વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય કચ્છમાં

0
43

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય તા.૧૫/૧૦/૨૦૨૨ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે.

તેઓ તા.૧૫/૧૦/૨૦૨૨ના સવારે ૮ કલાકે શ્રી પુંઅરેશ્વર મહાદેવ મંદિર (તા.નખત્રાણા) મધ્યે રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગુજરાત સરકાર અને નિયામકશ્રી, પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી, ગાંધીનગર દ્વારા આયોજીત પુરાતત્વ અને સંગ્રહાલય હસ્તકના કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના મંજુલ ખાતે આવેલ આવેલ રાજય રક્ષિત સ્મારક પુંઅરેશ્વર મંદિરના પુરારક્ષણની કામગીરીના શુભારંભ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સવારે ૯ કલાકે ટાઉનહોલ, ભુજ મધ્યે પંચાયત ગ્રામગૃહ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા આયોજીત જિલ્લા કક્ષાના ગરીબ કલ્યાણ મેળામાં ઉપસ્થિત રહેશે. સાંજે ૧૭ કલાકે શ્રી કવીઓ જૈન મહાજન, અમરસન્સ ભવન,જીઈબી હેડ ઓફીસ સામે, ભુજ ખાતે અનશનવ્રતધારી જૈન સમાજ રત્ન તારાચંદભાઇ જગશીભાઇ છેડાના સ્મૃતિ વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે.