ભુજ શહેરમાં રૂ.૪૮.૯૨ લાખના ખર્ચે ખારી નદી ખાતે સ્મશાનગૃહ તેમજ કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહૂર્ત કરતાં વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્ય

0
25

વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યના વરદ હસ્તે રવિવારના રોજ રૂ. ૪૮.૯૨ લાખના ખર્ચે ખારી નદી લાકડીયા સ્મશાનગૃહ તેમજ કમ્પાઉન્ડ વોલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય સરકારશ્રી દ્વારા ૧૫મા નાણાપંચની અંતગર્ત ભુજ નગરપાલિકાને ખારી નદીના આ કામ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, અગ્રણી સર્વેશ્રી બાલકૃષ્ણભાઈ મોતા, ગજેન્દ્રસિંહ જાડેજા, પરાક્રમસિંહ જાડેજા, કમલભાઈ ગઢવી, મનુભા જાડેજા, જયદિપસિંહ જાડેજા, સત્યરાજસિંહ જાડેજા, મહિદિપસિંહ જાડેજા, સુરેન્દ્રસિંહ જાડેજા, ઘનશ્યામભાઈ સી.ઠક્કર સહિત ભૂતનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.