ગોવામાં નોંધાયેલા રેપ કેસમાં ભુજની હનીટ્રેપના ફરિયાદીની અટકાયત

0
60

 

ગાંધીધામના ફાયનાન્સરે થોડા સમય પૂર્વે મોટામાથાઓ સામે નોંધાવી હતી ૧૦ કરોડની ખંડણીની ફરિયાદ : બાર દિવસ પુર્વે કચ્છની મોડેલે ગોવામાં નોંધાવેલા ગુન્હામાં તેની અટકાયત કરાઈ

ગાંધીધામ : થોડા સમય પુર્વે કચ્છ અને મુંબઈના મોટામાથાઓ સામે ૧૦ કરોડની હનીટ્રેપની ફરિયાદ નોંધાવનારા ગાંધીધામના ફાયનાન્સરની ગોવા રેપ કેસમાં અટકાયત કરાઈ હોવાના મામલાએ ભારે ચકચાર જગાવી છે. બાર દિવસ પુર્વે ગોપા પોલીસમાં કચ્છની મોડેલ યુવતિએ પાંચ જણા સામે રેપની ફરિયાદ નોંધાવી હતી, જે બનાવમાં હનીટ્રેપના ફરિયાદીની ગોપા પોલીસે અટકાયત કરી હોવાના સમાચાર પ્રાપ્ત થયા છે.ગત ૮મી તારીખે ગોવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, કચ્છની મોડેલ યુવતિ એક ફોટોશુટ દરમિયાન ગાંધીધામના અનંત ઠક્કર સાથે સંપર્કમાં આવી હતી, બાદમાં ફાયનાન્સરે તતેની સાથે મિત્રતા કરી ફોન નંબરની આપ-લે કરી હતી, ગોવામાં એક સ્પાનો બીઝનેશ શરુ કરવાના બહાને તેને ગોવા આવવા જણાવ્યું હતું. ર૦ર૧માં અનંત ઠક્કરે યુવતિની સ્પાઈસ જેટ ફલાઈટમાં ટીકીટ બુકીંગ કરાવી આપ્યું હતું અને કાલનગુટ નજીક આવેલા એક હોટેલમાં ઉતારો અપાવ્યો હતો. યુવતિને હોટેલમાં બીયર પીવા માટે જણાવતા યુવતિએ ના પાડી હતી, બાદમાં તેને ફ્રુટ જયુશ અપાયો હતો. જયુશમાં ઘેનની ગોળી નાખી દેવાઈ હતી જેથી યુવતિ બેભાન થઈ ગઈ હતી, બાદમાં યુવતિ સાથે શુ થયું તે કાંઈ ખબર પડી જ ન હતી. સવારે યુવતિ ભાનમાં આવી ત્યારે તે નિઃવસ્ત્ર હતી અને આરોપીએ અશ્લીલ ક્લીપ ઉતારી તેને વાયરલ કરવાની ધમકી આપી હતી. બાદમાં ફરી એક વખત આરોપીએ તેને ગોવા બોલાવી હતી જયાં તેના ચાર મળતીયાઓ સાથે મળી યુવતિ પર દુષ્કર્મ આચરાયું હતું. આરોપી અનંત ઠક્કરની ગોવા પોલીસ સ્થાનિક પોલીસની મદદથી અટકાયત કરતા ચકચાર મચી ગઈ હતી.નોંધનીય છે કે, ગોવા રેપ કેસના મુખ્ય આરોપી અનંત ઠક્કર થોડા સમય પુર્વે ૧૦ કરોડની દર્જ થયેલી ખંડણી-હનીટ્રેપ કેસના ફરિયાદી છે, તેમજ તેણે ભુજ અને મુંબઈના મોટા માથાઓ સામે ફરિયાદ નોંધાવી હતી, જે કેસમાં મુખય સુત્રધાર મહિલા અને એક આરોપી હાલ પાલારા જેલમાં ધકેલી દેવાયા છે, તો ભચાઉના ધારાશાસ્ત્રીની આગોતરા જામીન અરજી પણ કોર્ટે નામંજુર કરી દીધી છે.

ગેંગ રેપમાં સામેલ મુખ્ય આરોપીના મિત્ર ચાર મળતીયા કોણ !

ગોવા પોલીસે સ્થાનીક પોલીસની મદદથી આરોપી અનંત ઠક્કરની ધરપકડ કરી છે, ત્યારે યુવતિ ને બીજી વખત ગોવા બોલાવી તયારે અન્ય ચાર જણાએ પણ દુષ્કર્મ આચર્યું હોવાનું ફરિયાદમાં લખાવાયું છે. ત્યારે અન્ય ચાર મળતીયા કોણ છે તેની આરોપી અનંત ઠક્કરની પુછપરછમાં નામો બહાર આવશે તેમ છે. યુવતિ માત્ર મુખ્ય આરોપી અનંત ઠક્કરના જ પરીચયમાં હતી તે અન્ય ચાર જણાને ઓળખતી પણ ન હોવાનું લખાવ્યું છે.