મતદારોને જાગૃત કરવા કચ્છની શાળાઓના ભુલકાઓએ રંગોળી દોરીને સંદેશ પાઠવ્યો

0
54

લોકશાહીને મજબુત બનાવવા દરેક મતદારો પોતાની ફરજ બજાવીને અચુક મતદાન કરે તે માટે જાગૃતી આણવા શાળાના ભુલકાઓ પણ પ્રયાસો કરી રહ્યા છે. સ્વીપ પ્રવૃત્તિ અંતર્ગત કચ્છની શાળાઓમાં મતદાન જાગૃતિની થીમ આધારીત રંગોળી સ્પર્ધા યોજવામાં આવી હતી. તેમજ મહેંદી સ્પર્ધાનું આયોજન પણ કરાયું હતું. જેમાં દયાપર, દરશડી વગેરે શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઇને વિવિધ રંગોળીઓ દોરીને  ” મારો મત મારું ભવિષ્ય ” , ” મત આપીએ લોકશાહી બચાવીએ ” તેવા સંદેશ પાઠવ્યા હતા.