સરપંચ-સભ્યોના સસ્પેન્સન હુકમના વિરોધમાં બિદડા બંધ

ડીડીઓ દ્વારા કરાયેલા હુકમમાં ફેર વિચારણા કરી સરપંચને પુનઃહોદ્દા પર લાવવા કરાઈ માંગણી : ગઈકાલે આગેવાનોની મિટીંગમાં પણ સરપંચના સમર્થનમાં લોકો થયા હતા એકસૂર

માંડવી : જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બિદડા ગામના સરપંચ અને ૯ સદસ્યને સસ્પેન્ડ કરી દેવાતા તંત્રના કડક વલણ સામે ગ્રામજનોએ હવે ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવાનો નક્કી કર્યું છે ત્યારે આજે સરપંચ સહિત સભ્યોને પુનઃ હોદ્દા પર લાવવામાં આવે તેવી માંગણી સાથે ગ્રામજનોએ ધંધા-રોજગાર બંધ રાખી સરપંચના સમર્થનમાં બિદડા ગામ બંધ રહ્યું હતું.ગઈકાલે ગ્રામજનોની બેઠક પાટીદાર સમાજવાડી ખાતે યોજાઈ હતી. જેમાં અગ્રણીઓ પાટીદાર સમાજના પ્રમુખ મણિલાલ ભગત, રાજગોર સમાજના પ્રમુખ વિનોદ હંસરાજ, મહેશ્વરી સમાજના પ્રમુખ મગનભાઈ મહેશ્વરી, મહાજનના પ્રમુખ કેશવજીભાઈ મારૂ, મસ્કા સરપંચ કીર્તિભાઈ ગોર, કાઠડા સરપંચ ભારૂ ગઢવી સહિતે બિદડા સરપંચ સુરેશભાઈ સંગારના પ્રજા હિતના કાર્યો અને તેમની નિષ્ઠા-પ્રામાણિકતા અને ગામનો સર્વાંગી વિકાસ થયો હોવાથી જિલ્લા વિકાસ અધિકારી પ્રજાના હિત અર્થે પુનઃવિચારણા કરી હુકમ રદ્દ કરે તેવી માંગણી કરાઈ હતી. ઉપસ્થિત તમામ સમાજના આગેવાનોએ સરપંચ સુરેશભાઈને સરપંચ પદે પુન આરૂઢ કરવા અન્યથા આગામી સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ચિમકી ઉચ્ચારાઈ હતી.આ બેઠકમાં બિદડા પાંજરાપોળના પ્રમુખ શાંતિભાઈ દેઢિયા, જેન્તીભાઈ સંગાર, મુસ્લિમ સમાજના અગ્રણી આમદભાઈ બેરીયા, લોહાણા સમાજના શિવલાલ ઠક્કર, બિદડા સર્વોદય ટ્રસ્ટી શરદભાઈ રાંભીયા, ગાભુભાઈ સંગાર, લાખાભાઈ વેલા, પટેલ સમાજના ઉપપ્રમુખ અમૃતભાઈ પટેલ, રાજેશભાઈ સોરઠિયા (બીબીએમ આચાર્ય), મયૂરસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ જાડેજા, નવીન પારસીયા (પૂર્વ પ્રમુખ પટેલ સમાજ), કાંતિભાઈ રામાણી, અમૃતભાઈ પટેલ, ધવલસિંહ, નારાયણ ચત્રભુજ, મનુ મહારાજ, ભરત નાથા સંગાર, પરેશ ભાટી, ભરત સંગાર, અરવિંદ સંગાર સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન મંગલભાઈ સંગાર અને આભારવિધિ ભાવેશ સંગારે કરી હતી.