આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના : આયુષ્માન કાર્ડનું e–KYC તાત્કાલીક કરાવવા માટે બધાજ લાભાર્થીઓને અપીલ

0
27

પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ તા.૧૭/૧૦/૨૦૨૨ ના રોજ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના( PMJAYMA PVC-SF) વિતરણ માટેના રાજયસ્તરીય કાર્યક્રમમાં ઉપસ્થિત રહી રાજય સરકારને પ્રોત્સાહન પુરું પાડ્યું છે, ત્યારે રાજ્ય સાથે કચ્છ જિલ્લામાં એક પણ  જરૂરતમંદ નાગરિક PMJAY-MA કાર્ડથી વંચિત ન રહી જાય  તે માટે  જિલ્લાના બધાજ ૧૦ તાલુકામાં ૧,૨૦,૦૦૦ કાર્ડ લાભાર્થીઓ માટે આવી ગયા છે, તો આ બધા કાર્ડ દરેક લાભાર્થીઓ સુધી પહોચાડવામાં આવે અને બધા કાર્ડનું  e–KYC તાત્કાલીક કરાવવા માટે  બધાજ લાભાર્થીઓને અપીલ કરવામાં આવે છે તેવુ મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. જે. ઓ. માઢક જીલ્લા પંચાયત કચ્છ-ભુજ ની અખબારી યાદીમાં જણાવ્યું છે.