અવસર રથ દ્વારા અંજાર મતવિસ્તારના મતદારોને સક્રિય બની મતદાન કરવા અપીલ કરાઈ

0
37

વિધાનસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે મતદારોમાં જાગૃતિ આવે તે માટે મિશન-૨૦૨૨ હેઠળ ઓછું મતદાન ધરાવતા મતદાન મથક વિસ્તારમાં અવસર રથ ફરી રહ્યો છે. જે હેઠળ કચ્છમાં અંજાર વિધાનસભા મતવિસ્તારના ઓછું મતદાન થયેલું છે તેવા મતદાન મથકોમાં આજરોજ અવસર રથ મારફતે મતદારોને સક્રિયતાપૂર્વક મતદાન કરીને પોતાની ફરજ બજાવવા અપીલ કરવામાં આવી હતી.

૧૫૮-મેઘપર બોરીચી-૪, ૧૫૦-વરસામેડી-૪, મીંદીયાળાના ત્રણ મતદાન મથક ૨૬૭, ૨૬૮ તથા ૨૬૯માં અવસર રથના માધ્યમથી મતદારોમાં જાગૃતિ ફેલાવી હતી. આ સાથે ૧૩૭ -ભાદ્રોઇ, ૧૧૬-ટપ્પર-૨, ૧૦૩-જુની દૂધઇ-૪ (ખરવાડ), ૧૦૦-જુની દુધઇ-૧(ખરવાડ), ૬૧-હરૂડી તથા ૬૫-કેરા-૪માં અવસર રથના માધ્યમથી ચૂંટણીના આ મહાપર્વમાં મતદારોને સક્રિય ભાગીદારી નોંધાવવા અનુરોધ કરાયો હતો. આ પ્રસંગે અવસર રથ પર લોકોએ “હું વોટ કરીશ” નો સંકલ્પ લઇને મતદાન કરવાના શપથ લીધા હતા.