કચ્છની છ એ છ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાશે : શ્રી વાસુદેવ દેવનાની

0
27

RSSના સ્વયં સેવકથી લઈ અને રાજસ્થાનમાં પ્રચારક, સાદગીના પ્રતિક, રાજસ્થાન સરકારમાં બબ્બે વખત શિક્ષણમંત્રી પદે યશસ્વી સેવાઓ બજાવનાર અને સીંધી સમુદાયનો સર્વપ્રિય ચહેરો વાસુદેવ દેવનાનીજીએ કચ્છઉદય સાથેની મુલાકાતમાં વ્યકત કર્યો ઉદગાર : કેન્દ્રમાં ભાજપની સરકાર, મોદીજીના ગુજરાત મોડેલ, માલતીબેન મહેશ્વરીની વિકાસકાર્યોની સિદ્ધીઓ, સંગઠન-કાર્યકર્તાઓની મહેનતના આધારે ગાંધીધામ બેઠક પર આ વખતે જીતના તમામ વિક્રમો તુટશે : શ્રી દેવનાની : કોંગ્રેસમુકત ભારત બનાવવાની દીશામાં ગુજરાતની ચૂંટણી બનશે દીવાદાંડીરૂપ

ગુજરાત કોંગ્રેસના પ્રભારી ડો. રઘુશર્મા-અશોક ગેહલોત છે, રાજસ્થાનમાં જેઓએ ભ્રષ્ટાચારો આચર્યા તે ગુજરાતની જનતાનું શું ભલું કરી શકશે? કોંગ્રેસ ડુબતું જહાજ છે, તેના પર સવાર થવા ગુજરાતમાં કોઈ તૈયાર જ નથી, ફરીથી ભાજપનો જ અહી ભવ્ય ઉદય થશે : રાજસ્થાનના લોકપ્રીય જનસેવક શ્રી દેવનાનીએ વિપક્ષને પણ લીધા આડેહાથ : આમઆદમી પાર્ટી ગુજરાતમાં જયા ત્યાં હાથ-પગ ઉછાળે છે, રેવડીઓ વહેચે છે, પરંતુ ગુજરાતની પ્રજા સ્વમાની છે, આવા તકસાધુઓ ગુજરાતમાં કદાપિ ન ફાવે

ગાંધીધામ : ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચુંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે ભાજપે પ્રચંડ પ્રચાર વેગવાન બનાવી દીધો છે અને રાષ્ટ્રીય તથા પ્રાદેશિક સ્તરના દિગ્ગજોને ચૂંટણી પ્રચારના મેદાનમાં ઉતર્યા છે. જે દરમ્યાનના એક એવા રાજસ્થાનમાં આરએસએસનો મોટો ચહેરો, સાદગીના પ્રતિક તથા રાજસ્થાન સરકારમાં જ બબ્બે વખત શિક્ષણમંત્રી તરીકે યશસ્વી રીતે સેવા બજાવી ચૂકેલા વાસુદેવ દેવનાનીજી કચ્છના પ્રવાસે આવી પહોચ્યા છે અને તેઓએ ગાંધીધામ વિધાનસભાથી તેમના પ્રચાર પ્રવાસનો આરંભ કર્યો છે.
કચ્છઉદય સાથેની ખાસ મુલાકાતમાં વાસુદેવજીએ વિશ્વાસપૂર્વક હુંકાર કરતા જણાવ્યુ છે કે, આ વખતે કચ્છની છએ છ વિધાનસભા બેઠકો પર ભાજપનો પરચમ લહેરાશે. ભાજપની ભવ્ય જીત થશે અને તેમાય ગાંધીધામ વિધાનસભા બેઠક તો એતિહાસીક લીડથી વીજયી થવાય તેવો માહોલ શહેરી-ગ્રામીણ વિસ્તારના મતદારો અને ભાજપના કાર્યકર્તાઓ-સંગઠનની મહેનતથી તેઓને દેખાવવા પામી રહ્યો છે. શ્રી દેવનાનીએ કહ્યુ કે, કચ્છ-ગુજરાત અને દેશભરમાં હાલના સમયે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રત્યે અનેરો આદર ભાવ આપણે સૌ જોઈ રહ્યા છીએ. મોદીજી આત્મભારત નિર્માણની દીશામાં મકકમ ગતિએ આગળ ધપી રહયા છે. મોદીજીની કલ્યાણકારી યોજનામાં દેશના યુવાન, મહીલાઓ, પછાતવર્ગ, ખેડુતો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, આદિવાસીવર્ગ, અનુસુચિત જાતિ-જનજાતી સમુદાય, શોષીતો, પીડીતો સૌને અભુતપૂર્વ વિશ્વાસ રહેલો છે. ગુજરાતની આ વખતની ચૂંટણીમાં પણ મોદીજીની વિકાસનીતીનો પરચો ચોકકસથી જોવા મળશે મતદારો કચ્છની તમામ બેઠકો ખોબલે ખોબલે મતો આપી અને ભાજપને ફાળે જ આપશે. મોદીજીના વિજનથી આજે કચ્છનો યુવાન પણ જોબ સીકર નહી પરંતુ જોબ ગીવર બન્યો છે. શ્રી દેવનાનીએ જણાવ્યુ હતુ કે, ગુજરાત વિકાસ મોડેલ તરીકે પ્રસ્થાપિત થયેલ છે. ગુજરાતના વિકાસની આજે દુનિયામાં ચર્ચા થવા પામી રહી છે. ગુજરાતના વિકાસના કેન્દ્રમાં કચ્છ રહેલું છે. નરેન્દ્રભાઈને કચ્છ-ગુજરાત પ્રત્યે વિશેષ લગાવ રહેલો છે. કચ્છ-ગુજરાતના વિકાસના ઉંડા પાયા મોદીજીએ જ નાખ્યા છે. મોદીજીના નેતૃત્વમાં ભારતની યશોગાથા વિશ્વકક્ષાએ ઘવાયો છે જેનો દાખલો આપતા શ્રી દેવનાનીજીએ કહ્યુ કે, ર૦૦ વર્ષ સુધી ભારત પર અંગ્રેજ સલતનતે રાજ કર્યુ હતુ તેઓના દેશ પર આજે એક ભારતીય રાજ કરી રહ્યા છે. હિન્દુસ્તાનીઓની લાગણીને મોદીજી ખુબ જ સારી રીતે સમજે છે, મોદીજી ન હોત તો રામમંદિર શકય ન બન્યુ હોત, કાશ્મીરમાં કલમ ૩૭૦ અને આર્ટીકલ ૩પએના નિર્ણયો ન લઈ શકાયા હોત, શ્રી દેવનાનીજીએ કહ્યુ કે મોદીજી હે તો મુમકીન હે. તે કચ્છ-ગુજરાતની પ્રજા પણ બખુબી જાણે-સમજે છે.
શ્રી વાસુદેવભાઈ ખુદ જે સમુદાયમાંથી આવી રહ્યા છે તેવા સીંધી સમુદાયની વાત કરતા કહ્યુ હતુ કે, ભારત-પાકના ભાગલા બાદ સીંધમાં પોતાની મોટ પ્રોપટી અને મિલ્કતો છોડીને સીંધી સમુદાય મોટી સંખ્યામાં ગાંધીધામમાં વસવાટ કરવા આવી ગયો હતો. આ સીંધી સમુદાયએ કોઈની સામે હાથ ફેલાવવા વગર આત્મબળથી અહી આવી અને આત્મનિર્ભર બનયો છે. સીંધીઓ ગાંધીધામ સંકુલમાં જે વસી રહ્યા છે તેઓ ભલે પાકીસ્તાનના સિંધથી આવેલા હતા પરંતુ દુધમાં સાકળ ભળી જાય તેવી રીતે ભળી જવા પામ્યા છે. ગાંધીધામ સંકુલમાં આજે સીંધી સમુદાયનો પ્રભાવ અનેરો છે. શ્રી દેવનાનીએ આ તબક્કે કહ્યુ કે, સીંધી સમુદાય ભાજપના વિકાસ કાર્યોથી લાભાન્વિત છે અને ચોકકસથી ભાજપના ઉમેદવારને જ મત આપશે. આ ઉપરાંત રાજસ્થાનીઓ પણ અહી મોટી સંખ્યામાં વસવાટ કરી રહેલા છે તેઓ પણ ગુજરાતમાં આવીને બેપાંદડે થયા છે તે ભાજપ સરકારને આભારી છે. યુવાનોને રેાજગાર ઉપરાંત મહીલાઓ માટે પણ ભાજપ-મોદીજીએ અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેમાં ઉજજલા યોજના, મફત રાશન-અનાજ, જનધનખાતાઓ ખોલવીને ડાયરેકટર બેનીફીટ ટ્રાન્સફર સહિતનાઓનો લાભ કચ્છની બહેનોને પણ ચોકકસથી મળ્યો જ હશે. દેશના બંધારણીય દ્રષ્ટીએ સૌથી મોખરાના સ્થાન રાષ્ટ્રપતિ પદ પર એક આદિવાસી મહીલાને તક આપીને ભાજપ-નરેન્દ્રભાઈએ વિશ્વભરમાં ભારતનું ગૌરવ વધાર્યુ છે. યુવાનો સાથે મહીલાઓ પણ ભાજપ તરફી જ વલણ હાલમાં અપનાતવી હોવાનુ દેખાઈ રહ્યુ છે.શ્રી દેવનાનીજીએ કોંગ્રેસ સહિત વિપક્ષે આડેહાથ લેતા ક્હયુ હતુ કે, કોંગ્રેસ તો ગુજરાતમાં છે જ કયા? અંધકારમાં ધકેલાઈ ગઈ છે અને હાલની ચૂંટણીમાં જે રાજસ્થાનના ડો. રઘુ શર્મા અને અશોક ગેહલોતને ગુજરાતની જવાબદારી સોપાઈ છે તો આ તો બન્ને રાજસ્થાનની પ્રજાનું બંટાધાર કરીને બેઠા છે, ભ્રષ્ટતમ શાસન આપી રહ્યા છે, તેઓ ગુજરાતની પ્રજાનુ શુ ભલુ કરશે? શ્રી દેવનાનીએ કહ્યુ કે, હું રાજસ્થાનનો જ છુ. હાલમાં ત્યા કાયદો વ્યવસ્થાન સ્થિતી ખુબજ કથળેલી છે. તેઓએ ક્હયુ કે, ગુજરાતની પ્રજા ખુબજ જાગૃત છે અને એટલે જ કોંગ્રેસીઓને તે ઘરે બેસાડશે. ગુજરાતની હાલત રાજસ્થાનમાં હાલમાં છે તેવી થવા નહી દે. ઉપરાંત આમઆદમી પાર્ટી પર પણ શ્રી દેવનાનીએ ચાબખા વરસાવતા કહ્યુ હતુ કે, આપ ભ્રષટાચારી તત્વોની પાર્ટી છે. દિલ્હીમાં તેના અનેક દાખલાઓ ઉપલબ્ધ છે. એકાદ ટકો વોટ મેળવવા માટે આપ ગુજરાતમાં હાથ પગ ઉછાળો છે. તેથી વધુ આમઆદમી પાર્ટીની ગુજરાતમાં કોઈ હેસિયત જ ન હોવાનુ શ્રી દેવનાનીએ જણાવ્યુ હતુ.આરએસએસનો રાજસ્થાનનો જાણીતો ચહેરો, સરકારમાં બે વખત શિક્ષણમંત્રી તરીકે સેવા બજાવી ચૂકેલા અને હાલમાં અજમેર નોર્થ બેઠકના ધારાસભ્ય વાસુદેવ દેવનાનીજીએ એકંદરે કચ્છમાં નરેન્દ્રભાઈ મોદીની છબી, વિકાસ એજન્ડા, માલતબેન મહેશ્વરીની સાદગી અને કરેલા વિકાસકાર્યો તથા સંગઠનશકિતની મદદે ગાંધીધામ વિધાનસભા બેઠક પર ચોકકસથી વિક્રમજનક લીડથી વિજયી થશે તેવા હુંકાર સાથે વિશ્વાસ દર્શાવ્યો હતો.