વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય કચ્છમાં

0
41

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય તા.૨૧/૧૦/૨૦૨૨ના એક દિવસના કચ્છ જિલ્લાના પ્રવાસે આવી રહયા છે.

તેઓ તા.૨૧/૧૦ના સવારે ૧૦ કલાકે રેડકોર્સ ભવન, હિલગાર્ડન રોડ, ત્રિમંદિરની સામે, એરપોર્ટ રોડ, ભુજ મધ્યે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી-કચ્છ સંચાલિત માતૃશ્રી અમરબાઇ ભીમજી કરશન રામવાણી બ્લડ સેન્ટર બ્લડ બેંક ભવનના ઉદઘાટન કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૧૧ કલાકે ટાઉનહોલ, ભુજ ખાતે વિશ્વાસથી વિકાસ યાત્રા જિલ્લા કક્ષાના કામોના ઈ-લોકાર્પણ/ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૨.૩૦ કલાકે નગરપાલિકા કચેરી-ભુજ ખાતે ભુજ નગરપાલિકા ઓફીસ બિ૯ડીંગના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૧૬ કલાકે દહીંસરા તા.ભુજ મુકામે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ભૂમિપૂજન સમારોહ તથા ભુજ તાલુકાના દહીંસરા કુમારશાળામાં નવીન ૭ વર્ગખંડના ખાતમુહુર્ત કાર્યક્રમમાં હાજરી આપશે.