વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય આજે કચ્છમાં

0
35

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય તા.૩/૧૧/૨૦૨૨ના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૩/૧૧ના સવારે ૮ કલાકે ચંગલેશ્વર મહાદેવ પાસે, પ્રમુખ સ્વામીનગર, ભુજ મધ્યે રાજય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને ૯૦ અને ૧૩૫ ચોરસ મીટરના ફાળવેલ પ્લોટના જમીનના ભૂમિ પૂજન કાર્યક્રમમાં હાજરી. સવારે ૧૦ કલાકે ધોરડો મુકામે ગુજરાત પ્રવાસન નિગમ લિ. દ્વારા આયોજિત રણ ઉત્સવ-૨૦૨૨-૨૩ના ઉદઘાટન સમારોહ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. બપોરે ૧૩.૩૦ કલાકે મુ.સુમરાસર (શેખ) તા.ભુજ ખાતે પી.એચ.સી.સેન્ટરના ગૃહ પ્રવેશ કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૧૪.૩૦ કલાકે ભુજ ખાતે અર્બન હેલ્થ સેન્ટરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.