કાસેઝમાં સિગારેટ દાણચોરીનો મોટો પર્દાફાશ

0
32

  • કસ્ટમ ડીસી અનુપસિંગની ટીમનો સપાટો : રીએક્ષપોર્ટના નામે કચરો ભરવાના કૌભાંડનો ભાંડાફોડ

વિદેશી સિગારેટ આયાતનું લાયસન્સ ધરાવતી પાર્ટીએ પપપ બ્રાન્ડની સિગારેટ જાહેર કરી હતી અને કાસેઝમાં કસ્ટમની ટીમ દ્વારા તપાસ કરતા તેમાંથી ગોલ્ડફલેકનો ૧૦ કરોડથી વધુનો જથ્થો મળતા ખળભળાટી : લા સ્પીટઝ નામની પેઢીનું ખુલ્યું નામ

સિગારેટની આડમાં કયારે આરડીએકસ-કે વિસ્ફોટક ઘુસી આવ્યું તો કોની જવાબદારી? કંઈક તો ગંભીર બનો? આવા કારનામાને અંજામ આપતી આખીય ટોળકીને કાસેઝ બહાર કરવાનો સમય આવી ગયો છે..!

ગાંધીધામ : કચ્છના બંદરો પરથી વિદેશી સિગારેટ મંગાવી અને તેને સેઝ એકમમાં લઈ જઈ નિયમાનુસાર પ્રોસેસ કરી પરત ફોરેન મોકલવાના બદલે આવી મોંઘીદાટ વિદેશી સિગારેટ ડીટીએ એટલે કે લોકલ માર્કેટમાં ઠલવાઈ રહી હોય અને તેના બદલે કચરો કે અન્ય કોઈ જથ્થો વિદેશી પરત કન્ટેઈનરમાં ભરીને રીએકસપોર્ટ દેખાડવામાં આવતા હોવાના એક ગંભીર પ્રકારના કૌભાંડનો કાસેઝમાં પર્દાફાશ થવા પામી ગયો છે. કાસેઝ પ્રશાસન તથા કસ્ટમ ડીસી અનુપસિંગની ટીમ દ્વારા આ બાબતે ચોકકસાઈ અને સતર્કતા દાખવી અને એક કન્ટેઈનર જેવુ કાસેઝમાં આવ્યુ અને તેની છાનબીન કરી તો તેમાથી મિસડીકલેરેશન કરાયેલી સીગારેટનો અંદાજીત ૧૦ કરોડથી વધુનો જથ્થો ઝડપી પાડવામા આવ્યો છે.
આ બાબતે જાણકાર વર્તુળોની વાત માનીએતો મુંદરા પોર્ટ પર તુર્કીના કમ્બોડીયાથી આવેલ પપપ બ્રાન્ડ ડીકલેર કરેલા સિગારેટના જ્થથાવાળુ કન્ટેઈનર કાસેઝમાં પ્રવેશ્યુ હતુ અને તેની આયાત લા સ્પીરીટ નામના યુનિટધારક દ્વારા કાસેજમાં કરવામાં આવી હોવાનુ કહેવાય છે. આ યુનિટ પાસે વેરહાઉસ અને ટ્રેડીગનું લાયસન્સ છે.તેઓ સીગારેટનો જથ્થો લાવવાની અહી પરમીશન ધરાવી રહ્યા છે. પરંતુ જે કન્ટેઈનરને ગઈકાલે કાસેઝમાં એકઝામીન કરવામાં આવ્યુ છે તેમાં પપપ બ્રાન્ડની સિગારોટનો જથ્થો ઉપરના ભાગે અને અંદર મહત્તમ ગોલ્ડફલેકની સીગારેટનો જથ્થો ભરેલો હોવાનુ ખુલવા પામતા એજન્સીઓ ચોકી ગઈ હતી અને તે કન્ટેઈરને અટકાવીને તેની ઘનિષ્ઠ તપાસ કરવામાં આવતા આ આખુય એક મિસડીકલેરેશન કૌભાંડ અને ગંભીર પ્રકારનુ આયોજનબદ્ધ ષડયંત્ર હોવાનો ખુલાસો થવા પામ્યો હતો. નોધનીય છે કે, ૧૦ સિગારેટની સ્ટીકવાળા પુઠ્ઠાના જે બોક્ષ હોય તેમાં ગોલ્ડફલેકનો તગડો જથ્થો ઝડપી લેવામા આવ્યો છે. જેની અંદાજીત રકમ ૧૦ કરોડ જેટલી થવા પામી રહી છે. કાસેઝ કસ્ટમના ડીસી અનુપસિગની ટીમ દ્વારા આ મુજબની સતર્કતા ભરી કાર્યવાહી કરવામાં આવતા સીગારેટ દાણચોરી કરનારી ટોળકીમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. નોધનીય છે કે, કાસેઝ કસ્ટમ દ્વારા વિધીવત રીતે જ તેનું સિજર કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આખી રાત સર્ચ અને છાનબીન ચાલી હતી અને સવારે પાંચથી છ વાગ્યચા આસપાસ આ
કન્સાઈમેન્ટનુ પંચનામુ કસ્ટમ દ્વારા કરવામાં આવ્યુ હોવાનુ સામે આવવા પામી રહયુ છે.

કાસેઝમાં કેન્દ્રીયમંત્રીના નામે કોણ કરે છે ખોટી ફાંકાખોરી..!

દિલ્હી બેઠેલા મંત્રી મારી સાથે ભાગીદાર છે, તેવું કોણ કહેતું ફરે છે? આવા તત્વોની હવા ટાઈટ કરવી છે જરૂરી

ગાંધીધામ : કાસેજમાં એક પછી એક ગંભીર પ્રકારના કૌભાંડો બહાર આવી રહ્યા છે જેનો દોરીસંચાર એક જ છાપેલા કાટલા સમાન સિન્ડીકેટની સીધી કે પરોક્ષ રીતે હોવાનુ મનાય છે. કહેવાય છે કે, સોપારી હોય કે, કપડા કે પછી અન્ય કેાઈ મોટા કૌભાંડો, જયારે આ શખ્સ સુધી રેલો લંબાય ત્યારે એજન્સી સમક્ષ તે મોટી ફાંકાખોરી કરતો ફરે છે, તે કહે છે કે, કેન્દ્રીય મંત્રી મારી કંપનીમાં ભાગીદાર છે? ખરેખર આવી ફાંકાખોરી કરે છે કોણ? તે પણ અહી તપાસનો વીષય બની રહ્યો છે. અધિકારીઓને દિલ્હીમાં બેઠેલા મંત્રીઓની ધમકી દેખાડે છે કોણ?

ગાંધીધામના કયા ટ્રાન્સપોર્ટર વેપારીએ આ કાંડમાં ભજવી ફાયનાન્સરની ભૂમિકા?

ગાંધીધામ : કમ્બોડીયા તુર્કીથી સીગારેટ મંગાવ્યા બાદ તેને મુંદરાથી કાસેઝમાં લઈ આવતા વચ્ચે જ માર્ગમાં ફેરફાર કરીને કરોડોનુ કૌભાંડ ખુલ્યુ છે ત્યારે ચર્ચા એવી પણ છે કે, આ જે કંપની છે તેમાં રોકાણ કાર તરીકે ગાંધીધામના એક ટ્રાન્સપોર્ટર વેપારીએ પણ ભુમિકા ભજવી છે? તો આ ટ્રાન્સપોર્ટર વેપારી કયા છે જેઓએ સીગારેટ જેવી પ્રતિબંધિત ગંભીર વસ્તુઓના મિસડીકલેરેશનમાં ભુમિકા ભજવી દીધી છે?

ઝડપાયેલ મોબાઈલની ચેટનુ કરો વેરીફીકેશન?

ગાંધીધામનો વેપારી-પોલીસ-કસ્ટમના અમુક અધિકારીઓની આ મોબાઈલમાં વાતચીત-ચેટ કઈંકના પગ તળે રેલો લાવશે

ગાંધીધામ : કાસેજમાં કસ્ટમવિભાગના અધિકારીએ જે સપાટો બોલાવ્યો છે તેમાં સિગારેટની સાથે એક મોબાઈલ ફોન પણ પકડાયો છે. આ મોબાઈલ ફોન આંખના સ્કેનીંગથી જ ખુલી શકતો હોવાનુ મનાય છે. અટલે આ કોની આંખનુ તે ફોનમાં સ્કેનીંગ છે? આ તપાસ થશે તો ઘણુ બધુ બહાર આવશે. ઉપરાંત આ મોબાઈલ ફોનમાં એક વેપારી, ફાયનાન્સર, પોલીસ લખેલ આઈડી તથા અમુક અધિકારીઓ વચ્ચે ચેટ એટલે કે મેસેજથી વાતચીત થઈ હોવાનુ મનાય છે. આ બધાયને તપાસની રડારમાં લેવામા આવશે તો ઘણા ખુલાસાઓ થવા પામી શકે તેમ છે.

કેવી રીતે આ સ્મગલીંગને અપાયો છે અંજામ? આવો જાણીએ આખોય ઘટનાક્રમ

• તુર્કીના કમ્બોડીયાથી મુંદરા પોર્ટ પર કન્ટેનરમાં કસ્ટમના દસ્તાવેજોમાં પપપ બ્રાન્ડની ડીકલેર કરેલી સિગારેટ આવે છે – આ સિગારેટ ૧૦૦ ટકા રીએસપોર્ટ કરવાની હોય છે • મુંદરાથી કાસેઝમાં આ પપપની સીગારેટ પહોચતા પહોચતા ભારતીય બનાવટની ગેાલ્ડફલેક બની જાય છે? આ કેવી રીતે થાય- એટલે મુંદરાથી કાસેજ વચ્ચે કોઈ વાડી-ફાર્મ કે ગોડાઉન યા વેરહાઉસમાં પપપ સિગારેટનો જથ્થો ઉતરી ગયો, અને તેમા ભારતીય બનાવટની સિગારેટ ભરી દેવાઈ, નામ પુરતી ઉપર પપપનો જથ્થો રાખ્યો અથવા તો પપપના ડમી બોક્ષ બનાવી તેમાં પણ ગોલ્ડફલેક જ ભરી દેવાઈ• કાસેજમાં આ કન્ટેઈનર પહોચતા જ કસ્ટમના સિનિયર ઓફીસરની ટીમે તપાસ કરતા આખુય ભોપાળુ બહાર આવી ગયુ : એટલે ટુંકમા કહીએ તો ૧૦૦ ટકા રીએકસપોર્ટ મટીરીયલ્સ મુંદરાથી કાસેજમાં લાવવાનુ દેખાડાયુ પરંતુ તેને ૧૦૦ ટકા રીએકસપોર્ટ કરવાના બદલે (ડીટીએ)લોકલ માર્કેટમાં જ વેંચી દેવાયુ અને તેના બદલે ભારતીય બનાવટની સીગારેટ તેમાં ભરીને પરત મોકલવાની ગોઠણવીઓ કરાઈ.

શાબાશ છે કાસેઝની કસ્ટમના P & I સેકસનની ટીમને..!

• લા સ્પીરીટ યુનિટમાંથી ફોરેન બ્રાન્ડ સિગારેટના ર૧૯ કાર્ટુન જેની કિમંત ૧૦.પ કરોડ થાય છે તે ઝડપાઈ • કાસેઝ કસ્ટમ દ્વારા ૧૯૬રના કસ્ટમ એકટની સેકસન ૧૧૦ તળે બધો જ જથ્થો સિઝ કરી દેવાયો• ડીકલેર કરેલી સિગારેટની સાથે આ યુનિટમા અન્યત્ર સિગારેટ મળને કુલ્લ ૪૩,૮૦,૦૦૦ સિગારેટ સ્ટીકસજેમા એકની લંબાઈ ૮, એમએમ છે તે ઝડપાઈ • પપપ સ્ટેટ એકસપ્રેસ ઓરિઝિનલ સિગારેટની એક સ્ટીકના ભાવ ર૪ રૂપીયા છે • ઝોનમાં લવાયેલી કુલ્લ સ્ટીકની કિમંત ૧૦, પ૧,ર૦૦૦૦ થાય છે • જોનમાં આવેલા યુનિટે જે ડીકલેર કર્યુ હતુ તેમા ૭૧૧૭પ ડોલર જે ભારતીય રકમ પ૮,૬૮,૩૭૮ થાય છે તેના દસ્તાવેજો રજુ કરાયા હતા. • કસ્ટમની ટીમને મળેલી બાતમી અનુસાર આ જથ્થો વેલ્યુ, બ્રાન્ડ, પેકેજીંગ, સહિતના મામલે મિસડીકલેર છે • ઝડપાયેલ સિગારેટના જ્થ્થાના પેકેટસ પર કયાંય તમ્બાકુ-સીગારેટ સેવન સબંધિત કોઈ જ વોનિગ લાગેલી ન હતી. જેથી પેકેંજીંગ રુલ્સ ર૦૦૮ તળે પણ કાર્યવાહી થઈ છે • કસ્ટમની તપાસમાં લા સ્પીરીટ યુનિટમાં સ્ટોક મેઈનટેન્સના પણ મોટા ઘોટાળાઓ દેખાયા

લા સ્પીરીટનો એલઆઈ(લાયસન્સ)જ વિના વિલંબે કરવું જોઈએ કેન્સલ..!

ગાંધીધામ : દશ કરોડથી વધુની સિગારેટનો જથ્થો મિસડીકલેરેશનથી મંગાવાયો છે ત્યારે જે-તે કંપનીના જાણકારો તેનાથી અજાણ હોય તે બની જ ન શકે? કદાચ બે-પાંચ હજારની વસતુ આવી જાય તો ભુલ હોઈ શકે પરંતુ કરોડોની વસતુઓ તો ઈરાદા પૂર્વક, ડયુટી ચોરી કરવાના હેતુથી જ મંગાવાઈ હોય ત્યારે સમજવાની વાત એ છે કે જે કંપનીએ પપપનાનામે ગોલ્ડફલેકની ૧૦ કરોડની સિગારેટ ગેરકાયદેસર ઘુસાડવાનો પ્રયાસ કર્યો છે તે કંપનીનું લાયસન્સ રદ જ કરી દેવુ જોઈએ.