માંડવી-મુંદરા સીટ પર ભાજપની થશે ભવ્ય જીત : સીએમ

0
61

મુન્દ્રા ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જંગી જનસભા સંબોધી : વિજય સંકલ્પ સમારોહમાં પ્રચારનું રણશિંગુ ફંકાયું : માંડવી બેઠકના ભાજપના ઉમેદવાર અનિરૂદ્ધભાઈ દવેએ દાખલ કર્યું નામાંકન : મુન્દ્રામાં કાર્યકરો અને સમર્થકોનો ઉમટ્યો મહેરામણ

માંડવી : વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષી અને આજે માંડવીના ભાજપના લોકપ્રિય ઉમેદવાર અનિરુદ્ધભાઈ દવે પોતાની વિધિવત ઉમેદવારી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાન નોંધાવી હતી

વિજય સંકલ્પ સમારોહમાં ભાજપે નગારે ઘા કર્યું હતું અને કોંગ્રેસમાં ભડકો થયો હતો માંડવી શહેર કોંગ્રેસ પ્રમુખ તેમજ કચ્છ જિલ્લાના કોંગ્રેસના પૂર્વ મહામંત્રી સહિતના હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા. તાલુકા પંચાયતના વિક્રમસિંહ જાડેજા સંઘના અગ્રણી મનુભા જાડેજા શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયસિંહ જાડેજા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી લક્ષ્મીચંદભાઈ ફુફલ, અમૃતભાઈ પટેલ સહીત સાડા પાંચસો થી વધુ માંડવી અને મુન્દ્રા ના કાર્ય કરો અને હોદ્દેદારો ભાજપમાં જોડાયા હતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ માંડવી વિધાનસભાના ઉમેદવાર અનિરુદ્ધભાઈ દવે અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નો વિશિષ્ટ સન્માન પાઘડી અને ફુલહાર અને ભાગવત ગીતા અને મોમેન્ટો દ્વારા અનિરુદભાઈ દવે અને ભાજપની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સ્વાગત પ્રવચન તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અમુલભાઈ દેઢીયા એ કર્યું હતું આ પ્રસંગે વિધાનસભાના દાવેદાર અનિરુદ્ધભાઈ દવેનો માંડવી મુન્દ્રાના વિવિધ મંડળો સરપંચ સંગઠન તાલુકા અને જિલ્લા ના હોદ્દેદારો ધ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આપ્રસંગે ઉદબોદન કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પંડિત શ્યામજીકૃષ્ણ વર્મા ની ભૂમિ ઉપર આવવાનો તેમને અવસર મળ્યું છે તેને સદભાગ્ય ગણાવતા અનિરુદ્ધભાઈ દવે સાથે મુંબઈ મા ચૂંટણી વખતે તેમણે કામ કર્યું છે અને તેઓ તેમની પદ્ધતિથી વાકેફ હોવાનું તેમણે જણાવ્યું હતું સતત પ્રજાની વચ્ચે રહી લોકોના કાર્ય કરતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને વિકાસની રાજનીતિમાં જનતાએ વિશ્વાસ રાખ્યો તેનો ફળ વિકાસ રૂપે પ્રજાને મળ્યું હોવાનું જણાવી કચ્છને વિકાસની દ્રષ્ટિએ રોલ મોડલ ગણાવ્યો હતો કચ્છના મોડકુબા સુધી નર્મદાના નિર્‌ પહોંચ્યા છે અને ઉંટડી ના દુધ ની ફેક્ટરી એકમાત્ર કચ્છમાં છે ત્યારે માલધારીઓ બેઠા થયા છે અને ઉદ્યોગપતિઓએ પોતાના ઉદ્યોગ સ્થાપવા ગુજરાત તરફ મીટ માંડી છે ગુજરાતને ઉત્તમ થી સર્વોત્તમ તરફ આગળ વધારવા આપ સૌ સહભાગી થયા છો ત્યારે સમગ્ર પ્રજાજનો નો આભાર વ્યક્ત કર્યો હતો માંડવી વિધાનસભાના ઉમેદવાર અનિરુદભાઈ દવે વિજય મુરતે તેઓ પોતાનું નહી પણ સર્વે કાર્યકરો નું નામાંકન કરવા જઈ રહ્યા હોવાનું જણાવ્યું હતું અને આવનારા સમયમાં અનેક વિકાસના કાર્યો માંડવી વિસ્તારમાં સાર્થક થશે તેવું જણાવ્યું હતું માંડવી મુન્દ્રા જેટ ગતિ એ વિકાસ કરશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને નાત જાતની ભેદભાવ વગર રાષ્ટ્રવાદની વિસ્તારમાં સાર્થક થશે તેવું જણાવ્યું હતું માંડવી મુન્દ્રા જેટ ગતિ એ વિકાસ કરશે તેઓ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને નાત જાતની ભેદભાવ વગર રાષ્ટ્રવાદની ભાવનાઓ સાથે આગળ વધવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી કાર્યકરો અને પ્રજા ના સહકારથી ૨૫,૦૦૦ થી વધુ ની લીડ થી જીતવાનો શંખનાદ તેમણે કર્યો હતો જિલ્લા પંચાયતના પ્રમુખ પારૂલબેન કારા,મહેન્દ્રભાઈ ગઢવી, રમેશભાઈ મહેશ્વરી એ પોતાના પ્રસંગિક ઉદબોધનોમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો માંડવી અને મુન્દ્રાના વિવિધ મંડળો તેમજ સમાજો દ્વારા અનિરુદ્ધભાઈ દવેનો વિશે સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કુલદીપ સિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, અમુલભાઇ દેઢિયા, નરેન્દ્રભાઈ પીઠડીયા, પ્રણવભાઈ જોશી, કિર્તીભાઈ રાજગોર છાયાબેન ગઢવી બટુકસિંહ જાડેજા ચંદુભાઈ વાડીયા પ્રેમજીભાઈ પટેલ ગંગાબેન સેગાણી વિશ્રામભાઇ ગઢવી રાણસિંહભાઈ ગઢવી વાડીલાલ દોશી દેવાંગભાઈ દવે હરેશભાઈ રંગાણી સામતભાઈ ગઢવી વાલજીભાઈ સંઘાર કનુભા જાડેજા ધનરાજ ગઢવી જીગરભાઈ છેડા ડાયાલાલ આહીર વિરમભાઇ ગઢવી પ્રદ્યુમનસિંહ જાડેજા કિશોરસિંહ પરમાર રણજીતસિંહ જાડેજા ગીરીશભાઈ છેડા ગણપતસિંહ રાઠોડ મહેન્દ્રસિંહ જામ સુજાતાબેન ભાયાણી દશરથભાઈ ચૌહાણ મહેન્દ્રભાઈ રામાણી હરિભાઈ ગઢવી નિલેશ મહેશ્વરી સુરેશભાઈ સંઘાર કેશવજીભાઈ રોસિયા વિશાલભાઈ ઠક્કર મુકેશભાઈ જોશી અરવિંદભાઈ ગોહિલ હરિ ઓમ અબોટી સહિત માડવી મુન્દ્રાના બહોડી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન કિર્તીભાઈ રાજગોર અને આભાર વિધિ કિશોરસિંહ પરમાર એ કરી હતી. કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા હતા.