ભુજ બેઠક પર ભાજપ ઐતિહાસીક જીત મેળવશે : કેશુભાઈ પટેલ

0
44

વિધાનસભા ચૂંટણીમાં ભુજ બેઠક માટે ભાજપના ઉમેદવારે દાખલ કર્યું નામાંકન પત્ર : કાર્યકર મિલનમાં બહોળી સંખ્યામાં હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ઉમટ્યા

ભુજ : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કચ્છની છ બેઠકો માટે મુખ્ય રાજકીય પાર્ટીઓના મોટાભાગના ઉમેદવારોના નામોની સતાવાર જાહેરાત થઈ જતા ચૂંટણી જંગમાં રાજકીય ગતિવિધિઓ તેજ બની છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુજ વિધાનસભા બેઠક માટે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલને ટિકિટ ફાળવાઈ હતી. આજે બપોરે વિજય મુહૂર્તમાં કેશુભાઈ પટેલે પોતાના સમર્થકો અને પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકરોની બહોળી ઉપસ્થિતિમાં પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. તે પૂર્વે ભુજની વિરામ હોટલ ખાતે કાર્યકર મિલનનું આયોજન કરાયું હતું.

આ પ્રસંગે કેશુભાઈ પટેલે સંબોધન કરતાં ભુજ બેઠક પર ઉમેદવારીની તક આપવા બદલ પાર્ટી હાઈકમાન્ડનો આભાર વ્યકત કર્યો હતો. કાર્યકરોને વિશ્વાસ આપતા તેમણે કહ્યું હતું કે, પાર્ટીએ મુકેલો ભરોશો કયારેય તુટવા નહીં દઉં. ડો. નિમાબેને ગત બે ટર્મમાં જે વિકાસ કર્યો છે. તે વિકાસને આગળ લઈ જઈને આવનારા દિવસોમાં અધુરા કામોને પુરા કર છું. કાર્યકરોને ર૦ દિવસ પ્રચાર કાર્યમાં લાગી જવા અનુરોધ કર્યો હતો અને ભારતીય જનતા પાર્ટીના શિસ્તબધ્ધ કાર્યકરોની તાકાતથી આગામી વિધાનસભા ચૂંટણીમાં ભુજ બેઠક પર ભાજપ ઐતિહાસિક બહુમતીથી જીત મેળવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. તો ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કચ્છની તમામ છ બેઠકો જંગી બહુમતીથી જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

ઉત્તરપ્રદેશના કેબીનેટ મંત્રી સ્વતંત્રદેવસિંહે જણાવ્યું હતું કે, કેશુભાઈ પટેલને તેઓ નજીકથી ઓળખે છે. કેશુભાઈ પટેલ નિષ્ઠાવાન અને કર્મઠ કાર્યકર રહ્યા છે. તેમણે દરેક કાર્યકરોને પોતાને કેશુભાઈ સમજીને જ ચૂંટણી પ્રચારમાં જાેશભેર લાગી જવા અપીલ કરી હતી. આ પ્રસંગે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં જણાવ્યું હતુ ંકે, લક્ષ્મી કયારેય ઝાડુ પર બેસીને કે પંજા પર આવતી નથી. લક્ષ્મી હંમેશા કમળ પર બેસીને જ આવે છે. જિલ્લા પ્રભારી હિતેશભાઈ ચૌધરીએ કાર્યકરોને ટકોર કરતાં જણાવ્યું હતું કે, ચૂંટણીમાં નિશ્ચિત થઈને ઘરે બેસવું નહીં ચાલે ચૂંટણીમાં દરેક કાર્યકરે મહેનત કરવી જ પડશે. કેશુભાઈ પટેલે પાર્ટી નેતૃત્વ પાસે ટીકીટ માંગી ન હતી. તેમ છતાં પાર્ટીએ તેમને તક આપી છે, જેના કારણે આજે કચ્છના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાેવા મળી રહ્યો છે. બુથ લેવલ પર મહેનત કરીને કચ્છની તમામ છ બેઠકો ભાજપ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો. અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિરે પણ કેશુભાઈ પટેલને શુભકામના પાઠવી હતી. આ પ્રસંગે તેમણે કાર્યકરોને ખોટી અફવાઓથી દૂર રહીને કચ્છની તમામ છ બેઠકો પર ભાજપના ઉમેદવારોને જંંગી બહુમતીથી વિજયી બનાવવા હાકલ કરી હતી.

આ પ્રસંગે ઉત્તરપ્રદેશના મંત્રી સ્વતંત્રદેવસિંહ, અંજાર ધારાસભ્ય વાસણભાઈ આહિર, દિલીપભાઈ દેશમુખ, હિતેશભાઈ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય રમેશ મહેશ્વરી, અંજાર બેઠકના ઉમેદવાર ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલ, પૂર્વ સાંસદ પુષ્પદાનભાઈ ગઢવી, હરિભાઈ હિરાભાઈ જાટિયા, જિલ્લા પંચાયત પ્રમુખ પારૂલબેન કારા, ભુજ નગરપતિ ઘનશ્યામ ઠક્કર, જિલ્લા ભાજપ મહામંત્રી શીતલ શાહ, ઈન્દ્રજીતસિંહ જાડેજા, બાપાલાલ જાડેજા, ભીમજી જાેધાણી, મંજુલાબેન ભંડેરી, હઠુભા જાડેજા, ગંગારામભાઈ રામાણી, બાબુભાઈ માકાણી, જયસુખ પટેલ, અશોક હાથી, દિવ્યરાજસિંહ ઝાલા, કુણાલ મહેશ્વરી, દિવ્યરાજસિંહ જાડેજા, પ્રફુલ્લસિંહ જાડેજા, તાપસ શાહ, નીલમબેન લાલવાણી, શંભુભાઈ આહિર, ચેતન કતિરા, ભરત સંઘવી, રાજુભાઈ દાફડા, ઈશ્વર મહેશ્વરી, ભાર્ગવ શાહ, શૈલેન્દ્રસિંહ જાડેજા, વાલજીભાઈ ટાપરિયા, પચાણભાઈ સંજાેટ, પ્રવીણસિંહ વાઢેર, કંકુબેન ચાવડા, દાનાભાઈ, રાજેશ વાઘેલા, ભરત શાહ, મનુભા જાડેજા, બાલકૃષ્ણ મોતા, દેવરાજભાઈ ગઢવી, હિતેશ ખંડોર, ચંદ્રકાન્ત કકા, કૌશલ્યાબેન માધાપરિયા, દિલીપ શાહ, સંજય ઠક્કર, રાહુલ ગોર, નરેન્દ્ર મેઘજી ઠક્કર, ડો. મુકેશ ચંદે, ભૌમિક વચ્છરાજાની, વીજુબેન રબારી, કમલ ગઢવી, હિરેન રાઠોડ, જીગરભાઈ શાહ, અનવર નોડે, નિકુલ ગોર, જયંતભાઈ માધાપરિયા, કેતન ગોર, મહિદીપસિંહ જાડેજા, રાજેશ ગોર, હનીફ માજાેઠી, આમદ જત, પ્રકાશ મહેશ્વરી, રમેશભાઈ કારા, કિરણ પટેલ, રેશ્માબેન ઝવેરી, પ્રતીક મહેતા, અનિલ ગોર, જગદીશ સોની, ભરત ગોર, નરેશ મહેશ્વરી, સતીશ છાંગા, બળવંત ઠક્કર, જીતેન ઠક્કર વગેરે ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો, સામાજિક અગ્રણીઓ, સંતો અને સમર્થકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભુજ બેઠક માટે કેશુભાઈ પટેલના નામની સતાવાર ઘોષણા થયા બાદ જિલ્લા ભાજપની લીગલ સેલ અને આચારસંહિતા વિભાગના હોદ્દેદારો સક્રિય બન્યા હતા. ચૂંટણી પંચનો ગાઈડલાઈન અનુસાર નામાંકન પત્ર તૈયાર કરવામાં આવ્યું હતું. કાર્યકરો સાથે શુભેચ્છા મુલાકાત બાદ બપોરે ૧ર.૩૯ કલાકે અભિજીત મુહૂર્તમાં કેશુભાઈ પટેલે ભુજ બેઠકના રિટર્નીંગ ઓફિસર મદદનીશ કલેકટર અતિરાગ ચાપલોત સમક્ષ પોતાનું નામાંકન રજૂ કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, આજરોજ ભાજપના ભુજ અને રાપર બેઠકના ઉમેદવારોએ વિધિવત રીતે પોતાના નામાંકન પત્રો વિજયમુહૂર્તમાં દાખલ કર્યા હતા. આ ઉપરાંત માંડવીથી અનિરૂધ્ધ દવે, અબડાસાથી પ્રધ્યુમનસિંહ જાડેજા, ગાંધીધામથી માલતીબેન મહેશ્વરી અને અંજારથી ત્રિકમભાઈ છાંગા આગામી તા. ૧૪-૧૧ સોમવારે પોતાનું નામાંકન પત્ર જવાબદાર અધિકારી સમક્ષ રજૂ કરશે તેવું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતું.

પરંપરાગત બેઠક વ્યવસ્થા

ભુજ : નામાંકન પત્ર ભરતા પૂર્વે ભુજ ઉમેદવાર કેશુભાઈ પટેલ દ્વારા વિરાટ કાર્યકર મિલન યોજાયું હતું. જેમાં સ્ટેજ પર પરંપરાગત બેઠક વ્યવસ્થાએ ખાસ ધ્યાન ખેંચ્યું હતું. છેલ્લા લાંબા સમયથી રાજકીય કાર્યક્રમોમાં પરંપરાગત ભારતીય બેઠક વ્યવસ્થા વિલોપ થઈ ગઈ છે. ત્યારે આજે લાંબા સમયબાદ હોદ્દેદારોને સ્ટેજ પર ગાદલા પર સ્થાન અપાયું હતું.