ભુજ જથ્થાબંધ વેપાર બજાર‌ ખાતે લાભપાંચમના શુભમૂહુર્ત પ્રસંગે સહભાગી થતા વિધાનસભાના અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્ય

0
34

વેપાર ક્ષેત્રે ભુજ જથ્થાબંધ બજારે એક નવું સોપાન સર કર્યું છે. – ડૉ.નીમાબેન આચાર્ય

આજરોજ વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્ય ભુજ જથ્થાબંધ વેપાર બજાર ખાતે લાભપાંચમના પાવન દિવસ નિમિત્તે શુભ મૂહુર્તમાં સહભાગી થયા હતા. તેઓએ ભૂજંગ દેવની પૂજા કરીને સૌ મહાનુભાવોની સાથે કાંટા પૂજન કર્યું હતું. અધ્યક્ષાશ્રીએ છેલ્લા ઘણા વર્ષોથી આ શુભ મૂહુર્તમાં કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થતો રહ્યો હોવાથી આનંદની લાગણી વેપારીઓ અને મહાનુભાવોની સમક્ષ વ્યક્ત કરી હતી.

આ લાભપાંચમના શુભમૂહુર્ત પ્રસંગે તેઓએ જણાવ્યું હતું કે, ધંધાક્ષેત્રે ભુજ જથ્થાબંધ વેપાર બજારે એક નવું સોપાન સર કર્યું છે. તેઓએ સ્વ. અરવિંદભાઈ ઠક્કરને પણ આ પ્રસંગે યાદ કર્યા હતા. સૌ વેપારીઓ ધંધામાં પ્રગતિ કરીને જીવનમાં ખૂબ આગળ વધે તેમ અધ્યક્ષાશ્રીએ આ પ્રસંગે કહ્યું હતું.

આ કાર્યક્રમમાં ભુજ જથ્થાબંધ વેપાર બજારના પ્રમુખશ્રી મેહુલભાઈ ઠક્કર, કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજા, નગરસેવક શ્રી બિંદીયાબેન ઠક્કર, પબ્લિક પ્રોસિક્યૂટર શ્રી કલ્પેશભાઈ ગોસ્વામી, કાંતિભાઈ ગણાત્રા, હિતેશભાઈ, મુકેશભાઈ ચંદે સહિત વેપારીઓ, નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા.