ભાજપના ચાણકય કાલે ભુજમાં : કચ્છના બળવાખોરો-અસંતુષ્ટો સાવધાન : અમિત શાહ પછાડશે ધોક્કો ?

0
43

અમિત શાહના આગમનને લઈને જિલ્લામાં ટિકિટોની જાહેરાત બાદ આંતરીક રીતે સતત ઉંચા-નીચા થતા મહત્વકાંક્ષી થનગનભુષણ અમુક બની બેઠેલા નેતાઓમાં ફફડાટ

શાહ ભાજપના ઉમેદવાર કેશુભાઈની તરફેણમાં કરશે પ્રચંડ પ્રચાર : મતદારોને રિજવશે : ભાજપના વિકાસની વર્ણવશે વ્યથા

ગાંધીધામ : ગુજરાતમાં ચૂંટણી જંગનો માહોલ જામી ચૂકયો છે. ભાજપ દ્વારા પણ કાર્પેટ બોમ્બાર્ડીગ સમાન પ્રચંડ પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના સ્ટાર પ્રચારકો સતત અલગ અલગ વિધાનસભાની બેઠકો પર ઝંઝાવાતી પ્રચારો કરી રહ્યા છે.દરમ્યાન જ જાણવા મળતી વધુ વિગતો અનુસાર કચ્છના જિલ્લા વડામથક ભુજ વિધાનસભા બેઠક પર પણ ચૂંટણી પ્રચારનું વાવાઝોડું ફુંકવાને માટે ભાજપના ચાણકય અને દેશના કેન્દ્રીય ગૃહ તથા પ્રથમ સહકારીમંત્રીશ્રી અમિતભાઈ શાહ આવતીકાલે ભુજ પધારી રહ્યા છે. નોધનીય છે કે, ભુજમાં ભાજપે જિલલા પ્રમુખ પાટીદાર અગ્રણી કેશુભાઈ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ભુજમાં કેશુભાઈ પટેલના સમર્થનમાં યોજનાર પ્રચાર ઝૂંબેશના કાર્યક્રમને સફળ બનાવવાની એકતરફ તમામ તૈયારીઓ ચાલી રહી છે ત્યારે બીજીતરફ રાજકીય તજજ્ઞો દ્વારા એવો પણ સુચક ઈશારો કરવામા આવી રહ્યો છે કે, ભાજપે આ વખતે ટિકિટ ફાળવણીમાં અનેક દિગ્ગજોના પત્તા કાપી દીધા છે તો કેટલીક જગ્યાએ મોટા દાવો પણ ભાજપ દ્વારા ખેલવામાં આવ્યા છે. આવામાં જિલ્લામાંથી ઠેર-ઠેરથી આતંરીક રીતે નારાજો, અસંતુષ્ટો તથા બળવાખોરીના સુર પર ઉભા થવા પામ્યા હતા.હવે અમિત શાહ જેવા ભાજપના શિર્ષસ્થ અગ્રણી ભુજમાં પધારી રહ્યા છે ત્યારે એક વાત એવી પણ સપાટી પર આવી રહી છે કે, ટિકિટો જાહેર થયા બાદ જે અમુક બની બેઠેલા નેતાઓ જિલ્લાભરમાં ઉંચા-નિંચા થવા પામ્યા છે તે તમામે સાવધાન થઈ જવાની જરૂર છે. અમિત શાહ આવા તમામ તત્વોનો પણ ભુજમાં કલાસ લે તો નવી નવાઈ નહી કહેવાય. અમિત શાહની કામની રીતી-નિતીઓ સૌ કોઈ જાણે જ છે. તેઓ પક્ષને નુકસાન કરનારાઓને કમળને જુઓ, પક્ષ પ્રથમના સિદ્ધાંતને અપનાવો તેવી કડક ટકોર આંખના ઈશારામાં કરવાને માટે ટેવાયેલા છે અને ભલભાલ ચમરબંધીઓ અમિતશાહની વક્રદ્રષ્ટીથી હમેશા બચવાનો પ્રયાસ કરતા હોય છે. દરમ્યાન જ હવે જિલ્લામાં પણ આવા કેટલાક બની બેઠેલા બળવાખોર નેતાઓમાં પણ અમિત શાહના આગમનને લઈને ફફડાટની લાગણી ફેલાઈ છે. અમિત શાહ કચ્છ પ્રવાસ દરમિયાનની ખુદની અંગત બેઠકોમાં નાજરાગી દર્શાવનાર કયા બળવાખોરનો ઉધડો લઈ લે તે કાંઈ નકકી ન કહેવાય..! બીજીતરફ એમ પણ કહેવાય છે કે, અમિત શાહના કચ્છપ્રવાસ બાદ ભુજ સહિત કચ્છની વિધાનસભાના ચિત્રમાં ભાજપ તરફે અનેક ઘણો પ્રતિસાદ ઉભો થઈ જાય તો પણ નવી નવાઈ નહી કહેવાય.