મીઠીરોહરમાં બાઈક ચોરાઈ, આદિપુરમાં ચોર પકડાયો

0
31
Man in handcuffs

ગાંધીધામ : તાલુકાના મીઠીરોહરમાં આવેલા એસવી વુડ પ્રોડકટ પાસે પાર્ક કરેલી રૂપિયા પ૦ હજારની બજાજ પ્લેટીના બાઈક ચોરાઈ જતાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. અપનાનગરમાં રહેતા મુકેશ કમલસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, તેમના શેઠ નિરજભાઈ બંસલની માલિકીની જી.જે. ૧ર ઈએમ ૪ર૬૪ નંબરની બાઈક રાતના અરસામાં કોઈ ઈસમ ચોરી ગયો હતો. આ તરફ આદિપુરના બસ સ્ટેશનમાંં વિરલકુમાર વિનોદભાઈ પંચાલે પોતાની ર૦ હજારની પલ્સર બાઈક નંબર જી.જે. ૧ર સીજે ૪૬૧૦ વાળી ચોરાઈ હોવાની ફરિયાદ નોધાવી હતી. જે કેસમાં પોલીસે આરોપી મુકેશ ખીમજીભાઈ મહેશ્વરીને ઝડપી લીધો છે.