ભુજમાં શરાફ બજાર અને તળાવ શેરી ખાતે રોશનીનો શુભારંભ કરાવતા વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય

0
30

વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્યે ભુજ શહેરમાં દિવાળી પર્વ નિમિત્તે શરાફ બજાર વેપારી મિત્ર મંડળ, ભુજ સોના ચાંદી તથા વાસણ બજાર તેમજ ભુજ કંસારા બજાર દ્વારા આયોજિત શરાફ બજારના રોશનીના શુભારંભ પ્રસંગમાં હાજરી આપી હતી. વિધાનસભા અધ્યક્ષાશ્રીએ બજારની રોશનીનો શુભારંભ કરાવીને આ દિવાળી પર્વ સૌ લોકોની જિંદગીમાં ખુશાલી લાવે, સૌ સુખી અને સ્વસ્થ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત, અધ્યક્ષાશ્રીએ તળાવ શેરી ખાતે પણ રોશનીનો શુભારંભ કરાવ્યો હતો.આ કાર્યક્રમ દરમિયાન અધ્યક્ષાશ્રીએ શરાફ બજારના વેપારીઓની સમસ્યાઓ પણ સાંભળી હતી અને કહ્યું હતું કે સરકાર પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ આવે તે માટે હંમેશા કટિબદ્ધ છે. તેઓએ વિસ્તારનો વિકાસ થાય તે દિશામાં સૌએ હળીમળીને કામગીરી કરવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે ભુજ નગરપાલિકાના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કરે પણ ભુજ વિસ્તારના વિકાસકાર્યોથી સૌને અવગત કરાવ્યા હતા. તાજેતરમાં ખાતમૂર્હુત થનારા ભુજ નગરપાલિકાના બિલ્ડીંગ વિશે પણ તેઓએ ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સમગ્ર ભુજ નગરપાલિકાની ટીમ પ્રજા માટે સતત કામ કરી રહી છે.આ બંને  રોશનીના શુભારંભ કાર્યકર્મ દરમિયાન વિવિધ આગેવાનોએ અને વેપારીઓએ વિધાનસભાના અધ્યક્ષાશ્રીનું સન્માન કર્યું હતું. નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી રેશ્માબેન ઝવેરીએ આભારવિધિ કરીને સૌને દિવાળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.  આ પ્રસંગે બાંધકામ સમિતિના ચેરમેનશ્રી મનુભા જાડેજા, પાણી સમિતિના ચેરમેનશ્રી ઘનશ્યામભાઈ સી.ઠક્કર, જગતભાઈ વ્યાસ, સંજયભાઈ ઠક્કર, હિતેશભાઈ ગણાત્રા, અનિલભાઈ છત્રાળા, જીતેન્દ્રભાઈ ઝાલા, અશોકભાઈ, મહેન્દ્રભાઈ વોરા, રાજેન્દ્રભાઈ શાહ, રાહુલભાઈ ઝવેરી, જગદીશભાઈ શાહ, જયંતભાઈ ઠક્કર સાથે વિવિધ આગેવાનો, પદાધિકારીશ્રીઓ અને વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.