ગાંધીધામમાં ભાજપનો વિજય થશે : શૈલેષ પ્રજાપતિ

0
59

ગાંધીધામ વિધાનસભાના ભાજપના પ્રવાસી પ્રભારીએ કચ્છઉદય સાથેની વાતચીતમાં વ્યકત કર્યો વિશ્વાસ : પેજપ્રમુખ-સમીતીઓ ઉપરાંત ગાંધીધામના ચાર મંડળોની સાથે પાછલા ત્રણ માસથી કરેલા સર્વે બાદ
શ્રી પ્રજાપતિએ રજુ કર્યા અનુભવગત મત

ગાંધીધામ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓનો ધમધમાટ ચાલી રહ્યો છે. કચ્છની છ વિધાનસભા બેઠકો પર પણ માહોલ ગરમાયલો છે. દરમ્યાન જ સત્તાધારી પક્ષ ભાજપ વિજયનો રથ સતત આગળ જ ચલાવવા માટે સંગઠનાત્મક ધોરણે પણ લાંબા સમયથી આયોજનબદ્ધ પ્લાનીંગ કરી રહ્યુ છે. ત્યારે ગાંધીધામ વિધાનસભાની આ વખતની બેઠક ભાજપ સરળતાથી જીતી રહી હોવાનો વિશ્વાસ ભાજપના આ બેઠકના પ્રવાસી પ્રભારી શૈલેષભાઈ પ્રજાપતિએ વ્યકત કર્યો છે.મુળ ગુજરાતના અને હાલે રાજસ્થાન, આબુ રોડ વિસ્તારના રહેવાસી એવા શૈલષભાઈ પ્રજાપતિએ કહયુ હતુ કે, પેજ પ્રમુખનો વિચાર ભાજપના શિર્ષસ્થ અગ્રણી અમિત શાહ દ્વારા પાર્ટીને આપવામાં આવ્યો હતો અને તેને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ દ્વારા બખુબીથી ગુજરાતમાં અમલી બનાવવામાં આવ્યો છે. અમારા ગુજરાતના પ્રવાસી પ્રભારી-વિસ્તારક ઈન્ચાર્જના અગ્રણી નારાણસિહ દેવલના નેતૃત્વમાં અમે ગાંધીધામ વિધાનસભાના ઈન્ચાર્જ તરીકે પાછલા ત્રણ માસથી કાર્ય કરી રહ્યા છીએ. ગાંધીધામ વિધાનસભા વિસ્તારમાં ચાર અલગ અલગ મંડળો ભાજપના છે તેઓની સાથે સંકલન સાધી અને મતદારો સુધી અમે પહોચવાનુ કામ કર્યુ છે.શ્રી પ્રજાપતિએ આ તબક્કે કહ્યુ હતુ કે, ગાંધીધામમાં ભાજપના ઉમેદવાર માલતીબેનના વિકાસકાર્યો અને સાદગીસભર છબીને જોઈને પક્ષ દ્વારા તેમને ફરીથી અહી રીપીટ કરવામાં આવ્યા છે. પ્રવાસી પ્રભારી તરીકે અમોએ અત્યાર સુધીમાં જે જમીની સ્તર પર ગાંધીધામના વિસ્તારોમાં લોકોને મળી રહ્યા છીએ ત્યાં ભાજપના ઉમેદવાર માલતીબેનને અઢળક પ્રતિસાદ મળતોહોવાનુ જ સામે આવે છે. શ્રી પ્રજાપતિએ આ તબક્કે કહયુ હતુ કે, માલતીબેનના વિકાસકાર્યો થકી જ આ ચુંટણીમાં પણ ભાજપની અહી ભવ્ય જીત થશે તેવો અનુભવગત મત શ્રી શૈલેષભાઈ પ્રજાપતિએ વ્યકત કર્યો હતો.