ભુજ મતવિસ્તારમાં અવસર રથે મતદારોને અચુક મતદાન કરવા જાગૃત કર્યા

0
37

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાન જાગૃતિના ઉમદા આશયથી મિશન-૨૦૨૨ હેઠળ ઓછું મતદાન ધરાવતા કચ્છના મતદાન મથક વિસ્તારમાં અવસર રથ ફરી રહ્યો છે. જે અન્વયે આજરોજ ૦૩ ભુજ વિધાનસભા મતવિસ્તારમાં ઓછું મતદાન ધરાવતા મતદાન મથકોમાં અવસર રથ પહોંચ્યો હતો.

ગોડપર-ખાવડા, હરીપર-૧, હરીપર-૨, માધાપર-૪, ભુજ-૨૬, ભુજ-૨૭, ભુજ-૭૩, ભુજ-૭૮, ભુજ-૯૫, ભુજ-૮૩ તથા ભુજ-૬૫ મતદાન મથકોમાં અવસર રથે ભ્રમણ કરીને લોકોમાં મતદાન અંગે જાગૃતિ આવે તે માટે પ્રોત્સાહિત કર્યા હતા. ‘ હું પણ વોટ કરીશ ‘ તેવા શપથ મતદારોએ લીધા હતા.