બેટી બચાવો બેટી પઢાવો યોજના-૨૦૨૨ – આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મુન્દ્રામાં કિશોરી મેળો યોજાયો

0
33

મુન્દ્રામાં આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી કરવામાં આવી

કિશોરીઓની આરોગ્ય તપાસ કરી આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું

કિશોરીઓને માસિક ચક્ર અને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપી સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવ્યું

મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના અન્વયે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે કિશોરી કુશળ બનો થીમ આધારિત તાજેતરમાં મુન્દ્રા રોટરી હોલ ખાતે કિશોરી મેળો યોજવામાં આવ્યો હતો.તાલુકા હેલ્થ ઓફિસ અને રોટરી ક્લબ મુન્દ્રાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત મુન્દ્રા અને બારોઈની કિશોરીઓનું વજન – ઉંચાઈ તથા હિમોગ્લોબીન તપાસ કરવાની સાથે તેમને ધનુર વિરોધી રસી આપવામાં આવી હતી. સાથે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના ડો. સોહાનાબેન મિસ્ત્રી તથા ડો. પૂજાબેન કોટડીયા દ્વારા આરોગ્ય તપાસણી કરી જરૂરી દવાઓ અને સ્વચ્છતા અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જયારે હિમોગ્લોબિન અને રસીકરણ સી.એચ.ઓ. ખુશ્બુબેન અસારીની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત માસિક ચક્ર વિશે સમજણ આપી અને સેનેટરી પેડનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ મુન્દ્રા અને બારોઈની આશા બહેનોએ જહેમત ઉઠાવી હતી.કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસના હરિભાઈ જાટીયા, પ્રકાશભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ વાઘેલા, જીગ્નેશભાઈ પંચાલ, સુમિત્રાબેન બલાત, કમળાબેન ફફલ તથા રોટરી ક્લબના પ્રમુખ સુનિલભાઈ વ્યાસની સાથે અતુલભાઇ પંડ્યા, બી. એમ. ગોહિલ, વિકી ગોહરાણી તથા ભુપેનભાઈ મહેતા, આરોગ્યકર્મીઓ , આશા બહેનો અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.