ગાંધીધામમાં ભાજપ વિક્રમજનક લીડથી જીતશે : હેમંત શર્મા

0
39

ભાજપના વિધાનસભાના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીના સમર્થનમાં આસામના ફાયરબ્રાન્ડ સીએમ હેમંત બિશ્વા શર્માએ જાહેરસભાને સંબોધી : ભાજપના વિકાસકામો, નરેન્દ્રભાઈની દિર્ધદ્રષ્ટી, ગુજરાતમાં ભાજપની સરકારે કરેલા કામોને આગળ ધપાવવા માલતીબેનને જંગી જીતથી વિજયી બનાવવા કર્યો અનુરોધ : શ્રી બિશ્વાએ વિપક્ષને પણ લીધા બરાબરના આડેહાથ

ગાંધીધામ : આજથી ગુજરાતમાં ભાજપ દ્વારા પ્રચારનો પ્રચંડ આરંભ કરી દેવામા આવ્યો છે. કેન્દ્રીય નેતાઓ આજે ગુજરાતને ધમરોળી રહ્યા છે ત્યારે ગાંધીધામ વિધાનસભાની બેઠક પર ભાજપના ઉમદવાર માલતીબેન મહેશ્વરીના સમર્થનમાં આસામના ફાયરબ્રાન્ડ સીએમ હેમંત બિશ્વ શર્માએ હાજરી રહી અને કાર્યકર્તાઓ તથા મતદારોમાં એક નવા જ જોમ-જુસ્સાનો સંચાર કરી દીધો છે.આજ રોજ સવારે ગાંધીધામના પંડિત દીનદલાય હોલ, ગુરૂકુલ ખાતે ભાજપના સ્ટારપ્રચારક હેમંત બિશ્વા શર્મા આવી પહોચ્યા હતા જયા તેઓનુ ઉમળકાભેર પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અહી શ્રી શર્માએ જાહેરસભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, કેન્દ્રની નરેન્દ્રભાઈ મોદીની સરકાર દેશ-દુનીયામાં વિકાસના કાર્યો પણ અગ્રેસર છે. ગુજરાતમાં પણ ભાજપની સરકાર હોવાથી મતદારોને ડબલ એન્જીન સરકારનો બેવડો લાભ મળવા પામી રહ્યો છે. શ્રી બિશ્વાએ કહ્યુ કે, અયોધ્યામાં રામમંદિરનુ ભવ્ય નિર્માણ થવા પામી રહ્યુ છે. આગામી ટુંક જ સમયમાં કોમન સિવીલ કોડ પણ આવી રહ્યુ છે. કાશ્મીરમાં સુખ-શાંતી સ્થપાઈ ગઈ છે. આ બધુ જ નરેન્દ્રભાઈ મોદીની દ્રષ્ટીથી જ થવા પામ્યુ છે. આ તબક્કે શ્રી બિશ્વાએ કોંગ્રેસ સહિતના વિપક્ષી દળોને પણ આડેહાથ લીધા હતા.શ્રી બીશ્વાએ ગુજરાતના વિકાસ મોડેલની પણ નોધ લઈ અને ગુજરાતનો વિકાસ આજે દેશ-દુનીયામાં વણખાઈ રહ્યો છે ત્યારે નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વીકાસના પાયા મજબુત બનાવ્યા હોવાનુ કહ્યુ હતુ. શ્રી બિશ્વાએ આ તબક્કે જણાવ્યુ હતુ કે, ગુજરાતની તો આજે દુનીયામાં નોધ લેવાઈ રહી છે એટલે ગુજરાતમાં પરીવર્તન નહી પુનરાવર્તની જરૂર છે અને ગુજરાતની શાણી પ્રજા આ વાત સારી રીતે જાણે છે. આ પહેલા કચ્છ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખશ્રી વલમજીભાઈ હુંબલે કહ્યુ હતુ કે, કચ્છ-ગુજરાત અને દેશના વિકાસમાં યોગદાન આપવાને માટે આપણે સૌ માલતીબેન મહેશ્વરીને વધુમાં વધુ મતોથી જીતાડીએ તેવી અપીલ શ્રી વલમજીભાઈ હુંબલ દ્વારા કરવામાં આવી હતી.આજ રોજ આસામના મુખ્યપ્રધાન હિમંત બીશ્વાએ ગાંધીધામમાં જાહેરસભા ગજવી તે વેળાએ જિલ્લા ભાજપના કાર્યકારી પ્રમુખ વલમજીભાઈ હુંબલ, વિધાનસભાના ઈન્ચાર્જ ધવલભાઈ ઠકકર, ધનજીભાઈ હુંબલ, તથા બાબુભાઈ ભીમાભાઈ હુંબલ, ભરતસિહ જાડેજા, દેવજીભાઈ વરચંદ, ગાંધીધામ નગરપાલીકા પ્રમુખ, પુનિતભાઈ દુધરેજીયા, સુરેશભાઈ શાહ, વિજયસીહ જાડેજા, નવીનભાઈ ઝરૂ, બળવંતભાઈ ઠકકર, મનોજભાઈ મુલચંદાણી, પંકજ ઠકકર, ધનજીભાઈ હુંબલ, વાઘજીભાઈ છાંગા, ગંભીરસીહ જાડેજા, મહેશભાઈ પુંજ, રામભાઈ માતંગ, દિવ્યાબેન નાથાણી, ચંદ્રીકાબેન દાફડા, મયુરીબેન ઠકકર, રામજીભાઈ ધેડા, ભરતભાઈ રામવાણી, નરેશભાઈ ગુરબાની, પપ્પુભાઈ ધડા, રાજેશભાઈ ભરાડીયા સહિતના ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં સમાવિષ્ટ ગાંધીધામ-ભચાઉના ભાજપના કાર્યકતાઓ, અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.