માંડવી બીચ પરથી બે કલાકમાં જ બાઈકની ઉઠાંતરી

0
40


માંડવી : બીચ ઉપર સ્મશાન ઘાટની સામે પાર્કિંગ કરેલી બાઈક કોઈ અજાણયા ઈસમ ચોરી જતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોટી રાયણ ગામે રહેતા હિતેશભાઈ કાનજીભાઈ કોલી (ઉ.વ.૩૦) માંડવી બીચ ઉપર સ્મશાન ઘાટ પાસે બાઈક પાર્કિંગ કરી હતી જે ગણતરીના બે કલાકમાં જ કોઈ ઈસમ ચોરી જતા ૩૦ હજારની બાઈક ચોરાઈ ગયાની ફરિયાદ નોંધાવી હતી. માંડવી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.