તારા છોકરાએ મારી દુકાનમાંથી ચોરી કરી છે તેમ કહી ધમડકામાં પરિવાર પર હુમલો

0
38

અંજાર : તાલુકાના ધમડકા ગામે રહેતા અને ગામમાં સહયોગ આઈસ કેન્ડી નામની દુકાન ચલાવતા દિવ્યરાજસિંહ કનકસિંહ જાડેજાએ ગામના મનજી સલુ કોલી સામે ચોરીની ફરિયાદ લખાવી હતી. ફરિયાદીએ એવું જણાવ્યું હતું કે, તેઓ રાત્રે પોતાના મોબાઈલમાં દુકાનના સીસી ટીવી કેમેરા જોતા હતા, ત્યારે મનજી દુકાનનું તાળુ તોડીને અંદર પ્રવેશી ટેબલના ખાનામાંથી વકરાના ૩૭૦૦ રૂપિયા ચોરી ચાલ્યો ગયો હતો. આ ફરિયાદ બાદ ફરિયાદીના સગા આરોપીના ઘરે પહોંચ્યા અને માથાકુટ કરી મારામારી કરતાંં વળતી ફરિયાદ થઈ છે. મનજીની માતા રતનબેન સલુ કોલીએ જણાવ્યું હતું કે, આરોપી લખુભા રેવુભા જાડેજા અને રાજેશભા લખુભા જાડેજા ફરિયાદીના ઘરે આવ્યા અને તારા દિકરા મનજીએ ચોરી કરી છે, તેને ઘરમાંથી બહાર કાઢ તેવું કહી મન ફાવે તેમ ગાળો આપી હતી. ગાળો બોલવાની ના કહેતા યુવરાજસિંહ કલુભા જાડેજા, લાલો જુવાનસિંહ જાડેજા, ડકુભાઈ દિનેશભાઈ સથવારા આવ્યા અને ઝઘડો કરવા લાગ્યા હતા. આ દરમિયાન લખુભાએ મનજીને પીઠના ભાગે ધોકા વડે માર માર્યો હતો. તેમજ તેની માતાને પણ પગમાં ઈજાઓ પહોંચાડી હતી. જતાં જતાં આરોપીઓ ધમકી આપી ગયા કે, હવે ચોરી કરશે તો જાનથી મારી નાખશું. જેથી ફરિયાદ કરવામાં આવી છે.