ સદાય સમર્પિત જ રહેશે તેવી ખાત્રી આપી હતી. તો વળી બાબુભાઈ હુંબલે પણ ત્રિકમભાઈ ખુદ જ સાદગીભર્યો સ્વભાવ ધરાવી રહ્યા છે અને પ્રજાના કામો તેઓ ચોકકસથી કરશે તેવો વિશ્વાસ અહી દર્શાવ્યો હતો. તો વળી અંજાર તાલુકા ભાજપના પ્રમુખ શંભુભાઈ આહીરે કોંગ્રેસને આડેહાથ લઈ અને કહ્યુ હતુ કે, કોંગ્રેસે કાંટા જ વાવયા છે, નફરતની જ રાજનીતી કરી છે, તુષ્ટીકરણને કોંગ્રેસ હમેશા પ્રાધાન્ય આપે છે, જયારે ભાજપ વિકાસને આગળ ધપાવવા સદાય કટિબદ્ધ હોવાથી ભાજપનો આ બેઠક પર ભવ્ય વિજય થશે. તો વળી ત્રિકભાઈ વાસણભાઈ આહીરે કહ્યુ કે, આ વિસ્તારમાં અગાઉ ૩પ૦૦ કરોડના વિકાસકામો થયા છે. મતદારો અને પક્ષે અમને ઘણું બધુ આપ્યુ છે. કદાચ મારા શરીરના ચામડાંથી પણ જોડા બનાવીને ઋણ ચુકવુ તો તે ઓછુ પડે તેવી લાગણી ત્રિકમભાઈ આહીરે દૃશાવી હતી.આ પ્રસંગે મહેશભાઈ સોરઠીયા, માવજીભાઈ સોરઠીયા, પ્રદિપસિંહ જાડેજા, બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, મુરજીભાઈ મ્યાત્રા, જીવાભાઈ શેઠ, મહંત શ્રી કિર્તીદાસજી મહારાજ, વાસણભાઈ આહિર, રાજીબેન હુંબલ- પ્રમુખશ્રી, ખીમજીભાઈ માતંગ-બગથડા યાત્રાધામ, કિર્તીદાસજી મહારાજ – મહંતશ્રી રામસખી મંદીર, પ્રીતીબેન માણેક, ઈલાબેન ચાવડા, જયશ્રીબેન ઠક્કર, કલ્પનાબેન રાજગોર, લીલાવંતીબેન પ્રજાપતી, રચનાબેન, નજમાબેન બાપડ, સોનલબેન મહેતા, શંભુભાઈ આહીર, દેવજીભાઈ વરચંદ, મનજીભાઈ, શંભુભાઈ મ્યાત્રા, વસંતભાઈ કોડરાણી, ડેની શાહ, રાજીબેન હુંબલ, આંબાભાઈ રબારી, દિંગતભાઈ ધોળકીયા, હરીહીરા જાટીયા, સતીશભાઈ છાંગા, વાઘજીભાઈ, નવીનભાઈ પાંચાણી, ત્રિકમભાઈ આહિર, બહાદુરસિંહ જાડેજા, દેશીબેન હુંબલ, કાનજીભાઈ શેઠ, ગોપાલભાઈ મ્યાત્રા, જીગરદાન ગઢવી, કલ્પેશભાઈ આહીર, રૂપાભાઈ રબારી, રચનાબેન જોષી, કિશોરભાઈ ખટાઉ, ગોવિંદભાઈ કોઠારી, રાજેશભાઈ પલણ, ભોજુભાઈ બોરીચા, આમદભાઈ, જીગર ગઢવી, બળવંત ગઢવી, કાસીરામ પ્રજાપતી, હરેશ પટેલ, વાઘજીભાઈ છાંગા, આંબાભાઈ છાંગા, લક્ષ્મણભાઈ ડાંગર, વિશાલભાઈ આહીર , આનંદભાઈ છાંગા, મોહન બીજલ માતા, અરજણભાઈ ડાંગર, અનીલ પંડ્યા, નવગણ આહીર, ખેંગારભાઈ વીરડા, વાસણભાઈ આહિર, ત્રીકમભાઈ છાંગા, વસંતભાઈ કોડરાણી, શંભુભાઈ આહીર, જીવાભાઈ શેઠ, રાજીબેન હુંબલ, મનજીભાઈ આહીર, ભુમીત વાઢે, માવજીભાઈ સોરઠીયા, નીલેશગીરી ગોસ્વામી, લીલાવંતીબેન પ્રજાપતી, શામજીભાઈ આશાભાઈ ડાંગર, કિશોરભાઈ ખટાઉ, ગગુભાઈ ડાંગર ખેંગારભાઈ વીરડા, માવજીભાઈ સોરઠીયા, મશરૂભાઈ રબારી, ત્રીકમભાઈ આહિર, ત્રીકમભાઈ વાસણભાઈ આહીર, મનજીભાઈ આહિર, ભુરાભાઈ બવા, બાબુભાઈ હુબલ, દેવજીભાઈ વરચંદ, હરીભાઈ હીરાભાઈ જાટીયા, ગોવિંદ કોઠારી, રાજીબેન હુંબલ, ધનજી ખીમજી ચાવડા, જગાભાઈ રબારી, ભૌમીકભાઈ વાઢેર, આંબાભાઈ રબારી, સુરેશભાઈ રબારી, સુરેશભાઈ ટાંક, રણછોડભાઈ વાસણભાઈ આહિર, બાપાલાલ જાડેજા, દિલીપભાઈ ત્રીવેદી, જીગરદાન ગઢવી, કંકુબેન વાસણભાઈ આહિર, સ્વામીનારાયણના સંતોશ્રીઓ, વાડીલાલભાઈ સાવલા, અશોકભાઈ સીંઘવી, ડો.દિપક ચૌધરી, મંજુલાબેન વ્યાસ,દમીબેન પટેલ, ડાહીબેન આહીર, અમૃતાબેન વીસરીયા, હંસાબેન વણકર, પ્રીતીબેન માણેક, કલ્પનાબેન રાજગો, જંખના સોનેતા, ઈલાબેન ચાવડા, રચના જોષી, સોનલ મહેતા, હર્ષાબેન ગોહીલ, કુંદનબેન, હર્ષાબેન ત્રીવેદી, બારમેડા પુંજા, બાયડ નજમા, હર્ષાબેન પટેલ, સોભા આહીર, મંજુબેન, ભાવિકા ચાવડા, હર્ષિતા પટેલ, હર્ષાબેન પટેલ, તુરષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા.જાહેરસભાને સંબોધન બાદ વિજય મુહૂર્તે ત્રિકમભાઈ છાંગાએ પોતાનું ઉમેદવારી પત્રક ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યું હતું. તો વળી આજ રોજ યોજાયેલી જાહેર સભા દરમયાન સંગીતાબેન જયેશ આહિર, જયદીપસિંહ જાડેજા, રમેશભાઈ આહીર ખેડોઈથી બીનહરીફ સરપંચ ભાજપમાં જોડાયા, ગોકુલભાઈ ડાંગર કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા.