ભુજ તાલુકાના ઝુરા અને ભગાડિયા ગામે વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરતા વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્ય

0
36

ઝુરા ગામે કુલ રૂ.૭૫ લાખના રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ભગાડિયા ગામને જોડતા બે અલગ અલગ રસ્તાના  રૂ.૧૦ કરોડથી વધુના કામોની નાગરિકોને ભેટ

વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યે ભુજ તાલુકાના ઝુરા અને ભગાડિયા ગામે વિવિધ રોડ રસ્તાના અંદાજે રૂ.૧૧ કરોડના કામોની ભેટ નાગરિકોને આપી હતી. અધ્યક્ષાશ્રીએ આ રોડ રસ્તાના કામોનું ખાતમુહૂર્ત કરતાં આનંદની લાગણી વ્યક્ત કરીને સૌને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષશ્રીએ જણાવ્યું હતું કે, ડબલ એન્જિન સરકારની આગેવાનીમાં અનેક વિકાસના કામો ગતિથી થઈ રહ્યા છે. જેનો સીધો જ લાભ તમામ નાગરિકોને મળી રહ્યો છે. ગામના લોકોની રજૂઆતોને લઈને રોડ રસ્તાના કામો મંજૂર કરવામાં આવ્યા છે. રાજ્ય અને કેન્દ્ર સરકારે કચ્છને વિશેષ મહત્વ આપીને નર્મદાનું પાણી કચ્છના ગામોગામ પહોંચે તે માટે હજારો કરોડોના પ્રોજેક્ટ અમલમાં મૂક્યા છે. કચ્છના ખેડૂતો વધુમાં વધુ સમૃદ્ધ થાય અને ધંધા રોજગાર માટે સ્થળાંતર ના કરવું પડે તે દિશામાં સરકાર કાર્ય કરી રહી છે. ગામડાઓ ઉત્તમ રસ્તાઓ સાથે શહેર સાથે કનેક્ટ થઈ ગયા છે.

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી પારૂલબેન કારાએ જણાવ્યું હતું કે, તમામ વિસ્તારોમાં વિકાસના કામો ઝડપથી થઈ રહ્યા છે. નાનામાં નાના અને છેવાડાના નાગરિકો સુધી સરકારી યોજનાઓ પહોંચી છે. આજે સરકારની કલ્યાણકારી યોજનાઓથી લોકોના જીવનમાં પરિવર્તન આવ્યું છે. તેમને રોજગારી મળતી થઈ છે, ધંધાનો વિકાસ થયો છે, ખેતીની આવક વધી છે.

આ વિકાસ કામોમાં ઝુરા કેમ્પ એપ્રોચથી ઝુરા એપ્રોચ રોડ રુ. ૪૩.૪૩ લાખ, ઝુરાથી રાવરી વાડી વિસ્તાર રોડ રૂ.૩૨.૫૨ લાખ, ભગાડિયા છછલા રોડ રૂ.૬.૭૮ કરોડ અને ભગાડિયા ગુગરધૂઈ રોડ રુ.૨.૯૪ કરોડનો સમાવેશ થાય છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી દામજીભાઈ ચાડ, હરિભાઈ આહિર, તાલુકા પંચાયત સદસ્યશ્રી મામદભાઈ યુસુફ જત, અગ્રણી સર્વશ્રી ધનજીભાઈ, ભગીરથભાઈ, તુષારભાઇ ભાનુશાલી, જયેશભાઈ ભાનુશાલી, વાલબાઈ, ફકીરભાઈ મામદ, હાજી અલા જોડીયા, અબ્દુલ્લા જત, મુસાભાઈ, સલીમભાઈ, સુરેશભાઈ, અબ્દુલભાઈ સહિત ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.