કચ્છમાં એટીએસના દરોડા : ટેરર-પોલીટિકલ ફડીંગ, કે, પછી બોગસ આઈટીસી? : મુળીયા ઉખેડાશે ખરા?

0
45

સ્ટેટ જીએસટી-એટીએસની સંયુકત સંકલનભરી કાર્યવાહી સરાહનીય, પરંતુ જેઓના દસ્તાવેજો હાથે લાગશે ડમી કંપની બનાવાયાના તેઓ ખરેખર આ કૌભાંડમાં સંકળાયેલા હશે ખરા?

હકીકતમાં એજન્સીઓએ આવા કારનામાઓને અંજામ આપનારના મુળીયા જ ઉલેચવા જોઈએ એન તેવા તત્વોને પોલીસના હવાલો કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ

ફ્રીટ્રેડ ઝોન પર બાઝ નજર નાખે અહીં પણ એવા લોકો પ્રવેસી ચુક્યા છે કે તે પૈસા માટે કંઈ પણ કરી શકે છે એટલે હવે આ એજન્સીઓ પણ ઝોનમાં બનતા બનાવો પર કડક નઝર રાખે હાલમાં એક કંપનીનો મોબાઈલ કબજે કરવામાં આવેલ છે તેમાં ઘણું બધું જાણવા જેવું છે. તો આ મોબાઈલ એ.ટી.એસ. માહીતી મેળવીને કબજામાં લઈને બારીક નજર નાખે

ગાંધીધામ : ગુજરાતમાં એટીએસ તથા જીએસટી વિભાગ દ્વારા સંયુકત રીતે જે મેગા ઓપરેશન હાથ ધરાયુ છે તે સંકલનભરી કાર્યવાહી સરાહનીય જ કહી શકાય તેમ છે. રાજયવ્યાપી આ રીતે દરોડા પાડવામા આવ્યા હોવાથી ભવિષયમાં આવા કરતુતોને અંજામ આપનારાઓ ૧૦૦ વાર વિચાર કરશે તેમાં બે મત નથી. પરંતુ અહી જાણકારો દ્વારા એક સવાલ એવો પણ થઈ રહ્યો છે કે, જેઓના દસ્તાવેજો હાલના મેગા ઓપરેશનમાં હાથે લાગશે, શુ ખરેખર ડમી કંપની બનાવવા પાછળ તેમનું જ ભેજું કામ કરતુ હશે? જેના આધારે ડમી કંપની બનાવાયાના તેઓ ખરેખર આ કૌભાંડમાં સંકળાયેલા હશે ખરા? આ સવાલો અહી એટલા માટે થઈ રહ્યા છે કે, બોગસ આઈટીસી વાળા ભેજાબાજો સામાન્યરીતે ગરીબ-નિદોર્ષ વ્યકિતઓના દસ્તાવેજોનો જ ગેરઉપયોગ કરી લેતા હોય છે.કયાક શ્રમિક તો કયાંક રીક્ષા ચાલકવાળાના દસ્તાવેજોથી ભેજાબાજ તત્વો ડમી કંપનીઓ ઉભી કરી કરોડોની બોગસ આઈટીસી મેળવતા હોય છે..! આ મામલે જાણકારોની વાત માનીએ તો બોગસ દસ્તાવેજો અને બોગસ બીલોના આધારે જીએસટીની ચોરી કરવામાં આવી હોવાની વાત જીએસટીના ધ્યાને આવ્યા બાદ તેઓએ આ બાબતે સરકાર તબક્કે ધ્યાન દોરવામાં આવતા ઉંડી તપાસ થઈ રહી છે અને એટીએસ પણ તેમાં જોતરાયું હોવાનુ મનાય છે. પરંતુ અહી મજાની વાત તો એ છે કે, જે દસ્તાવેજો હાથ લાગ્યા છે તે ખરેખર આ કૌભાંડના સુત્રધારોના જ છે કે પછી ભેજાબાજ તત્વોએ કોઈ નિદોર્ષ, ગરીબ વ્યકિતના દસ્તાવેજોનો અહી ગેરઉપયોગ કર્યો છે? આવા લોકોની જાણ બહાર જ તેમના દસ્તાવેજોનો ઉપયોગ કરી અને સામાન્ય રીતે ભેજાબાજ ભાંગફોડીયાઓ ડમી કંપની બનાવતા હોવાનો એમઓ અગાઉ પણ બહાર આવવા પામી ચૂકયો છે.હવે આવામાં વધુમાં સવાલ એ પણ થાય છે કે, જીએસટી ચોરી દસ્તાવેજોના આધારે કંપની બનાવાયેલ છે તેની ખુલશે તો તંત્ર શું રકમ રીકવર કરી શકશે? પેનલ્ટી કોની સામે ફટકારાશે? રીક્ષાચાલકે કે અન્ય કોઈ નાનો શ્રમિક જેના દસ્તાવેજોનો ગેરઉપયોગ કર્યો છે તે આટલી તગડી રકમો જમા કરાવી શકશે ખરો? હકીકતમાં એજન્સીઓએ આવા કારનામાઓને અંજામ આપનારના મુળીયા જ ઉલેચવા જોઈએ અને તેવા તત્વોને પોલીસના હવાલા કરી અને કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ