કીડાણા સોપારી તસ્કરીકાંડની તપાસમાં ભેદભરમ

0
58

  • કાસેઝની સબંધિત કંપનીની ફરીયાદમાં કેમ પાછીપાની? તર્કવિતર્કો તેજ

પૂર્વ કચ્છ એલસીબીની ટીમે ચોરાઉ સોપારીના તગડા જથ્થા સાથે બે શખ્સોને ઝડપ્યાની કાર્યવાહી કહી શકાય સરાહનીય, પરંતુ તેના મુળીયા ઉલેચવા પણ બની રહ્યા છે તેટલા જ જરૂરી : સોપારી કયાંથી લવાઈ, કાસેઝમાથી કઈ કંપનીમાંથી ચોરાઈ, કોની-કેાની મીલીભગતથી આ જથ્થો બહાર નીકળી આવ્યો, સોપારી કયાં લઈ જવાની હતી, ખરીદનારાઓ કોણ હતા? સહિતના અંગે હજુ સુધી ખુલાસાઓ ન થતા ઉઠી રહ્યા છે તરેહ તરેહના સવાલો

કંપની ફરીયાદી બને તેની પોલીસતંત્રએ ઈંતજારી કરવાના બદલે શ્રી સરકાર તરફી ખુદ જ ફરીયાદી બની, કાસેઝ પ્રશાસનની આ બાબતે લેવી જોઈએ મદદ : કંપની જો ફરીયાદી બને તો તેના સ્ટોક ફેરીફાય થાય, અને એમ થાય તો કંપનીને માટે બકરૂં કાઢતા ઉંટ પેંસી જાય તેવી સ્થિતી સર્જાય, આ ભયથી કંપની તો ફરીયાદમાં આગળ આવવાની જ નથી

ગાંધીધામ : કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોનમાં પાછલા કેટલાક સમયથી બિનવારસુ સોપારીના જથ્થાઓ મળવા, અથવા તો સોપારી ગેરકાયદેસર રીતે ડીટીએ થવાના અનેકવિધ ગંભીર કિસ્સાઓ ચર્ચામાં આવવા પામી રહ્યા છે. સોપારી આધારપુરાવા વિનાની ઝડપાય છે પરંતુ તેના કેાઈ માલીક કે ધણીધોરી તપાસનીશ એજન્સી શોધી શકતી ન હોવાથી અનેકવિધ સવાલો પણ આ કિસ્સાઓની તપાસને લઈને પણ ખડા થવા પામી રહ્યા છે.દરમ્યાન જ તાજેતરમાં પૂર્વ કચ્છ સ્થાનિક ગુન્હા શોધક શાખાની ટીમ દ્વારા પણ કિડાણા પાસેથી બે શખ્સોને સોપારીના આધારપુરાવા વિનાના જંગી જથ્થા સાથે પકડવાની લાલઆંખ કરી દેખાડી હતી. આ સોપારી ઝોનમાથી જ ચોરવામાં આવી હોવાનુ પ્રાથમિક તબક્કે સામે આવ્યા બાદ હવે કોઈ જ વધુ નવા ખુલાસાઓ થવા ન પામતા તપાસને લઈને ભેદભરમ સર્જાય તે સહજ પણ બની રહે તેમ છે. કારણ કે, જો બે શખ્સો પકડાયા તો તેમની પ્રાથમિક પુછતાછ કરી શકાય તેમ છે, કોના ઈશારો તેઓ આ સોપારી ચોરતા હતા, કેાની મોની મદદગારી છે, કયાંથી સોપારી લાવ્યા હતા, સોપારી ખરીદનારાઓ કોણ હતા? અથવા તો સોપારી કેાને આપવાની હતી? પ્રથમ જ વખત આ રીતે સોપારી ચોરવાનો કારસો ઘડાયો છે કે, આ પહેલા પણ સોપારીના જ્થાઓ તેઓ સેરવી ચૂકયા છે? અને ખાસ કરીને જો કોસેજમાથી જ સોપારી ચોરાઈ છે તો કઈ કંપનીમાથી ચોરાઈ છે? તે કંપની અને કાસેઝની સુરક્ષા વ્યવસ્થાઓની સામે પણ સીધા જ સવાલો અહી ઉભા થવા પામી શકે તેમ છે.જો કે, બીજીતરફ આ તબક્કે પૂર્વ કચ્છ એલસીબીના સબંધિત કેસના તપાસનીશ શ્રી વરૂનો ટેલીફોનિક સંપર્ક કરતા તેઓ અન્ય કોઈ મહત્વના કામે રોકાયેલા હોવાથી વાત કરવાનું ટાળ્યુ હતુ. જાણકારો કહી રહયા છે કે, કાસેજમાથી જ સોપારી જો નીકળવાનુ ઝડપયોલા શખ્સોએ કહ્યુ હોય તો ફરીયાદી તરીકે કંપની કદાચ આગળ ન આવતી હોય તો પૂર્વ્‌ કચ્છ પોલીસના ઉચ્ચ અધીકારીઓએ આ બાબતે કાસેઝ પ્રશાસનની મદદ લઈ, ખુદ શ્રી સરકાર તરફે ફરીયાદી બની અને સમગ્ર કૌભાંડના મુળીયા ઉલેચવાની દીશામાં લાલઆંખ કરતી કાર્યવાહી કરી દેખાડવી જોઈએ તે જ સમયનો તકાજો બની રહ્યો છે.

મયુર આણી ટોળકી ફરી મેદાનમાં :હદપાર-તડીપારની લાલઆંખ કરો

ગાંધીધામ : પૂર્વ્‌ કચ્છમાં પોર્ટ પર આવતી વસ્તુઓમાંથી કરોડોની વસ્તુઓની ચોરીઓ કરી અને ભ્રષ્ટ ખાખીધારીઓને પણ મોટા હપ્તા-સેકસન આપી ભંગારના મોટા વાડાઓ રાખી તેમાં સંગ્રહ કરી બારોબાર વેચી દઈ અને બેનામી ધંધાઓ ચલાવનારા મયુર આણી ટોકળી થોડો સમય શાંત રહ્યા બાદ હવે ફરીથી અધમ મચાવવાનુ શરૂ કરી દીધુ હોય તેમ દર્શાયા છે. મયુર પોલીસ ચોપડે પણ તાજા ભુતકાળમાં ચડી ચૂકયો છે છતા પણ તેની સામે કોઈ જ ધાક બેસાડતી કાર્યવાહી ન થતા તેની હિમંતમાં ફર્ક ન પડતો હોય તેમ કાસેઝની સોપારી ચોરી કાંડમાં પણ આ મયુરનો જ દોરીસંચાર હોવાની વકી સેવાઈ રહી છે ત્યારે મયુર જેવા શખ્સોને ઉઠાવી, કડક પુછતાછ કરી અને હદપાર કે તડીપાર જ કરવા જોઈએ.